Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઇટ રાઇટ ચેલેન્જ’’: ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે, વડોદરા સમગ્ર દેશમાં ત્રીજા ક્રમે

Webdunia
ગુરુવાર, 9 જૂન 2022 (16:04 IST)
ગાંધીનગર: ગુજરાતે ફૂડ એન્ડ સેફટી સ્ટાર્ન્ડડ ઓથોરિટી ઓફ ઇન્ડીયા-FSSAI દ્વારા આપવામાં આવતા ‘‘સ્ટેટ ફૂડ સેફટી ઇન્ડેક્ષ’’માં દેશભરના રાજ્યોમાં બેસ્ટ પરફોર્મિંગ સ્ટેટ તરીકે વર્ષ ૨૦૨૧-૨૨માં ૭૭.૫૦ ટકા સાથે દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યુ છે. આ સિદ્ધિ બદલ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવીયાના હસ્તે નવી દિલ્હી ખાતેથી ગુજરાતને એવોર્ડ-પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. આ સિવાય ગુજરાતે ર૦ર૦-ર૧ના સ્ટેટ ફૂડ સેફટી ઇન્ડેક્ષમાં ૭ર ટકા મેળવીને દેશના મોટા રાજ્યોમાં પ્રથમ ક્રમ હાંસલ કરવાની સિદ્ધિ પણ મેળવી છે.
 
આ ઉપરાંત કેન્દ્ર સરકારના “ઇટ રાઇટ ચેલેન્જ”માં પણ ગુજરાતે સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. જેમાં ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાંથી ૭૫ જિલ્લા-શહેરોને વિજેતા તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તે પૈકી ગુજરાતના ૦૫ શહેરો અને ૧૯ જિલ્લાઓ એમ કુલ-૨૪ જિલ્લાઓ-શહેરો સાથે ગુજરાતે Eat Right Challengeમાં પ્રથમ સ્થાન જ્યારે વડોદરા શહેરે સમગ્ર દેશમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યુ છે. 
 
આમ આરોગ્ય મંત્રી ઋષિકેષભાઇ પટેલના નેતૃત્વમાં અને આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલના સતત માર્ગદર્શનમાં ગુજરાતે ‘‘સ્ટેટ ફૂડ સેફટી ઇન્ડેક્ષ’’માં બેવડી સિદ્ધિ હાંસલ કરી છે.
 
કમિશનરએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે ભારત સરકાર દ્વારા સ્ટેટ ફૂડ સેફટી ઇન્ડેક્ષ માટેના જે માપદંડો-ધારાધોરણો નિયત કરવામાં આવ્યા છે તેમાં ઓવરઓલ પરફોમન્સ ઓન ફૂડ સેફટીના આધારે રાજ્યોને શ્રેષ્ઠતાના ક્રમ આપવામાં આવે છે.
 
આ માપદંડોમાં ફૂડ સેમ્પલીંગ, ટેસ્ટીંગ, લેબોરેટરી ઇન્ફ્રાસ્ટ્રકચર, કોમ્પલાયન્સ, ટ્રેનિંગ, લાયસન્સ અને રજીસ્ટ્રેશન અને રાજ્યમાં મળતા ખોરાકની ગુણવત્તા ઉપર ભાર મુકવામાં આવે છે. ગુજરાતે આ તમામ માપદંડ અને ધારાધોરણોમાં શ્રેષ્ઠતા પૂરવાર કરીને ભારત સરકાર દ્વારા આપવામાં આવતો આ એવોર્ડ મેળવ્યો છે. ગુજરાતે આ અગ્રતા ક્રમ સતત ચોથા વર્ષે પણ જાળવી રાખ્યો છે.

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments