Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઈ-સંજીવની એપ” નો ગુજરાતમાં પ્રારંભ, એપ ડાઉનલોડ કરી મેળવો તજજ્ઞ ડોક્ટરની વિનામુલ્યે સેવા

Webdunia
મંગળવાર, 20 જુલાઈ 2021 (19:57 IST)
દવાખાના, હોસ્પિટલોમાં દર્દીઓની ઓપીડીનું ભારણ ઓછું કરી લોકો ઘરે બેઠાં સારવાર મેળવી શકે તેવા શુભઆશયથી ભારત સરકાર દ્વારા દેશના અનેક રાજ્યોમાં ઈ-સંજીવની ઓપીડી કાર્યરત કરવામાં આવેલ છે. ગુજરાતમાં પણ આ સેવાનો શુભારંભ થઈ ચૂક્યો છે. આ ઈ-સંજીવની ઓપીડી ગ્રામ્ય વિસ્તારના દર્દીઓની સારવાર માટે મહત્તમ લાભદાયી નિવડશે. આ મોબાઇલ એપમાં ટુ-વે વિડીયો કોલીંગની જે સુવિધા છે તેના પરિણામે દર્દી અને તબીબ વચ્ચે સંવાદ થવાથી ઇલાજમાં વધુ અસરકારકતા આવશે.
 
ખાસ કરીને દૂરના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા દર્દીઓને આ એપ દ્વારા પોતાના ઘરે બેઠાં જ સારવાર  થઇ શકશે. સારવાર માટે PHC / CHC / સરકારી હોસ્પિટલ કે દવાખાને જવું જ પડે એવી સ્થિતિમાંથી હવે લોકોને મુકિત મળશે. એટલું જ નહિ, આ એપના માધ્યમથી તબીબો યોગ્ય નિદાન કરી જરૂર જણાયે નિષ્ણાંત-તજજ્ઞ તબીબનો પણ અભિપ્રાય મેળવી તેની સલાહ મુજબ સારવાર કરી શકશે, તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ફોન પર પ્રાથમિક નિદાન અને સારવાર અને જાણકારી આપતી આ સેવા આધુનિક ટેકનોલોજીના આરોગ્ય ક્ષેત્રે ઉપયોગ અને ટેલીમેડીસીનનું એક આગવું ઉદાહરણ છે. આ તમામ સેવા ગુજરાત સરકાર તરફથી વિના મૂલ્યે આપવામાં આવે છે.
 
ઈ-સંજીવની ઓપીડી એપ ડાઉનલોડ કરી તેનો ઉપયેાગ કરવા માટે સૌ પ્રથમ તમારા મોબાઇલમાં પ્લે સ્ટોર ઉપર ક્લિક કરો. ત્યારબાદ સર્ચમાં જઇ ઈ-સંજીવની ઓપીડી એપ ટાઇપ કરી ઈ-સંજીવની ઓપીડી એપ સ્ક્રીન પર દેખાતા ઇન્સ્ટોલ બટન દાબી એપને ડાઉનલોડ કરો. આ એપ ડાઉનલોડ કર્યા પછી ઓપન બટન ઉપર ક્લિક કરી, ડોક્ટરને કન્સલ્ટ કરવા નીચે મુજબના પગલાંને અનુસરો.
 
 
રજીસ્ટ્રેશન માટે ફોર્મમાં જરૂરી વિગતો ભરો, તમારો મોબાઈલ નંબર વેરિફાય કરો.
રજીસ્ટ્રેશન પૂર્ણ થયા પછી ટોકન જનરેટ થાય છે.
ત્યારબાદ લોગીન થાવ.
ડૉકટરને કન્સલ્ટ કરવા તમારો વારો આવશે.
ડૉકટરને કન્સલ્ટ કર્યા પછી દવાનું પ્રિસ્ક્રીપ્સન જનરેટ થાય છે. તે ડાઉનલોડ કરો. 
 
 આમ આ એપના માધ્યમથી ઘેર બેઠા તજજ્ઞ ડૉકટર દ્વારા સારવારનો લાભ મેળવીએ અને તંદુરસ્તર રહીએ

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

ગુજરાતી જોક્સ - બળદને ગાય

વધુ જુઓ..

નવીનતમ

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

ચા પીતી વખતે ભૂલથી પણ ન કરશો આ ભૂલ, શરીરમાં જઈને બનાવશે ઝેર, બની જશો ખતરનાક બીમારીઓના દર્દી

આગળનો લેખ
Show comments