Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારે પવન ને કારણે દાંડી અને ઉભરાટ દરિયા કિનારો પાંચ દિવસ પર્યટકો માટે બંધ

Webdunia
શુક્રવાર, 31 મે 2024 (00:21 IST)
Due to high winds and swells, the beach is closed to tourists for five days

આગામી બે દિવસ દરમિયાન કચ્છ, બનાસકાંઠા ધૂળની ડમરીઓ ઉડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ ઉપરાંત પવનની દિશા પશ્ચિમ થતા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી હતી. હવામાન વિભાગે કરેલી આગાહીને પગલે નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગઈકાલે એક જાહેરનામું બહાર પાડીને પાંચ દિવસ માટે તમામ બીચ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જેને પગલે આજથી દાંડીના દરિયા કિનારે ભેંકાર શાંતિ જોવા મળી છે.

વહીવટી તંત્રના નિર્ણયથી સ્થાનિક વેપારીઓને થોડી આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. પરંતુ સહેલાણીઓના જીવનને જોખમ ઊભું થતા વહીવટી તંત્રએ સાવચેતી પૂર્વક નિર્ણય લીધો છે.ઉનાળાની ગરમી સામે રક્ષણ મેળવવા તેમજ વેકેશનમાં મોજ માણવા માટે પર્યટકો મોટી સંખ્યામાં દાંડી તેમજ ઉભરાટ બીચ ઉપર મોજ કરતા હોય છે પરિવાર સાથે દૂર દૂરથી આવતા પર્યટકો અહીં ઠંડીનો અહેસાસ કરતા હોય છે ત્યારે પાંચ દિવસ માટે સહેલાણીઓ દરિયા કિનારા ઉપર નહીં જ શકે તેવું એક જાહેરનામું નવસારી જિલ્લા નિવાસી અધિક કલેક્ટર દ્વારા ગઈકાલે બહાર પાડવામાં આવ્યું હતું જેને પગલે આજે બંને બીજ પર્યટકો માટે બંધ રાખવામાં આવ્યા છે.15 દિવસ અગાઉ નવસારીના દાંડીના દરિયા કિનારે એક જ પરિવારના ચાર લોકો દરિયામાં ગરક થઈ ગયા હતા ભરતીના પાણી એકાએક શરૂ થતા તેમને ખ્યાલ જ ન રહ્યો કે આ પાણીમાં તેઓ ડૂબી જશે જેથી તંત્રએ અકસ્માતનો આ બોધપાઠ લઈને હવામાન વિભાગની આગાહીને પગલે પવન વહેતા આગમચેતીના ભાગરૂપે જાહેરનામું પ્રસિદ્ધ કરી દીધું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

વધુ જુઓ..

નવીનતમ

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

આગળનો લેખ
Show comments