Webdunia - Bharat's app for daily news and videos

Install App

હવે ડ્રાઇવિંગ લાઇસન્સ કોઈ પણ RTOમાંથી રિન્યૂ થઈ શકશે

Driving licence
Webdunia
ગુરુવાર, 7 જૂન 2018 (11:55 IST)
ગુજરાત સરકારે એક મહત્ત્વનો નિર્ણય લઈ વાહન ચાલકો પોતાના ડ્રાઇવિંગ લાઇસન્સ રાજ્યની કોઈ પણ આરટીએ કચેરીમાં રિન્યૂ કરાવી શકે તેવી જોગવાઈ કરી છે. આ નિર્ણય સાતમી જૂનથી ગુરૃવારથી જ અમલી બની જશે. આવી જોગવાઈથી ડ્રાઇવિંગ લાઇસન્સ ધારકોનો સમય, શક્તિ, નાણાંનો બચાવ થશે. ગુજરાતના વાહન વ્યવહાર કમિશ્નરે આજે કરેલી જાહેરાત મુજબ ગુજરાતમાં આવેલી કોઈ પણ આરટીઓ કચેરીમાંથી લાઇસન્સ રિન્યુ તો કરાવી શકાશે પણ નામમાં થયેલી ભૂલો, ફેરફાર સુધરાવી શકાશે. દા.ત. અમદાવાદમાંથી ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવનાર માટે રિન્યુઅલ પણ અહીં જ કરાવવું પડે તેવી જોગવાઈ હતી હવે કોઈપણ કચેરીમાંથી થઈ શકશે. તેમણે જણાવ્યું છ કે, ડ્રાઇવિંગ લાયસન્સ મેળવ્યા બાદ નોકરી, લગ્ન, ધંધા રોજગાર અર્થે મૂળ કાર્યક્ષેત્રની બહાર જવું પડતું હોય છે ત્યારે ડ્રાઇવિંગ લાયસન્સની મુદત પૂરી થઈ જાય અને આ માટે રીન્યૂ કરાવવા મૂળ કચેરીમાં આવવું પડતું હતું તેને ધ્યાનમાં લઈને આ મહતત્વનો નિર્ણય કરાયો છે. આ નિયમ આજથી તા. ૦૭-૦૬-૨૦૧૮થી અમલી થશે જેના દ્વારા નાગરિકો ડ્રાઇવિંગ લાયસન્સ રીન્યુ તેમજ નામ પણ બદલી શકશે પરંતુ મૂળ લાયસન્સનો નંબર, હયાત વર્ગ, જન્મ તારીખ, ઇસ્યુ તારીખ બદલી શકાશે નહીં અરજદારu Parivahan.gov.in વેબસાઇટ ઉપર જે કચેરીમાં ડ્રાઇવિંગ લાયસન્સ રીન્યૂ કરાવવું જવું હોય તે કચેરી સિલેક્ટ કરી ઓનલાઇન જરૃરી એપોઇન્ટમેન્ટ લેવાની રહેશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

નવરાત્રી દુર્ગા પૂજાના ફળ, જાણો 9 દિવસના ઉપવાસની રેસિપી

દૂધીનો હલવો બનાવવાની રીત

તેનાલી રામા અને જાદુગર

જો તમે નવરાત્રી દરમિયાન ઉપવાસ કરી રહ્યા છો, તો જાણો શું ખાવું અને શું ન ખાવું? નબળાઈ ન લાગે તે માટે

આ નવરાત્રીમાં માતા રાણીને અર્પણ કરો સીતાભોગ, જાણો રેસિપી

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ત્રીજા માળના ફ્લેટ

ક્રિકેટર પર આવ્યુ મલાઈકા અરોરાનુ દિલ ? વાયરલ તસ્વીરે ઈંટરનેટ પર મચાવી ધમાલ

શ્રી ચામુંડા માતાજી મંદિર - ચોટીલા

એમ્પુરાનમાંથી હટાવાશે ગુજરાત રમખાણોના સીન, રાજકીય વિવાદ વચ્ચે અભિનેતા મોહનલાલે માંગી માફી

દિશા સાલિયાન કેસમાં મોટુ ટ્વિસ્ટ, ક્લોઝર રિપોર્ટમાં પિતાના અફેયર, પૈસાનો દુરુપયોગનુ મોત સાથે કનેક્શન

આગળનો લેખ
Show comments