Dharma Sangrah

આંગણવાડીઓના 14 લાખ બાળકોને વિના મૂલ્યે યુનિફોર્મ વિતરણનો વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ

Webdunia
મંગળવાર, 29 જૂન 2021 (18:12 IST)
આંગણવાડીના બાળકો માટે કુલ 14 લાખથી વધુ ગણવેશ વિતરણ અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન તરફથી વર્લ્ડ રેકોર્ડ પ્રમાણપત્ર મેળવવાનો કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યની 53,029 આંગણવાડીઓના નાના ભુલકાઓને આ યુનિફોર્મથી આગવી ઓળખ મળશે. કોરોનાકાળ દરમ્યાન રાજ્યના 3 થી 6 વર્ષના 16 લાખ જેટલા ભુલકાઓને પોષણક્ષમ આહાર માટે દર અઠવાડિયે 1 કિલો ગ્રામ સુખડી આપવાની પહેલ ગુજરાતે કરી છે. કોરોના સંક્રમણકાળમાં મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત ‘હેન્ડ વોશ’ કેમ્પઇનમાં એક સાથે પાંચ લાખ બહેનોએ પાંચ હજાર સ્થળોએ જોડાઇને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.
 
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ 36 કરોડ 28 લાખના ખર્ચે આકાર પામેલી આ યુનિફોર્મ વિતરણ યોજનાનો ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા પ્રારંભ કરાવ્યો હતો   કોરોનાકાળ દરમ્યાન રાજ્યના ૩ થી ૬ વર્ષના ૧૬ લાખ જેટલા ભૂલકાઓને પોષણક્ષમ આહાર માટે દર અઠવાડિયે 1 કિલો ગ્રામ સુખડી આપવાની ગુજરાતની પહેલ પણ ગુજરાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શનમાં કરી છે
 
કોરોના સંક્રમણકાળમાં મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજીત ‘હેન્ડ વોશ’ કેમ્પઇનમાં એક સાથે પાંચ લાખ બહેનોએ પાંચ હજાર સ્થળોએ જોડાઇને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.  આ ગૌરવ સિદ્ધિ માટે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનનું પ્રમાણ પત્ર તેમના પ્રતિનિધિએ મુખ્યમંત્રીશ્રીને અર્પણ કર્યું હતું. 
 
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ આ ગૌરવ સિધ્ધિ માટે મહિલા અને બાળ કલ્યાણ વિભાગને અભિનંદન આપતા આ  પ્રમાણપત્ર વિભાગને એનાયત કર્યું હતું  આ આ અવસરે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ગણપતભાઇ વસાવા, રાજ્યમંત્રી વિભાવરીબેન દવે મહિલા બાળ વિકાસ કમિશનર કે કે નિરાલા તેમજ આઇ સી ડી એસ નિયામક મોદી ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથે ઉપસ્થિત રહ્યા હતા
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Homemade Face Serum- ઘરે આ રીતે બનાવો આયુર્વેદિક વિન્ટર ફેસ સીરમ, શિયાળામાં મળશે ઘણા ફાયદા

Winter special - વિંટર સ્પેશલ મિક્સ વેજ અથાણુ

શિયાળામાં હાડકા બનાવવા છે મજબૂત કે પછી ઘટાડવું છે વજન તો ખાવ આ અનાજની રોટલી પછી જુઓ કમાલ

Christmas tree- ક્રિસમસ ટ્રીને સજાવવા વપરાતી વસ્તુઓનુ છે અનોખુ મહત્વ, જાણો આ તહેવારની અનેક અનોખી અને રસપ્રદ પરંપરાઓ

How to Make Makka Roti - મકાઈની રોટલી બનાવવાની સરળ રીત, ન તો ફાટશે અને ન તો તૂટશે.

વધુ જુઓ..

નવીનતમ

મલયાલમ અભિનેતા-દિગ્દર્શક શ્રીનિવાસનનું 69 વર્ષની વયે નિધન, હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર

ગુજરાતી જોક્સ - મંદિરમાં પૂજારી પુરૂષ કેમ ?

ભારતી સિંહ બીજીવાર બની મા, હર્ષ લિમ્બાચિયાની સાથે પુત્રનુ કર્યુ સ્વાગત, લાફ્ટરશેફ્સ ટીમે વહેંચી મીઠાઈ

પ્રભાસની અભિનેત્રી પર 'ગીધો' ની જેમ તૂટી પડ્યુ પુરૂષોનુ ટોળુ, Nidhi Agarwal નો 31 સેકંડનો વીડિયો તમને કંપાવી દેશે

ગુજરાતી જોક્સ - ઇન્ટરવ્યૂમાં મિત્રતા

આગળનો લેખ
Show comments