rashifal-2026

કચ્છ જિલ્લા ભાજપની નવી ટીમની સત્તાવાર જાહેરાત: જાણો કોને કઈ જવાબદારી મળી

Webdunia
સોમવાર, 9 ફેબ્રુઆરી 2026 (12:45 IST)
Dhaval Acharya image source_Instagram
છેલ્લા ઘણા સમયથી જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી, તે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીની નવી સંગઠનાત્મક ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને જિલ્લા અધ્યક્ષ દેવજીભાઈ વરચંદની મંજૂરી બાદ આ નવી ટીમનું માળખું જાહેર કરાયું છે. સંગઠનને વધુ મજબૂત અને ગતિશીલ બનાવવા માટે કેટલાક જૂના અનુભવી ચહેરાઓને રિપીટ કરાયા છે, તો કેટલાક નવા અને યુવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે.
 

મહામંત્રી તરીકે ધવલ આચાર્ય રિપીટ

 
નવા માળખામાં ધવલ કાંતિલાલ આચાર્યને મહામંત્રી પદે રિપીટ કરવામાં આવ્યા છે. તેઓ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, કચ્છ જિલ્લાના ચેરમેન તરીકે પણ સેવા આપી રહ્યા છે. તેમની સાથે હિતેશ હિંમતલાલ ખંડોર અને ભીમજી હરજી જોધાણીને પણ મહામંત્રી તરીકેની મહત્વની જવાબદારી સોંપાઈ છે.
 

નવનિયુક્ત હોદ્દેદારોની યાદી:
 

1. ઉપ પ્રમુખશ્રીઓ:
 
મશરુભાઇ રીણાભાઇ રબારી
 
અશોકભાઇ ભીમજીભાઇ હાથી
 
મૂળજીભાઇ રામજીભાઇ મ્યાત્રા
 
રેશ્માબેન જીતુભાઇ ઝવેરી
 
પ્રફુલ્લસિંહ ગોવુભા જાડેજા
 
આશિકાબેન પરેશભાઇ ભટ્ટ
 
સુરેશભાઇ વલ્લભજી સંઘાર
 
વિકાસભાઇ મોહનલાલ રાજગોર
 
2. મંત્રીશ્રીઓ:
 
પરેશભાઇ વાલજી ભાનુશાલી
 
છાયાબેન વિશ્રામભાઈ ગઢવી
 
નયનાબેન ધીરજલાલ પટેલ
 
ઉમેશભાઇ મૂળજીભાઇ સોની
 
રાજેશભાઇ દામજીભાઇ પલણ
 
રૂપલબેન યુવરાજ દેસાઇ
 
રસિલાબેન રાજભાઇ બારી
 
કંચનબેન અતુલભાઇ વાઘેલા
 
3. અન્ય મુખ્ય હોદ્દાઓ:
 
કોષાધ્યક્ષ: સુરેશભાઇ અનિલભાઇ ટાંક
 
કાર્યાલય મંત્રી: હરેશ માવજીભાઇ પટેલ
 
સોશિયલ મીડિયા અને IT ટીમ:
ડિજિટલ યુગમાં સંગઠનની વાત લોકો સુધી પહોંચાડવા માટે ખાસ નિમણૂકો કરવામાં આવી છે:
 
સોશિયલ મીડિયા વિભાગ: પીયૂષભાઇ જયંતીલાલ ભોજાણી
 
આઇટી વિભાગ: ભૌમિકભાઇ અરુણભાઇ વછરાજાની
 
મીડિયા વિભાગ: સાત્ત્વિકદાન મહેશભાઇ ગઢવી
 
આ નવી ટીમ આગામી સમયમાં કચ્છ જિલ્લામાં ભાજપના સંગઠનાત્મક કાર્યો અને લોકકલ્યાણની યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે કાર્યરત થશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Bodh varta- ઘમંડી ઉંદર

Maha Shivratri food Recipes- શિવરાત્રીના ઉપવાસ પર અજમાવો આ વાનગીઓ

Health Tips: કોલેસ્ટ્રોલ લેવલ્સને કંટ્રોલમાં રાખવા માટે ડાયેટમાં કરો આ 5 ફેરફાર

Happy Valentine 2026 Wishes, Quotes: રોમાંટિક અઠવાડિયાની શરૂઆત સાથે આ પ્રેમભર્યા સંદેશા વડે કહો દિલની વાત

Baby girl Name inspired from Lord Shiva- મહાશિવરાત્રી પર જન્મેલા બાળકો માટે આ 'શિવજીના' નામો પસંદ કરો

વધુ જુઓ..

નવીનતમ

માય બેબી... વેલેંટાઈન ડે પર ભેટમાં હેલીકોપ્ટર, મહાઠગ સુકેશ ચંદ્રશેખર ફરી લખી જૈકલીનને પ્રેમ ભરી ચિઠ્ઠી

'રામાયણ'ના નિર્માતા રામાનંદ સાગરના પુત્ર આનંદ સાગરનું નિધન; મુંબઈમાં કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર

તાજમહેલની મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ મહિનો કયો છે? અહીં વિદેશીઓની પણ ભીડ હોય છે

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

Nageshwar jyotirling Mandir - નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર

આગળનો લેખ
Show comments