Webdunia - Bharat's app for daily news and videos

Install App

‘વાયુ વાવાઝોડું’ જાણો પળેપળની ખબર એક ક્લિક પર

Webdunia
મંગળવાર, 11 જૂન 2019 (12:29 IST)
અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થઇ રહ્યું છે. વાવાઝોડાને વાયુ નામ આપવામાં આવ્યું છે. જે વેરાવળ બંદરેથી 740 કિલોમીટર દૂર છે. 100થી 135 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. સમુદ્રમાં 2 મીટર ઊંચા મોજા ઉછળી શકે છે. વાવાઝોડા સાથે સોરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્રના દરેક બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે.
ઉનાના દરિયાઇ નવાબંદર પર વાવાઝોડાના પગલે 300થી વધુ નાની-મોટી ફિશિંગ બોટ પરત ફરી ચૂકી છે. ઉનાના સૈયદ રાજપરા બંદર પર 200થી વધુ ફશિંગ બોટ પરત ફરી છે. બીજી તરફ વેરાવળ બંદર પર તમામ બોટ પરત આવી ગઇ છે અને માછીમારો પણ સુરક્ષિત બંદરે પહોંચ્યા છે. ગઇકાલે 47 બોટ દરિયામાં હતી. તંત્ર દ્વારા તે તમામને બંદરે પાછી બોલાવવામાં આવી છે. વેરાવળમાં હાલ શાંત વાતાવરણ છે.
દ્વારકા જિલ્લાના 10 બંદરો પરથી રજિસ્ટ્રેશન થયેલી 5221 તમામ માછીમારી બોટો કિનારે આવી ચૂકી છે. માછીમારોએ પોતાની બોટો દરિયા કિનારા પર બંદરો પર લંગારી દિધી છે. 15 ઓગષ્ટ સુધી માછીમારોને દરિયો ખેડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સાગરખેડૂઓ માટે માછીમારી વ્યવસાય 15 ઓગષ્ટથી 9 સુધી ચાલે છે. આ સમયગાળામાં માછીમારી દરિયામાં માછીમારી કરવા માટે નીકળે છે. દેવભૂમિ દ્વારકાના સમુદ્રમાં પ્રમાણમાં માછલીઓનો જથ્થો મળી રહેતો હોવાથી ગુજરાતના અન્ય વિસ્તારમાંથી પણ માછીમારી આવે છે. 
વાયુ વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે. સરેરાશ 110થી 135 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તથા તેને કારણે સંભવિત ભારે વરસાદને કારણે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. જેને લઈને દક્ષિણ ગુજરાતના માછીમારોને પણ દરિયો ન ખેડવાનો સૂચના અપાઈ છે. અને હાલ હજીરા ખાતે ઉદ્યોગોના વહાણો, સ્ટીમર દરિયા કિનારે લંગારવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, વાયુ વાવાઝોડાના કારણે ગુજરાતભરમાં 1700 જેટલી બોટો અલગ-અલગ બંદરો પર લંગારવામાં આવી છે.
અરબી સમુદ્રમાં લો પ્રેશરની સિસ્ટમ ગુજરાતની દિશામાં આગળ ધપી રહી હોવાના સંકેતના પગલે કલેક્ટરે કાંઠાના માછીમારોને દરિયો ન ખેડવા ટ્વીટ કર્યું છે. વલસાડ જિલ્લાની દરિયાઇ સીમા સહિતના વિસ્તારમાંથી સૌરાષ્ટ્ર,ઓખા,જખૌ,વેરાવળ સુધી જનારા માછીમારોને દરિયો નહિ ખેડવા વલસાડ કલેકટર સી.આર.ખરસાણે ટ્વીટ કર્યું છે.જેમાં આગામી દિવસોમાં મોસમની સક્રિયતાના કારણે માછીમારોએ ખુલ્લા દરિયામાં માછીમારી ન કરવા જણાવ્યું છે. આ સાથે જરૂર પડ્યે કન્ટ્રોલ રૂમ પર ફોન નં.02632-243238 અને 02632-1077 પર સંપર્ક કરવા જણાવ્યું છે.વાદળિયા હવામાન વચ્ચે બે દિવસથી 67 ટકા ભેજ જોવા મળી રહ્યું છે.
નવસારી કલેકટરે  વાવાઝોડાની સંભાવનાને પગલે જિલ્લામાં જાન માલનું નુકશાન ના થાય તે માટે અગમચેતીના પગલાં રૂપે બેઠક બોલાવી હતી.વાવાઝોડાની અને વરસાદની સંભવિત અસરની શકયતા ધરાવતા જિલ્લાના કાંઠા વિસ્તારમાં રોજગારી અર્થે ગયેલા માછીમારોને તાત્કાલિક પાછા બોલાવી લેવા મદદનીશ મત્સ્યઉદ્યોગ નિયામકને આદેશ કર્યો છે અને આ સમયગાળા દરમિયાન દરિયો ન ખેડવા સૂચના આપી છે. અરબી સમુદ્રમાં લક્ષદીપ નજીક સક્રિય થયેલ લો પ્રેશર સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાયા બાદ હવે આગામી 24 કલાકમાં સાઈક્લોનિક સ્ટ્રોમ અને ત્યારબાદ સર્વર સાઈક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાઇ એવી સંભાવનાથી સુરતનું તંત્ર એલર્ટ થઇ ગયું છે. ચક્રવાતના કારણે વાદળો આવવાના શરૂ થઇ જતાં શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણના કારણે સવારથી જ બફારો અને ઉકળાટ થતાં લોકો અકળાઈ ઉઠ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Cyclone Fengal Update - ચક્રવાતી વાવાઝોડું ફેંગલ આજે મચાવશે તબાહી, પવનની ઝડપ 90 કિમી પ્રતિ કલાક રહેવાની આશંકા

મલ્લિકાર્જુન ખડગેએ મહારાષ્ટ્રમાં હાર માટે શું કારણ આપ્યું? ઈશારા-ઈશારામાં રાહુલ ગાંધી પણ લપેટાઈ ગયા

ગુજરાત ATS એ કરી મોટી કાર્યવાહી, પાકિસ્તાન માટે જાસૂસી કરી રહેલ આરોપીને પકડ્યો, કોસ્ટ ગાર્ડની સૂચનાઓ મોકલી રહ્યો હતો પાકિસ્તાન

ગુજરાતના ખેડૂતોની આ માંગને સીએમ ભૂપેન્દ્ર પટેલે કરી પુરી, લીધો આ મોટો નિર્ણય

ચાલતી એંબુલેંસમાં 16 વર્ષની છોકરીથી દુષ્કર્મ બેન અને જીજા પણ શામેલ મઉગંજ

આગળનો લેખ
Show comments