Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાવાઝોડાના પરિણામે ૨૧ જીલ્લાના ૮૪ તાલુકામાં વરસાદઃ ૬ તાલુકામાં એક ઇંચ જેટલો વરસાદ

Webdunia
સોમવાર, 17 મે 2021 (09:11 IST)
મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યુ છે કે, રાજયમા પ્રવર્તી રહેલ તૌક તે વાવાઝોડા સંદર્ભે રાજય સરકાર દ્વારા ઝીરો કેઝ્યુલીટીના અભિગમ સાથે સમયબધ્ધ આયોજન અને અસરકારક કામગીરી કરવામા આવીરહી છે. જેના ભાગરૂપે સંભવિત અસર થનાર દરિયાકાઠા ના ૧૭ જિલ્લાના ૬૫૫ સ્થાળાંતર કરવા પાત્ર ગામો માંથી એક લાખથી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડી દેવાયા છે. સ્થળાંતર ની આ કામગીરી મોડી રાત સુધી ચાલી હતી અને આજે સવારે ૫.૦૦ વાગ્યાથી આ કામગીરી ફરી શરૂ કરી દેવાઈ છે. 
 
તેમણે ઉમેર્યુ કે,વાવાઝોડાની અસર ને પરિણામે રાજયમા વરસાદી માહૌલનુ વાતાવરણ સર્જાયુ છે અને  રાજયમાં તા .૧૬/ ૦૫ /૨૦૨૧ ના સવારના ૬.૦૦ કલાકથી ૧૭ /૫/૨૦૨૧ ના સવારના ૬,૦૦ કલાક સુધીમાં ૨૧ જીલ્લાના ૮૪ તાલુકાઓમાં સામાન્યથી હળવો વરસાદ નોંધાયો છે. તે પૈકી ૬ તાલુકામાં ૧- ઇંચ જેટલો વરસાદ નોંધાયેલ છે. વાવાઝોડા થી થયેલ નુકસાન ને પહોંચી વળવા માટે રાજય સરકારે ૨૪૦ વન વિભાગની ૨૪૨ માર્ગ અને મકાન વિભાગની ની ટીમો તૈનાત કરી દેવાઈ છે જે રસ્તાઓ સહિત અન્ય ઝાડ પડવાથી બ્લોક થયેલા રસ્તાઓને પૂર્વવત કરવાની કામગીરી કરી રહી છે. 
 
તેમણે ઉમેર્યુ કે,અસરગ્રસ્ત જિલ્લાઓમા ભારે પવન કે અન્ય કારણોસર વીજ પૂરવઠો ખોરવાય તો તેને પૂર્વવત કરવા માટે ૬૬૧ ટીમો ઉર્જા વિભાગ દ્વારા તૈનાત છે જે ચોવીસ કલાક કામગીરી કરી રહી છે. પાવર બ્રેકઅપની ૭૫૦ જેટલા પ્રશ્નો આવ્યા હતા એ પૈકી ૪૦૦થી વધુ પ્રશ્નોનુ નિરાકરણ કરી વીજ પુરવઠો પૂર્વવત કરી દેવાયો છે. એ જ રીતે નાગરિકોને આરોગ્ય લક્ષી સારવાર પૂરી પાડવાના હેતુસર આ વિસ્તારો માટે ૩૮૮ આરોગ્ય વિભાગની ટીમો તથા અન્ય સંકલનની કામગરી માટે ૩૧૯ મહેસુલી અધિકારીઓની ટીમો ત્વરીત પગલાં ભરવા માટે ડીપ્લોય કરવામાં આવી છે. 
 
રાજયમાં કોવીડની સ્થિતિની પહોચી વળવા માટે ૧૩૮૩ પાવરબેક અપ રાખવામાં આવ્યા છે.એટલુ નહી આ વિસ્તારોમા નાગરિકોને આકસ્મિક સારવાર પૂરી પાડવા માટે ૧૬૧ ICU એબ્યુલન્સ અને પ૭૬-108 એબ્યુલન્સ ઉપલબ્ધ કરીને સ્ટેન્ડ બાય કરી દેવાઈ છૈ. કોવિડ ની સારવાર લઈ રહેલા દર્દીઓની ઓકસીઝન જરૂરીયાત ને પહોચી વળવા માટે તથા ઓકસીઝન નું સરળતાથી વહન થાય તે માટે ૩૫ ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા છે. 
 
તેમણે કહ્યુ કે, રાહત અને બચાવ માટે NDRF ૪૧ ટીમો સંબંધિત જિલ્લોના મેનેજમેન્ટ માટે સામેલ કરી દેવાઈ છે. જ્યારે SDRF ની ૧૦ ટીમો ડીપ્લોય કરવામાં આવી છે. વાવાઝોડા ના પરિણામે વરસાદ ના કારણે નીચાણ વાળા વિસ્તારૉમા પાણી ભરાઈ જાય તો તેના નિકાલ માટે રાજયમાં કુલ ૪૫૬ ડીવોટરીંગ પંપ તૈયાર રાખવામાં આવ્યા છે જે જરૂરિયાત મુજબ પહોચાડાશે.એટલુ જ નહી સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ૨૧૨૬ હોર્ડીગ્સ શહેરીવિસ્તારમાં તથા ૬૪૩ હોર્ડીગ્સ ગ્રામ્ય વિસ્તારમાંથી ઉતારી લેવામાં આવ્યા છે અને નુકશાન થઈ શકે તેવા ૬૬૮ હંગામી સ્ટકચર પણ દૂર કરાયા છે.વાવાઝોડાની તીવ્રતાને ધ્યાને લઈને આ વિસ્તારના નાગરિકોને ઘરની બહાર ન નીકળવા પણ અપીલ કરાઈ છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

કડકડતી ઠંડી માટે તૈયાર રહો, આગામી 5 દિવસમાં આ રાજ્યોમાં ભારે વરસાદ પડશે

ચાલતી ટ્રેનમાં હાર્ટ એટેક, TTEએ CPR આપ્યો અને જીવ બચી ગયો, જુઓ વીડિયો

PM Modi On Maharashtra Election Results: 'એક હૈ તો સેફ હૈ', આજે દેશનો મહામંત્ર બની ચૂક્યો છે.

ગુજરાતના આ જિલ્લામાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ! રાજસ્થાન અને મધ્યપ્રદેશ સાથે જોડાણ કરવામાં આવશે

IPL Auction 2025 - મેગા ઓક્શનને લઇને મોટો ફેરફાર

આગળનો લેખ
Show comments