Webdunia - Bharat's app for daily news and videos

Install App

IPLની ટિકિટો માટે મોદી સ્ટેડિયમ પર અફડાતફડી, મેટ્રો ટ્રેને પેપર ટિકિટ રાખી

Webdunia
શુક્રવાર, 26 મે 2023 (12:55 IST)
IPL tickets
અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે શુક્રવારે અને રવિવારે આઈપીએલની ક્વોલિફાયર-2 અને ફાઈનલ મેચની ટિકિટો માટે ગુરુવારે ભારે અફડાતફડી જોવા મળી હતી. પ્રેક્ષકો માટે મેટ્રોએ સ્પેશિયલ પેપર ટિકિટ બહાર પાડી છે. મેટ્રોનું જે મહત્તમ ભાડું રૂ.25 છે તે દરે આ ટિકિટ મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશનથી મળી શકશે. આ બંને દિવસો દરમિયાન ટ્રેનનો સમય પણ સવારે સાત વાગ્યાથી રાત્રિના દોઢ વાગ્યા સુધી કરવામાં આવ્યો છે. દર પાંચ થી છ મિનિટે મેટ્રોની ફ્રિકવન્સી મળી રહેશે. સ્પેશિયલ પેપર કપ ટિકિટ મેટ્રોના મોટેરા સ્ટેડિયમ સ્ટેશનથી કોઈ પણ સ્ટેશન માટે જ મળી શકશે.

ઉલ્લેખનીય છે કે, ગત મેચ દરમિયાન મોટેરા સ્ટેશન ખાતે લોકોની ભીડ વધી જતા એન્ટ્રી બંધ કરવી પડી હતી. આવી સ્થિતિ સર્જાય નહીં તે માટે આ ટિકિટ બહાર પાડવામાં આવી છે. શુક્રવારે ક્વોલિફાયર-2 અને રવિવારે ફાઇનલ મેચ જોવા આવનારા પ્રેક્ષકો માટે મ્યુનિ.એ એડવાન્સ પાર્કિંગ બુકિંગ ફરજિયાત કર્યું છે. મ્યુનિ.એ કરેલા ટ્વિટમાં જણાવ્યું છે કે, લોકોને હાલાકી ભોગવવી પડે નહીં અને પાર્કિંગની સુવિધા મળી રહે તે હેતુથી દરેક પ્રેક્ષકે પોતાનું વાહન પાર્કિંગ AMDAPARK એપ્લિકેશન પરથી ફરજિયાત એડવાન્સ બુક કરાવીને આવવાનું રહેશે.

ઓનલાઈન ટિકિટ બુક કરાવનારાએ સ્ટેડિયમ ખાતે ટિકિટ લેવા જવાનું હોય છે. ગુરુવારે મોટી સંખ્યામાં ટિકિટ લેવા જનારા લોકોની ભીડ ઉમટી પડતાં ભારે અફડાતફડી સર્જાઈ હતી. બપોરે 2.30 વાગ્યે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી અને ટિકિટના કાઉન્ટર 2 કલાક બંધ કરવા પડ્યા હતા. હવે ટિકિટો શુક્રવારે અપાશે.સ્ટેડિયમની આસપાસ 20 જેટલા પાર્કિંગ પ્લોટ બનાવવામાં આવ્યા છે પરંતુ ગુરુવારે માંડ 4 પાર્કિંગમાં વાહનો એડવાન્સમાં બુક થયા હોવાનું ટ્રાફિક પોલીસે જણાવ્યું હતું. મેચને પગલે સ્ટેડિયમની અંદર અને બહાર એક ડીઆઈજી, 7 ડીસીપી, 10 એસીપી, 90 પીઆઈ-પીએસઆઈ, 1500 પોલીસ કર્મચારી તેમજ ટ્રાફિક અને હોમગાર્ડના 1 હજાર જવાનો તહેનાત રહેશે. જ્યારે મેચને પગલે શુક્રવારે અને રવિવારે બપોરે 2 વાગ્યાથી જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમ સુધીનો રસ્તો વાહનચાલકો માટે બંધ રહેશે. જ્યારે તપોવન સર્કલથી ઓએનજીસીથી વિસતથી જનપથટીથી પ્રબોધ રાવળ સર્કલ જવાશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Vaishno Devi- વૈષ્ણોદેવી જતા ભક્તો માટે મહત્વના સમાચાર! હવે આ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે નહીં

IPL 2025 Mega Auction: ભુવનેશ્વર કુમાર IPLમાં અમીર બન્યો, આ નવી ટીમને મળ્યો સપોર્ટ

IPL 2025 Mega Auction: - CSK માં સેમ કરન પરત ફર્યા, આટલા કરોડ રૂપિયા મળ્યા

25 લાખની લાંચ માંગી, કપડાં ઉતાર્યા… સુસાઈડ નોટમાં મહિલા વેપારીએ ડીએસપી પર ગંભીર આક્ષેપો કર્યા

IPL 2025 Mega Auction-બીજા દિવસે 493 ખેલાડીઓ પર બિડિંગ થશે

આગળનો લેખ
Show comments