Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાજપના પ્રમુખ સી.આર. પાટીલનો કોવીડ મેનેજમેન્ટ હસ્તગત કરવાનો બીજો ઘૃણાસ્પદ પ્રયાસઃ કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ

Webdunia
શનિવાર, 10 એપ્રિલ 2021 (12:49 IST)
કોરોનાના દર્દીના સગા રેમડેસિવિર ઇન્જેક્શન માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહે છે. જોકે ઝાયડસ હોસ્પિટલે શનિવારથી રેમડેસિવિર ઇન્જેક્શનનો પૂરવઠો ઉપલબ્ધ નહીં હોવાની જાહેરાત કરતાં લોકોની રહીસહી આશા પર પાણી ફરી વળ્યું છે. ઝાડયસે સ્પષ્ટતા કરી છે કે ઉત્પાદન માટે યુદ્ધના ધોરણે પ્રયાસો ચાલી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહે આક્ષેપ કરતાં કહ્યું છે કે ગુજરાતની જનતા પોતાના પરિવારજનોના જીવ બચાવવા માત્ર છ ઈન્જેકશન મેળવવા એક શહેરથી બીજા શહેર સંપર્કો અને હડીયાપટી કરતા લોકોને રેમડીસીવીર મેળવવા મુશ્કેલ છે.

સરકારી અને  ખાનગી હોસ્પિટલોમાં જથ્થો ખુટી પડ્યો છે . રીપોર્ટ અને તબીબી ભલામણ સિવાય અને દર્દીના ઓળખપત્ર વગર આ ઈન્જેકશન મળે જ નહી એવી સ્થિતિમાં સી.આર.પાટીલ પાંચ હજાર ઈન્જેકશન કયા " સોર્સ "થી લાવ્યા આ અતિ ગંભીર સવાલ છે .કોરોનાની વેક્સિન પેજ પ્રમુખો અને ભાજપ કાર્યકરો દ્વારા અપાવવાના રાજકીય પ્રયાસ બાદ સી.આર. પાટીલનો કોવીડ મેનેજમેન્ટ હસ્તગત કરવાનો બીજો ઘૃણાસ્પદ પ્રયાસ છે.  પ્રજાને સીધો સંદેશ છે કે તમારો જીવ હવે ભાજપ જ બચાવી શકશે મેડીકલ સ્ટોર્સ કે દવાખાના નહી. આખી સીસ્ટમને અને લોકોના જીવને બાનમાં લેવાનો આ પ્રયાસ ગેરકાયદેસર અને અમાનવીય છે. હજુ ગઈ કાલે જ રાજ્ય સરકારે સીવીલ હોસ્પિટલથી ખાનગી દવાખાનાઓને અપાતો રેમડેસિવિરનો સપ્લાય બંધ કર્યો છે ત્યારે આ સપ્લાય સીધો ભાજપ કાર્યાલય ખાતે તો નથી કરી દીધો ને? આ શંકા થવી સ્વાભાવિક છે. શું ડોક્ટરોએ પણ હવે તેમના દર્દીને મેડીકલ સ્ટોર્સના બદલે કમલમ મોકલવા પડશે? ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલજીએ સેવા કરવી હોય તો આખાય ગુજરાત ભાજપના તમામ કાર્યાલયો પરથી રેમડેસિવિર મફત વહેચવા જોઈએ. વળી છ ઈન્જેકશન એક દર્દી એ જરૂરી છે ત્યારે દર્દી દીઠ એક ઈન્જેક્શન વહેચી જાણે થોડાક શ્વાસ ઉધાર આપવાની નિર્દયતા છલકાય છે. જો તમારે સેવા જ કરવી હોય તો તમામ જીલ્લા સ્તરે બનાવેલા વૈભવી કાર્યાલયો લોકોને કોરોન્ટાઈન કરવા ખુલ્લા મુકે. સંઘ સ્વયં સેવકોને પેજ પ્રમુખોને ચાકરી સોંપે.  કોંગ્રેસના પ્રવક્તા ડો. મનિષ દોશીએ પત્રકારોને જણાવ્યું હતું કે ગુજરાતની ભાજપ સરકારે રસીકરણનું રાજકિયકરણ કર્યું છે. સરકારે પોતાના મળતીયાઓને કાળાબજાર કરવાની છુટ આપી છે. કેન્દ્રની ટીમે સુરત, વડોદરા,રાજકોટ અને અમદાવાદમાં કાળાબજાર થઈ રહ્યા હોવાનું કહ્યું હતું. ઝાયડસ હોસ્પિટલમાંથી 800માં ઈન્જેક્શનની વ્યવસ્થામાં મદદ કરવાની જરૂર હતી. પરંતુ સરકારે ઈન્જેક્શનની વ્યવસ્થાને તોડવાનું કામ કર્યું છે. સુરતમાં ભાજપને ફાર્માસિસ્ટ તરીકે ઈન્જેક્શનનું વેચાણ કરવાની પરવાનગી કોણે આપી એવો પણ તેમણે સવાલ કર્યો હતો. દર્દીઓ માટે જરૂરી ઈન્જેક્શનની હોસ્પિટલમાં વ્યવસ્થા કરવાની હોય પરંતુ ભાજપ કાર્યાલયથી વેચાણ કરવાની પરવાનગી કોણે આપી. સરકારી હોસ્પિટલમાં સારવાર માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની જવાબદારી સરકારની છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મુખ્યમંત્રી માટે નામ ફાઈનલ, એકનાથ શિંદે નાખુશ, તેમને મનાવવા જરૂરી.. બોલ્યા રામદાસ અઠાવલે

IPL 2025: કોણ બનશે RCB નો નવો કપ્તાન, આ 3 છે સૌથી મજબૂત દાવેદાર

હિન્દુ એકતા યાત્રા કાઢી રહેલા ધીરેન્દ્ર શાસ્ત્રી પર હુમલો... મોબાઈલ ફોન ફેંકવામાં આવ્યો.

IPL Auction: કોણ છે અલ્લાહ ગજાનફર ? 15 વર્ષીય અફગાનિસ્તાની બોલર પર MI એ ખર્ચ કર્યા 4.80 કરોડ, જાણો કરિયર

Sambhal Violence,સંભલ હિંસાને લઈને મોટો ખુલાસો, સૂત્રોએ જણાવ્યુ - તુર્ક VS પઠાનની લડાઈમાં ભડકી બવાલ, 4 ના મોત

આગળનો લેખ
Show comments