Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં કોરોનાનો તાંડવ: રાજ્યમાં કોરોનાના નવા કેસ 10 હજારને પાર, 100થી વધુ મોત

Webdunia
રવિવાર, 18 એપ્રિલ 2021 (20:22 IST)
ગુજરાતમાં કોરોનાની બીજી લહેરએ ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું છે. દિવસે ને દિવસે નવા રેકોર્ડ સ્થાપિત થતા જાય છે. દરરોજ કોરોના સંક્રમિતોનો આંકડો નવા રેકોર્ડ સ્થાપી રહ્યો છે. શનિવારે કોરોનાના કેસ 9541 નોધાયા હતા. જ્યારે આજે તમામ રેકોર્ડ તોડતાં કોવિડ 19ના 10,340 કેસ નોંધાતા તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. એક તરફ પુરજોશમાં સતત રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે છતા કોઇ પણ પ્રકારે રાજ્યમાં કોરોના બેકાબૂ બન્યો છે. 
 
અત્યાર સુધીમાં 88,80,954 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 14,71,058 વ્યક્તિઓનું બીજા ડોઝની રસી અપાઇ ચુકી છે. આ પ્રકારે કુલ 1,02,88,012 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા. આજે 60 વર્ષથી વધારે વયના તેમજ 45-60 વર્ષનાં કુલ 65,901 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 43,966 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીની કોઇ ગંભીર આડઅસર જોવા મળી નથી. 
 
રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 61,647 એક્ટિવ દર્દી છે, જે પૈકી 329 લોકો વેન્ટિલેટર પર છે અને 61,318 લોકો સ્ટેબલ છે. 3,37,545 લોકોને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યું છે. 5377 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે 110 લોકોનાં દુખદ નિધન થયા છે. 
 
જેમાં અમદાવાદ કોર્પોરેશનના 27, સુરત કોર્પોરેશન 24, રાજકોટ કોર્પોરેશન 9, વડોદરા કોર્પોરેશન 8, જામનગર કોર્પોરેશન 3, ગાંધીનગર કોર્પોરેશન 1, સુરેન્દ્રનગર 7, ગાંધીનગર 4, સુરત 4, ભરૂચ 3, જામનગર 3, બનાસકાંઠા 2, મહેસાણા 2, મોરબી 2, રાજકોટ 2, સાબરકાંઠા 2, વડોદરા 2, અમદાવાદ 1, અરવલ્લી 1, દેવભૂમિ દ્વારકા 1, જુનાગઢ 1, ખેડા 1 એમ આ સાથે કુલ 110 લોકોનાં મોત નિપજ્યાં છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ -

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

આગળનો લેખ
Show comments