rashifal-2026

ગઇકાલ પછી એકપણ નવો પોઝિટિવ કેસ નોંધાયો નથીઃ આરોગ્ય સચિવ જયંતિ રવિ

Webdunia
ગુરુવાર, 2 એપ્રિલ 2020 (13:53 IST)
ગુજરાતના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ કોરોનાની અપડેટ વિગતો આપતા જણાવ્યું છેકે, ગુજરાત માટે રાહતના સમાચાર છેકે ગઇકાલ પછી એકપણ નવો પોઝિટિવ કેસ નોંધાયો નથી. જોકે આગામી 4થી પાંચ દિવસ ગુજરાત માટે મહત્વના છે. ગુજરાતમાં અત્યારસુધીમાં 1789 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 1693 નેગેટિવ આવ્યા છે. જ્યારે 87 ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે અને 9 ટેસ્ટ પેન્ડિંગ છે. 87 પોઝિટિવ કેસમાં 2 દર્દી વેન્ટિલેટર પર છે, 71 દર્દી સ્ટેબલ છે. 7 દર્દી સાજા થયા છે અને 7 દર્દીના મૃત્યુ થયા છે.  રાજ્યમાં  અમદાવાદ હોટસ્પોટ જાહેર થયું છે. અમદાવાદમાં સૌથી વધારે 31 કેસ અને 03 મૃત્યુ નોંધાયા છે. ત્યારબાદ સુરતમાં 12 કેસ અને 1 મૃત્યુ, ગાંધીનગરમાં 11 કેસ, રાજકોટમાં 10 કેસ, વડોદરામાં 09 કેસ અને 1 મૃત્યુ, ભાવનગરમાં 6 કેસ અને 2 મૃત્યુ, પોરબંદરમાં 3 કેસ, ગીર સોમનાથમાં 2 કેસ જ્યારે કચ્છ, મહેસાણા અને પંચમહાલમાં 1-1 કેસ નોંધાયા છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હોળી પર બનાવવું છે માલપુઆ, આ છે શાનદાર વિધિ

Holi Skin Care: ચહેરા પર લગાયેલા રંગને સાફ કરો આ સરળ રીતોથી, શીખો સ્ટેપ બાય સ્ટેપ

Holi Special Dahi Vada- દહીં વડા બનાવવાની રીત

પાણીમાં બેકિંગ સોડા નાખીને પીવાથી શું ફાયદો મળે છે, જાણો તેને ક્યારે અને કેવી રીતે પીવું જોઈએ

ગુજરાતી રેસીપી- ઠંડાઈ (હોળી સ્પેશિયલ ડ્રિંક)

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - એક અમૂલ્ય જીવન

રશ્મિકા મંદાનાના ચેહરા પરથી જોવા મળી લગ્નની રોનક, દુલ્હેરાજા વિજય દેવરકોડાની ખુશી તો જાણે છલકાય રહી છે... જુઓ તસ્વીરો

ગુજરાતી જોક્સ - તાજમહેલ ઉજ્જૈનમાં

VIROSH Wedding : રશ્મિકા મંદાના અને વિજય દેવરકોડાના થયા લગ્ન: સાત જન્મો માટે બન્યા એકબીજાના હમસફર, તેલુગૂ રીતિ-રિવાજોથી થયા લગ્ન

ગુજરાતી જોક્સ - શું બકવાસ છે

આગળનો લેખ
Show comments