Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતીઓ કોરોનાના ભયના ઓથાર હેઠળ, પ્રથમવાર 7 હજારને પાર, એક્ટિવ કેસ 39 હજારને પાર

Webdunia
બુધવાર, 14 એપ્રિલ 2021 (20:19 IST)
ગુજરાતમાં કોરોનાની બીજી લહેરએ ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું છે. દિવસે ને દિવસે નવા રેકોર્ડ સ્થાપિત થતા જાય છે. દરરોજ કોરોના સંક્રમિતોનો આંકડો નવા રેકોર્ડ સ્થાપી રહ્યો છે. છેલ્લા 2 દિવસમાં કોરોનાના કેસ 6,000 નોધાયા હતા. જ્યારે આજે તમામ રેકોર્ડ તોડતાં કોવિડ 19ના 7410 કેસ નોંધાતા તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. એક તરફ પુરજોશમાં સતત રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે છતા કોઇ પણ પ્રકારે રાજ્યમાં કોરોના બેકાબૂ બન્યો છે. 
gujarat corona
અત્યાર સુધીમાં 85,29,083 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 12,03,465 વ્યક્તિઓનું બીજા ડોઝની રસી અપાઇ ચુકી છે. આ પ્રકારે કુલ 97,32,548 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા. આજે 60 વર્ષથી વધારે વયના તેમજ 45-60 વર્ષનાં કુલ 1,18,004 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 39,630 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીની કોઇ ગંભીર આડઅસર જોવા મળી નથી. 
રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 39,250 એક્ટિવ દર્દી છે, જે પૈકી 254 લોકો વેન્ટિલેટર પર છે અને 38,996 લોકો સ્ટેબલ છે. 3,23,371 લોકોને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યું છે. 4995 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે 73 લોકોનાં દુખદ નિધન થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનનાં 24, સુરત કોર્પોરેશન 24, રાજકોટ કોર્પોરેશન 7, વડોદરા કોર્પોરેશન 6, સુરત 1, રાજકોટ 2, સાબરકાંઠા 2, અમદાવાદ 1, અમરેલી 1, ડાંગ 1, ગાંધીનગર 1, જુનાગઢ 1, વડોદરા 1, અને જુનાગઢ કોર્પોરેશનમાં 1 દર્દી સાથે કુલ 73 લોકોનાં મોત નિપજ્યાં છે.

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments