Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોનામાં આયુર્વેદ-હોમીયોપેથી ઉપચાર પદ્ધતિ આર્શિવાદરૂપ, કવોરંટાઇન કરાયેલા ૯૧,૩૪૧ અપનાવી

Webdunia
સોમવાર, 27 એપ્રિલ 2020 (11:57 IST)
કોરોના સંક્રમણથી બચવા ભારતીય પરંપરાગત ચિકિત્સા પધ્ધતિ અપનાવવામાં આવી રહી છે અને તે ખૂબ કારગત સાબિત થઈ રહી છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા ઘરગથ્થુ ઉપચારો તથા આયુર્વેદ અને હોમીયોપેથી દવાઓને વધુને વધુ નાગરિકો પ્રાથમિકતા આપી રહ્યા છે. કોરોના સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓ કે જેમને કવોરંટાઇન કરાયેલા છે તે પૈકી ૯૧,૩૪૧ વ્યકિતઓએ આયુર્વેદ - હોમીયોપેથી ઉપચાર પદ્ધતિ અપનાવી છે. આશ્ચર્યજનક બાબત એ છે કે કવોરંટાઇન વ્યક્તિઓમાં જે ૯૧,૩૪૧ લોકોએ આયુર્વેદ - હોમીયોપેથી ઉપચાર પદ્ધતિ અપનાવી હતી તે પૈકી માત્ર ૧૫ દર્દીઓના જ રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે, જે તમામ ૧૫ દર્દીઓએ ત્રણ દિવસથી પણ ઓછો સમય આ રોગ પ્રતિકારક શક્તિવર્ધક દવાઓનું સેવન કર્યું હતું.
 
નોવેલ કોરના વાયરસ (Covid - 19)નું સંક્રમણ હાલ સમગ્ર વિશ્વમાં વ્યાપી ગયુ છે જેને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા મહામારી જાહેર કરવામાં આવી છે. કોરોના (Covid-19)ના સંક્રમણથી વિશ્વભરની આખી માનવજાત પીડાઈ રહી છે ત્યારે શરીરની કુદરતી રોગ પ્રતિકારક શકિતને વધારવી એ મહત્વપૂર્ણ બાબત બની ગઈ છે. આપણે બધા જાણીએ છીએ કે શ્રેષ્ઠ આરોગ્ય જાળવવામાં Prevention is better than cure એટલે કે બીમાર થયા બાદ સારવાર કરતા પૂર્વ સંભાળ લેવીએ અત્યંત અનિવાર્ય છે. દેશના વડાપ્રધાનએ લોકડાઉન દરમ્યાન ભારતના પ્રજાજનોના આરોગ્યની ચિંતા કરી આયુષ મંત્રાલય સાથે આયુર્વેદ તજજ્ઞો સાથે પરામર્શ કરી ભારતીય પરંપરાગત ચિકિત્સા પધ્ધતિ સૂચવેલા ઘરગથ્થુ ઉપચારો કરવા તથા આયુર્વેદ ચિકિત્સા પધ્ધતિથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે ઉપાયો સૂચવ્યા છે જેનો મહત્તમ ઉપયોગ કરવા આરોગ્ય અગ્ર સચિવ ડૉ.જયંતિ રવિએ જણાવ્યું છે. 
 
ગુજરાત સરકારના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત આવેલ આયુષ પ્રભાગ દ્વારા આયુર્વેદ અને હોમીયોપેથીના નિષ્ણાંતોની મદદ લઈને આરોગ્ય વિભાગના અગ્ર સચિવ શ્રી ડૉ.જયંતિ રવિ સાથે પરામર્શ કર્યા બાદ આયુષની માર્ગદર્શિકા તૈયાર કરી પ્રસિધ્ધ કરાઈ છે. ડૉ.રવિએ ઉમેર્યું કે, કોરોના સંક્રમણથી બચવા રોગ પ્રતિકારક શકિત વધારવી એ જ ઉત્તમ ઔષધ અને શ્રેષ્ઠ ઉપચાર છે. રાજ્યમાં દોઢ મહિનામાં ૧.૧૮ કરોડ ઉકાળા, ૩.૦૮ લાખ શમશમવટી અને ૮૨.૭૧ લાખ આર્સેનીકમ આલ્બમ -૩૦ પોટેન્સી હોમિયોપેથી દવાઓનું વિતરણ કરાયું છે.
 
આયુર્વેદના રોગ પ્રતિરોધક અમૃતપેયનું તમામ સરકારી આયુર્વેદ દવાખાના ,હોસ્પીટલ દ્વારા વિતરણ કરવામાં આવી રહ્યુ છે. દોઢ મહિનામાં આજ સુધીમાં ૧,૧૮,૩૭,૦૧૦ લાભાર્થીઓને ઉકાળા અને ૩૦,૦૮,૦૨૮ લાભાર્થીઓને શમશમવટીનો લાભ અપાયો છે. એ જ રીતે હોમીયોપેથીની રોગપ્રતિરોધક ઔષધ આર્સેનિકમ આલ્બમ-૩૦ પોટેન્સી દવાનો તમામ સરકારી હોમીયોપથી દવાખાના/હોસ્પીટલ દ્વારા ૮ર,૭૧,૪૪૭ લાભાર્થીઓને લાભ અપાયો છે.
 
આયુર્વેદ-હોમીયોપેથી મેડીકલ ઓફીસર દ્વારા covid-19 અંતર્ગત વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા આરોગ્ય વિભાગ, પોલીસ ખાતા, કલેકટર કચેરી, વિવિધ વહીવટી કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારી / કર્મચારીઓની રોગ પ્રતિરોધક શક્તિ વધારવા અમૃતપેય ઉકાળા અને હોમીયોપેથીની રોગપ્રતિરોધક ઔષધ - આર્સેનિકમ આલ્બમ -૩૦નું સ્થળ પર જઈને વિતરણ કરવામાં આવી રહ્યું છે. 
 
રાજય સરકારના પ૬૮ આયુર્વેદ દવાખાના, ૩૮ આયુર્વેદ હોસ્પીટલ અને ૨૭૨ હોમીયોપેથી દવાખાનામાં ઉપલબ્ધ છે આ દવાખાના/હોસ્પીટલ કયાં આવેલ છે તેની જાણકારી માટે હેલ્પલાઈન નંબર ૧૦૪ ઉપરથી જાણી શકશો તથા ગુજરાત રાજયની વેબસાઈટ https://ayush.gujarat.gov.in/index.htm ઉપરથી પણ મેળવી શકાશે. આ ઉપરાંત રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આયુષ મંત્રાલયની ગાઈડલાઈન અનુસાર ઉકાળા-શમશમવટીનો ઉપયોગ વધારવા નાગરિકોને અપીલ કરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments