Webdunia - Bharat's app for daily news and videos

Install App

બે દિવસ ઠંડી રહેશે ત્યાર બાદ ક્રમશ ઘટાડો થશે, 5.8 ડિગ્રી સાથે નલિયામાં સૌથી વધુ ઠંડી

Webdunia
બુધવાર, 12 જાન્યુઆરી 2022 (10:11 IST)
કોલ્ડ વેવની અસરથી અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમા ઠંડીનો પારો 14 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. જેને કારણે સમગ્ર રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું હતું . આગામી બે દિવસ રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેશે, ત્યારબાદ ક્રમશ ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અમદાવાદમાં વહેલી સવારથી બપોર સુધી ઠંડા પવનનું જોર યથાવત રહ્યું હતુું. બપોર પછી ઠંડા પવનનું જોર ઘટતાં અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 3.9 ડિગ્રી ગગડીને 23.8 ડિગ્રી અને લઘુુતમ તાપમાન સામાન્ય કરતાં 1.6 ડિગ્રી ગગડીને 10.6 ડિગ્રી નોંધાતા ઠંડીમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો. ઠંડા પવનની અસર રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો 5થી 14 ડિગ્રીની આસપાસ નોંધાયો હતો. સમગ્ર રાજ્યમાં 5.8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું હતું. આગામી બેથી ત્રણ દિવસો દરમિયાન રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

સંબંધિત સમાચાર

Rose Plant-ગુલાબ ના છોડ ની માવજત કેવી રીતે કરવી જાણો 3 હેક્સ

શુ તમને પેશાબમાં થઈ રહી છે બળતરા, 5 લક્ષણ દેખાતા જ અપનાવો આ 3 ઉપાય, નહી તો તમારી કિડની સડી જશે

જો બાળક સવારે શાળા માટે વહેલું ન જાગતું હોય તો આ કામ કરો

મોરૈયો શેનો બને? જાણો તેના ફાયદા વિશે

Bodh varta in gujarati- કોઈ પણ કામને બોજ ન માનવા

સુનીલ શેટ્ટીએ જમાઈ કેએલ રાહુલને ખાસ અંદાજમાં કર્યુ બર્થડે વિશ, બોલ્યા હુ બતાવી નથી શકતો કે..

આમિર ખાન પછી હવે એક્ટર રણવીર સિંહ વીડિયો વાયરલ - પોલીટિકલ પાર્ટીને સપોર્ટ કરતા જોવા મળ્યા, ચૂંટણી પહેલા ચાલી રહ્યુ છે ફેક પ્રમોશન

ED એ શિલ્પા શેટ્ટીનો ફ્લેટ કર્યો જપ્ત, રાજ કુંદ્રનો બંગલો અને શેયર પણ સામેલ, મની લૉંડ્રિંગ કેસમાં 97 કરોડની પ્રોપર્ટી અટેચ

World Heritage Day- મોઢેરાનું સૂર્યમંદિર, વડનગર, ઉનાકોટી રોક-કટ મૂર્તિઓને મળ્યુ વર્લ્ડ હેરિટેજમાં સ્થાન

'લતા દીનાનાથ મંગેશકર' એવોર્ડથી સન્માનિત થશે અમિતાભ બચ્ચન, આ કારણે આપવામાં આવી રહ્યો છે આ પુરસ્કાર

આગળનો લેખ
Show comments