Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગાંધીનગરમાં સંસ્કૃતિ કુંજ ખાતે ભૂપેન્દ્ર પટેલ આજે વસંતોત્સવનું ઉદ્ઘાટન કરશે; સુર, સંગીત અને કલાનો સુભગ સમન્વય થશે

Webdunia
સોમવાર, 14 માર્ચ 2022 (10:04 IST)
પાટનગરનો કલા રસિક વર્ગ જેની આતૂરતાપૂર્વક રાહ જોતો હોય છે, તેવા ગાંધીનગરની ઓળખ સમા વસંતોત્સવને રાજ્યનાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ખુલ્લો મુકશે. તા. 14 માર્ચ 2022નાં રોજ સાંજે સાત વાગ્યે ખુલ્લો મુકવામાં આવશે.

વસંતોત્સવ વર્ષ 1996થી ગાંધીનગરનાં સંસ્કૃતિ કુંજ ખાતે યોજવામાં આવતો સાંસ્કૃતિક લોકઉત્સવ છે. જેમાં ભારતનાં અને રાજ્યનાં વિવિધ જાણીતા લોક નૃત્યો રજુ કરવામાં આવે છે. આ ઉપરાંત ગુજરાતની લુપ્ત થઈ રહેલી નટ-બજાણીયા, બહુરૂપી જેવી લોકકળા કલા તેમજ ઉત્તર ગુજરાતનાં વિવિધ લોકનૃત્યો અને લુપ્ત થઈ રહેલા વાદ્યો દ્વારા સંગીત રજુ કરવામાં આવે છે.

આ પ્રસંગે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિ રહેશે. જ્યારે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગનાં અગ્ર સચિવ અશ્વિનીકુમાર ખાસ ઉપસ્થિત રહેશે. આ વર્ષે વસંતોત્સવ 2022માં ભારતનાં 10 રાજ્યો દ્વારા વિવિધ સાંસ્કૃતિક જાણીતા લોક નૃત્યો રજૂ કરવામાં આવશે. જેમાં પ્રથમ પાંચ દિવસ રાજસ્થાન, હરિયાણા, છત્તીસગઢ, ઓરિસ્સા, જમ્મુ અને કાશ્મીર રાજ્ય દ્વારા તેમજ દ્વિતિય પાંચ દિવસ પંજાબ, સિક્કિમ, આસામ, પશ્ચિમ બંગાળ અને મણીપુર રાજ્ય દ્વારા અલગ-અલગ જાણીતા પ્રાદેશિક નૃત્યોની પ્રસ્તૃતિ કરવામાં આવશે.ગુજરાતનાં જાણીતા શાસ્ત્રીય નૃત્યનાં કલાકારો અને વૃંદ દ્વારા ગણેશ વંદના, વિવિધ પ્રસિધ્ધ ગૃપ દ્વારા પરંપરાગત નૃત્યોની પ્રસ્તુતિ, રાજ્ય સરકાર દ્વારા આયોજીત થતી નવરાત્રિ સ્પર્ધામાં પ્રાચીન, અર્વાચીન ગરબા અને રાસની સ્પર્ધામાં પ્રથમ, દ્વિતિય અને તૃતિય ક્રમે વિજેતા થનાર વૃંદ દ્વારા પ્રસ્તુતિ તથા તૂરી-બારોટ સમાજના મંડળો દ્વારા વિવિધ વિસરાતા લોકનૃત્યોની પ્રસ્તુતિ અને આદિજાતી ગૃપ દ્વારા વિવિધ આદિવાસી નૃત્યોની પ્રસ્તુતિ કરવામાં આવશે. આ ઉપરાંત દરરોજ ગુજરાતી લોકસંગીતના રત્નો સમાન ગુજરાતના સુવિખ્યાત ગાયક કલાકારો દ્વારા લોકગીત રજૂ કરવામાં આવશે. જેમાં પ્રથમ દિવસે તા.14મી માર્ચના રોજ વસંતોત્સવનાં પ્રથમ દિવસે આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત ગુજરાતી લોકસંગીતનાં ખ્યાતનામ કલાકાર ઓસમાણ મીર દ્વારા લોકગીતોની રમઝટ બોલાવવામાં આવશે.કોવિડ મહામારીને કારણે ઉત્સવ/મેળા યોજાયા નહોતા. વસંતોત્સવ -2022નું આયોજન રાજ્યની ઉત્સવ પ્રિય જનતા માટે ખાસ બની રહેશે.

સંસ્કૃતિ કુંજ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ દેશી હાટની શૈલીમાં ઉભા કરાયેલા સ્ટોલમાં હસ્તકલાનાં કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલ કલાત્મક ચીજ વસ્તુઓનુ પ્રદર્શન અને વેચાણ કરવામાં આવનાર હોય પાટનગરની જનતા પોતાની રૂચી પ્રમાણે વિસરાતી કલાત્મક વસ્તુઓની ખરીદી પણ કરી શકશે અને ખાણીપીણી બજારમાં ગુજરાતની અવનવી વિવિધ પ્રાંતની વાનગીઓનો સ્વાદ પણ માણી શકશે. આ વખતે વસંતોત્સવમાં પોટ્રેટ રંગોળી અને રેત શિલ્પનાં કલાકારો દ્વારા દરરોજ નવીનતમ વિષય સાથે રેત શિલ્પનું સર્જન પાટનગરની કલારસિક પ્રજા માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. સંસ્કૃતિ કુંજ ખાતે આયોજીત વસંતોત્સવમાં પ્રવેશ બપોરે 2 વાગ્યાથી મેળવી શકાશે. જ્યારે સાંસ્કૃતિક કાર્યક્રમ સાંજે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ચાલશે. રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિ વિભાગના માર્ગદર્શન અને કમિશનર યુવક સેવા સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરીના સંકલનથી યોજાતા કાર્યક્રમમાં પશ્ચિમ ક્ષેત્ર સાંસ્કૃતિક કેન્દ્ર વેસ્ટર્ન ઝોન કલ્ચરલ સેન્ટર, ઉદેપુરનો પણ સહયોગ હોય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Vaishno Devi- વૈષ્ણોદેવી જતા ભક્તો માટે મહત્વના સમાચાર! હવે આ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે નહીં

IPL 2025 Mega Auction: ભુવનેશ્વર કુમાર IPLમાં અમીર બન્યો, આ નવી ટીમને મળ્યો સપોર્ટ

IPL 2025 Mega Auction: - CSK માં સેમ કરન પરત ફર્યા, આટલા કરોડ રૂપિયા મળ્યા

25 લાખની લાંચ માંગી, કપડાં ઉતાર્યા… સુસાઈડ નોટમાં મહિલા વેપારીએ ડીએસપી પર ગંભીર આક્ષેપો કર્યા

IPL 2025 Mega Auction-બીજા દિવસે 493 ખેલાડીઓ પર બિડિંગ થશે

આગળનો લેખ
Show comments