Webdunia - Bharat's app for daily news and videos

Install App

તિસ્તા સેતલવાડ સહિતના આરોપીઓ સામે ચાર્જફ્રેમ પ્રક્રિયા હાથ ધરાઈ

Webdunia
સોમવાર, 8 મે 2023 (15:28 IST)
ગુજરાતનાં 2002નાં રમખાણો બાદ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ગુજરાતને બદનામ કરવાનો પ્રયાસ કરનાર તિસ્તા સેતલવાડ, પૂર્વ DGP આર.બી. શ્રીકુમાર અને પૂર્વ IPS ઓફિસર સંજીવ ભટ્ટ સામે SITની તપાસ ચાલી રહી છે. ત્યારે કેસના મુખ્ય આરોપી તિસ્તા સેતલવાડ અને અન્ય આરોપીઓ સામે ચાર્જફ્રેમની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

આ મામલે તિસ્તા સેતલવાડ આજે સેશન્સ કોર્ટમાં ઉપસ્થિત રહ્યાં હતાં. શ્રીકુમારે આજે ડિસ્ચાર્જ અરજી કરી છે. આ કેસમાં અગાઉ અનેક વખત મુદત પડી ચૂકી છે. વકીલએ જણાવ્યું હતું કે, આજે આરોપી નંબર બે જે શ્રીકુમાર છે, તેઓ દ્વારા આજે ડિસ્ચાર્જ અરજી આપવામાં આવી છે. એમનું એવું કહેવું છે કે, અમારી સામે કોઈ કેસ બનતો નથી. ખોટી રીતે અમારી પર ચાર્જશીટ કરવામાં આવી છે. વધુ હિયરિંગ 22 મેના રોજ રાખવામાં આવ્યું છે.


આરોપી નંબર એક તિસ્તા સેતલવાડ છે તેમના તરફથી CRPC સેક્શન 207 અને 208 હેઠળ જે કોઈ ડોક્યુમેન્ટ ઉપર પ્રોસિક્યુશન રિલાઇ કરતા હોય અને કોઈ ડોક્યુમેન્ટ ઉપર રિલાઇ ન કરતા હોય એવા પણ ડોક્યુમેન્ટ પ્રોવાઇડ કરવા જોઈએ, એવી અરજી તિસ્તા સેતલવાડ તરફથી આપવામાં આવી છે.આજે સેશન્સ કોર્ટમાં ચાર્જફ્રેમ પ્રક્રિયામાં સતત ગેરહાજર રહેનાર આર.બી શ્રીકુમારે ડિસ્ચાર્જ અરજી ફાઈલ કરીને પોતાને દોષમુક્ત કરવા માગ કરી હતી. તેમના દ્વારા રજૂઆત કરાઈ હતી કે તેમની સામે કોઈ કેસ બનતો નથી. પૂર્વગ્રહ રાખીને તેમની સામે ફરિયાદ થઈ છે.તિસ્તા સેતલવાડ તરફથી CRPCની કલમ 307 અને 308 અંતર્ગત પુરાવારૂપે અન્ય ડોક્યુમેન્ટ સ્વીકારાય તેવી કોર્ટમાં અરજી કરવામાં આવી છે. આરોપીને પોતાનો પક્ષ રજૂ કરવાનો હક હોવાનો અરજીમાં ઉલ્લેખ કરાયો છે. તિસ્તા સેતલવાડની અરજી પર આગામી 22 મેએ સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments