Webdunia - Bharat's app for daily news and videos

Install App

CBSE 12th Exam -વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખતા CBSE 12માની પરીક્ષાઓ થઈ રદ્દ

પીએમ મોદીની બેઠકમાં થયો નિર્ણય

CBSE 12th Exam -વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખતા  CBSE 12માની પરીક્ષાઓ થઈ રદ્દ
Webdunia
મંગળવાર, 1 જૂન 2021 (19:54 IST)
CBSE 12th Exam 2021 Live Updates : 12 ની બોર્ડની પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. મંગળવારે સાંજે પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં તેમને તમામ રાજ્યો અને હિતધારકો તરફથી મળેલા સૂચનો અને વિસ્તૃત ચર્ચા-વિચારણાથી બહાર આવેલા વિવિધ વિકલ્પો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. વીડિયો કોન્ફરન્સિંગ બેઠકમાં કેન્દ્રીય પ્રધાન અમિત શાહ, પ્રકાશ જાવડેકર, પિયુષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, નિર્મલા સીતારમણ ઉપસ્થિત રહ્યા હતા. આ સિવાય કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના ઘણા વરિષ્ઠ અધિકારીઓએ પણ તેમાં ભાગ લીધો હતો
 
સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બેઠકમાં વડાપ્રધાન સમક્ષ પરીક્ષા યોજવાને લગતા તમામ વિકલ્પ રજૂ કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકારો અને CBSE બોર્ડ સાથે લાંબી ચર્ચા વિચારણા બાદ તૈયાર કરવામાં આવ્યા હતા. આ અગાઉ શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક આજે બોર્ડ પરીક્ષા અંગે કોઈ નિર્ણય લેવાના હતા, પણ તેમની તબિયત બગડતા AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે. 
 
23 મી મેના રોજ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક બાદ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ડો. રમણ પોખરિયાલ નિશંકે કહ્યુ  હતુ કે   12 મા બોર્ડની પરીક્ષાઓ અંગે બે દિવસમાં નિર્ણય લેવામાં આવશે આ ઉપરાંત કેન્દ્ર સરકારે પણ સોમવારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે બે દિવસની અંદર પરીક્ષાને લઈને નિર્ણય લેવામાં આવશે.  આ ઉપરાંત રાજ્યોએ પણ પરીક્ષાઓના સંચાલન અંગેના તેમના સૂચનો શિક્ષણ મંત્રાલયને મોકલ્યા છે. એટલે કે, ફક્ત સીબીએસઈ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના નિર્ણયની રાહ જોઈ રહ્યા છીએ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હિતેન કુમાર અને કાજલ ઓઝા વૈદ્ય દ્વારા અભિનિત ગુજરાતી ફિલ્મ ‘તારો થયો 17 જાન્યુઆરીએ રીલિઝ થશે

Baidyanath Jyotirlinga Temple- વૈદ્યનાથ જ્યોતિર્લિંગ

ગુજરાતી જોક્સ - લંડનમાં કામ કરે છે

ગુજરાતી જોક્સ - સારું ભોજન મળશે

ગુજરાતી જોક્સ - કંજૂસ મિત્રો

વધુ જુઓ..

નવીનતમ

રામાયણની વાર્તા - લક્ષ્મણજી 14 વર્ષ સુધી ઉંઘ્યા નથી

mutton nihari - ઘરે કેવી રીતે બનાવીએ દિલ્હીની પ્રખ્યાત મટન નિહારી

Gota Patti Sarees : આ Festive Season માટે છે એક પરફેક્ટ ચૉઈસ

મૃત્યુ પછી મૃત વ્યક્તિના મોંમાં સોનું શા માટે મૂકવામાં આવે છે?

1964 Cyclone- જ્યારે આખી ટ્રેન, 200 મુસાફરો અને 5 કર્મચારીઓ દરિયામાં ડૂબી ગયા.

આગળનો લેખ
Show comments