નવરચના સ્કૂલના પ્રિન્સિપાલને નવરચના યુનિવર્સિટી અને શાળાઓને બોંબથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેઈલ મળ્યો હતો. ઈમેઇલમાં પાઈપલાઈનમાં બોંબ મુક્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પોલીસનાં જણાવ્યા મુજબ શાળાને શુક્રવારે સવારે 4 વાગ્યે કેમ્પસને ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મળ્યો હતો,
સ્કૂલના પ્રિન્સપાલને નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ઈમેલ મોકલવામાં આવ્યો હતો. જેની જાણકારી પોલીસને કરાતાં BDSની ટીમની સ્કૂલ, યુનિવર્સિટીમાં સઘન તપાસ ચાલી રહી છે. સ્કૂલ, યુનિવર્સિટીમાં બોંબ સ્ક્વોર્ડે ચેકિંગ હાથ ધર્યું છે. નોંધનીય છે કે, જે સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે તેમાં નવરચના યુનિવર્સિટી, સમા ઇન્ટરનેશનલ સ્કૂલ અને નવરચના વિદ્યાની વિદ્યાલયનો સમાવેશ થાય છે. ધમકી ભર્યો ઈમેલ મળતા શાળાના સત્તાવાળાઓએ તરત જ વાલીઓને જાણ કરી અને વિદ્યાર્થીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે રજા જાહેર કરી.
બોમ્બની ધમકીની સૂચના મળતાં બોમ્બ સ્કવૉડ અને પોલીસ ટુકડી ઘટનાસ્થળે ધસી આવી હતી અને તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી હતી. જોકે હાલમાં પણ તપાસ ચાલી રહી છે અને બોમ્બની ધમકી વચ્ચે બાળકોને તાત્કાલિક સ્કૂલમાંથી રજા આપી દેવામાં આવી હોવાની માહિતી મળી રહી છે. જે જે સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે તેમાં નવરચના યુનિવર્સિટી, સમા ઇન્ટરનેશનલ સ્કૂલ અને નવરચના વિદ્યાની વિદ્યાલયનો સમાવેશ થાય છે.