Webdunia - Bharat's app for daily news and videos

Install App

Loksabha Election 2024 - લોકસભા ચૂંટણીમાં 26 બેઠકો જીતવા ભાજપની રણનીતિ, સીએમ અને પાટીલ જિલ્લાઓમાં પ્રવાસ કરશે

Webdunia
બુધવાર, 12 એપ્રિલ 2023 (14:18 IST)
ગુજરાત સરકારે છેલ્લા 100 દિવસમાં કયા કામ કર્યાં તેની જાહેરાતો શરુ કરી દીધી 
કેટલાક જિલ્લાઓમાં નવા પ્રમુખોની નિમણૂંક કરી દેવામાં આવી
 
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખીયો જંગ ખેલાયો હતો. જેમાં ભાજપે 156 બેઠકો મેળવીને રેકોર્ડબ્રેક જીત મેળવી હતી. ત્યારે હવે આગામી સમયમાં યોજાનાર લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. 2024ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો પર જંગી લીડથી વિજય મેળવવા હવે ભાજપે કમરકસી છે. ગુજરાત સરકારે છેલ્લા 100 દિવસમાં કયા કામ કર્યાં તેની જાહેરાતો શરુ કરી દીધી છે. 
 
સીએમ ભૂપેન્દ્ર પટેલ 33 જિલ્લાનો પ્રવાસ કરશે
ભાજપે ગુજરાતના સંગઠનમાં પણ અનેક ફેરફારો કર્યાં છે. કેટલાક જિલ્લાઓમાં નવા પ્રમુખોની નિમણૂંક કરી દેવામાં આવી છે. બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ 33  જિલ્લાઓનો પ્રવાસ કરશે. પ્રદેશ ભાજપ અધ્યક્ષના વન ડે વન ડિસ્ટ્રિક કાર્યક્રમની સફળતા બાદ આ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. લોકસભાની તમામ 26 બેઠક પર વિક્રમી લીડ મેળવવાની રણનીતિના એક ભાગ રૂપે જિલ્લાનો પ્રવાસ કરાશે.
 
કોંગ્રેસે આદિવાસી સમાજનો મત માટે ઉપયોગ કર્યો
ગઈ કાલે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે અનુ.જાતિ મોરચાની પ્રદેશ કારોબારી બેઠકમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણીમાં આપણો ટાર્ગેટ છે કે દરેક બેઠક પાંચ લાખ મતોથી જીતવાની છે. વિઘાનસભાની બે બેઠકો દાંતા અને ખેડબ્રહ્મા હારી ગયા તેનો અફસોસ છે. નવા ચૂંટાયેલા ધારાસભ્યઓ દ્વારા આદિવાસી સમાજને કેન્દ્ર અને રાજય સરકારની દરેક યોજનાનો લાભ મળે તે માટે પ્રયાસ કરવામાં આવે. કોંગ્રેસે આજદીન સુઘી મહત્વના પદ પર આદિવાસી સમાજને જવાબદારી આપી નથી. કોંગ્રેસે આદિવાસી સમાજનો ઉપયોગ ફકત મતદાર તરીકે કર્યો છે. લોકસભા ચૂંટણીમાં પાર્ટીના ઉમેદવારને જંગી મતોથી જીતાડવા પ્રયાસ કરજો.
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - પ્રેસ રિપોર્ટર

ગુજરાતી જોક્સ - ત્રણ વાગ્યે પ્લમ્બરને ફોન

ગુજરાતી જોક્સ - "ડૉક્ટર પાર્ટીમાં ગયા

ગુજરાતી જોક્સ - બેંક કેમ ન લૂંટી

ગુજરાતી જોક્સ - નાગ પાંચમ

વધુ જુઓ..

નવીનતમ

Vasant Panchami 2025-પીળી સાડીથી લઈને અનારકલી સૂટ સુધી, આ આકર્ષક ડિઝાઇનર ડ્રેસ સંપૂર્ણ છે

Moral Story- 19 ઉંટની વાર્તા

આલિયા ભટ્ટને ટામેટાંનું શાક ગમે છે, તમે પણ મસાલેદાર શાક ટ્રાય કરો.

ગાંધી નિર્વાણ દિન - કેવો વીત્યો હતો મહાત્મા ગાંધીનો એ અંતિમ દિવસ 30 જાન્યુ.?

શા માટે લગ્નમાં વર-કન્યા એકબીજાને વરમાળા પહેરાવે છે, શું તમે જાણો છો આ રિવાજ પાછળનું કારણ?

આગળનો લેખ
Show comments