Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફોઈના દિકરાએ જ સગીરાને હવસનો શિકાર બનાવી

ફોઈના દિકરાએ જ સગીરાને  હવસનો શિકાર બનાવી
Webdunia
સોમવાર, 4 એપ્રિલ 2022 (17:24 IST)
ગુજરાતમાં મહિલાઓ સાથે અત્યાચારની ઘટનાઓ દિવસો દિવસ વધતી જઈ રહી છે.  દુખની વાત એ છે કે આ અત્યાચાર એ જ લોકો કરે છે જેના પર અત્યાચારનો ભોગ બનેલી વ્યક્તિ કે તેનો પરિવાર વિશ્વાસ કરતા હોય. હવે આ એક મોટો પ્રશ્ન છે કે શુ હવે દિકરીઓને સગાઓ પર પણ વિશ્વાસ ન કરવાની શીખ આપવી શરૂ કરુ દેવી જોઈએ ? આવી જ એક ઘટના જસદણ તાલુકાના ભંડારિયા ગામમાં એક વાડીમાં રહી ખેતમજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના પરિવાર સાથે બની છે. પરિવારની સગીરાને તેના ફઈના દીકરાએ જ હવસનો શિકાર બનાવી દુષ્કર્મ ગુજાર્યું હતું. ગઈકાલે સગીરાને અચાનક પેટમાં દુખાવો ઊપડતાં સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
 
આ દુષ્કર્મના બનાવમાં સગીરા સાથે તેના ફઈના દીકરાએ જ શરીરસંબંધ બાંધી લીધાનું સામે આવ્યું હતું. ગઇકાલે 15 વર્ષની એક સગીરાને પેટના દુખાવાની ફરિયાદ સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. અહીં લાવવામાં આવતાં ઝનાના વિભાગમાં સારવાર દરમિયાન સગીરાના પેટમાં ત્રણ માસનો ગર્ભ હોવાનું જણાયું હતું. બાદમાં સગીરાની પૂછપરછમાં એવી વિગતો ખૂલી હતી કે તે હાલ જસદણના ભંડારિયા ગામની વાડીમાં માતા-પિતા સાથે રહે છે. ત્રણેક મહિના પહેલાં તેના ફઈ વતન મધ્યપ્રદેશ લઈ ગયાં હતાં.
 
હોળીના તહેવાર પર તે વતનમાં ગયા બાદ ફરી જસદણના ભંડારિયા ગામમાં પોતાના માતા-પિતા પાસે પરત ફરી હતી. પરંતુ ગઈકાલે અચાનક દુઃખાવો થતા પ્રથમ સરધાર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અહીં તેને ત્રણ માસનો ગર્ભ હોવાનું જણાયું હતું. સગીરાએ ભાડલા પોલીસને નિવેદન આપતા જણાવ્યું હતું કે, તેના ફઇના સગીર વયના દીકરાએ તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. આથી ભાડલા પોલીસે જરૂરી કાગળો કરી જે વિસ્તારમાં બનાવ બન્યો તે વિસ્તારના પોલીસ મથકમાં જાણ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

રોજ આ સમયે કરશો ડિનર તો મળશે 7 કમાલના ફાયદા, દૂર થઈ જશે શરીરની અનેક પરેશાનીઓ

રોજની આ 5 ભૂલો Vagina ને નુકસાન પહોંચાડે છે, મહિલાઓએ તેને કરવાનું ટાળવું જોઈએ

જલજીરા શિકંજી

છત્રપતિ સંભાજી મહારાજનું નામ 'છાવા' કેવી રીતે પડ્યું? જાણો રસપ્રદ વાર્તા

છોકરાઓના નામ રામના નામ પર

વધુ જુઓ..

નવીનતમ

આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના ઘરે આવી નાનકડી પરી, સુનીલ શેટ્ટી બન્યા નાના

ભારતનું આ સુંદર હિલ સ્ટેશન, જ્યાં માત્ર 24 ઘર અને 4 દુકાનો છે

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

આગળનો લેખ
Show comments