Webdunia - Bharat's app for daily news and videos

Install App

વધુ એક નબીરાનો અમદાવાદમાં અકસ્માત, નશામાં ધૂત નબીરાએ અકસ્માત સર્જી

Webdunia
ગુરુવાર, 27 જુલાઈ 2023 (11:32 IST)
BMW car accident

 

વધુ એક નબીરાનો અમદાવાદમાં અકસ્માત- અમદાવાદમાં વધુ એક નબીરાએ અકસ્માત સર્જયો, BMW કારચાલકે સરકારી મિલકતને નુકસાન પહોંચાડ્યું
 
Ahmedabad News: અમદાવાદમાં છેલ્લા કેટલાય દિવસથી અકસ્માતની ઘટના બની રહી છે તેમા પણ ઈસ્કોન બ્રિજની અકસ્માતની ઘટના હજૂ ભૂલાણી નથી ત્યારે શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના બની હતી જેમા એક કાર ચાલકે BMWથી અકસ્માત સર્જયો છે. આ ઘટના ગઈકાલે મોડી રાત્રે બની હતી. શહેરમાં નબીરાઓ બેફામ બન્યા હોય તેમ ગઈકાલે સેટેલાઈટ વિસ્તારમાં વધુ એક નશામાં ધૂત નબીરાએ અલગ-અલગ જગ્યાએ કારને અથડાવી હતી અને અકસ્માત સર્જીને સરકારી મિલકતને નુકસાન પહોંચાડ્યું હતું. 
BMW car accident

સુત્રોમાંથી મળતી માહિતી મુજબ કાર ચાલકનું નામ કમલેશ બિશ્નોઈ જાણવા મળ્યુ હતું અને આ અકસ્માતનો વિડીયો પણ સામે આવ્યો છે. હાલ આ ઘટનાને પગલે સેટેલાઈટ પોલીસ દ્વારા BMW કારના ચાલક કમલેશ બિશ્નોઈની અટકાયત કરવામાં આવી છે. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.અમદાવાદ શહેરમાં અકસ્માતોની જાણે વણજાર શરૂ થઈ હોય તેવી સ્થિતિ છે. પોલીસ દ્વારા અલગ અલગ ડ્રાઈવ અને વ્યવસ્થા કરવાની વાતો કરવામાં આવે છે. પરંતુ પીધેલા લોકો ગમે ત્યાંથી નીકળી જાય છે અને આવું જ ગઈકાલે રાતે બન્યું.

અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાંથી બીએમડબલ્યુ લઈને નીકળેલો એક યુવક સેટેલાઈટ તરફ આગળ વધ્યો અને તે માણેકબાગ પહોંચે તે પહેલાં રસ્તામાં તેણે ઘણી જગ્યાએ પોતાની કાર અથડાવી હતી. પરંતુ માણેકબાગ પાસે તેમની કાર ધડાકાભેર રેલિંગ સાથે અથડાઈને રોકાઈ ગઈ હતી.મોડીરાતે થયેલો અકસ્માત હોવાથી રસ્તા પર ખૂબ ઓછા લોકો હતા. પરંતુ અકસ્માત થતા આસપાસના લોકો ભેગા થયા હતા ત્યારે કારની અંદર ચિક્કાર દારૂ પીધેલો યુવક બહાર આવ્યો અને તેને જરા પણ ભાન ન હોય તેવી સ્થિતિ હતી.

આ બનાવ બન્યો ત્યારે આસપાસના લોકોએ વીડિયો પણ ઉતાર્યો હતો અને સ્થાનિક પોલીસને જાણ કરતાં પોલીસ ત્યાં પહોંચી હતી. પોલીસને જાણવા મળ્યું કે, આ વ્યક્તિનું નામ કમલેશ બિશ્નોઈ છે અને મણિનગરનો રહેવાસી છે. આ અંગે સેટેલાઈટ પોલીસે તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે વસ્ત્રાપુર પોલીસે પણ આરોપી સામે ગુનો નોંધ્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ચિયા સીડ્સ સવારે હુંફાળા પાણીમાં ભેળવીને ખાલી પેટ પીશો તો ઝડપથી ઘટશે વજન, ડાયાબીટીસ પણ થશે કંટ્રોલ

જ થી શરૂ થતા છોકરીના નામ |

Monsoon Tips - ચોમાસામાં તુલસી રામબાણ તરીકે કરે છે કામ, આ સ્વાસ્થ્ય સમસ્યાઓમાં આપશે રાહત

વજન ઉતારવા માટે છાલટાવાળી મગની દાળ છે અસરકારક, થોડાક જ મહિનામાં પિગળી જશે ચરબી, જાણો કેવી રીતે કરશો સેવન

Monsoon Tips- ખૂબ કામના છે આ 4 ટિપ્સ માનસૂનના સમયે ફ્લોરની સફાઈમાં પરેશાની નહી થશે

વધુ જુઓ..

નવીનતમ

સામૂહિક લગ્નમાં નવા યુગલોને આશીર્વાદ આપવા પહોંચ્યો અંબાણી પરિવાર, જોવા મળ્યો રોયલ અંદાજ

વિશ્વ જોક્સ દિવસ - વાયરલ જોક્સ - સંબંધીઓ

Rhea Chakraborty Birthday : રેડિયો જોકીના રૂપમાં શરૂ કર્યુ હતુ કરિયર, વિવાદો સાથે રહ્યો છે સંબંધ

Monsoon Tourist Places: ઓગસ્ટમાં ફરવા માટે બેસ્ટ છે આ પ્લેસ, કપલ જરૂર બનાવે અહીંનો પ્લાન

હિના ખાનને સ્ટેજ 3 બ્રેસ્ટ કેન્સર, અભિનેત્રીએ કહ્યું- 'આપ સૌના દુઆઓની જરૂર'

આગળનો લેખ
Show comments