Webdunia - Bharat's app for daily news and videos

Install App

અરબી સમુદ્રમાં પકડાયા 10 પાકિસ્તાની, બોટ દ્વારા ભારતીય હદમાં પ્રવેશી રહ્યા હતા

Webdunia
રવિવાર, 9 જાન્યુઆરી 2022 (16:04 IST)
પાકિસ્તાન પોતાની આદતોથી બાજ નથી આવી રહ્યુ. ભારતીય કોસ્ટ ગાર્ડે રવિવારે પોરબંદરમાં દસ પાકિસ્તાનીઓને ભારતીય જળસીમામાં પકડી પાડ્યા હતા અને શનિવારે રાત્રે અરબી સમુદ્રમાં પોતાના ઓપરેશન   દરમિયાન કોસ્ટ ગાર્ડ શિપ 'અંકિત'એ પાકિસ્તાની બોટ 'યાસીન'ને અટકાવ્યા બાદ આ બધું બન્યું હતું. આ બોટમાં ક્રૂ સાથે પાકિસ્તાનીઓ સવાર હતા.

વાસ્તવમાં ન્યૂઝ એજન્સી ANIના અહેવાલ મુજબ પાકિસ્તાની બોટ ભારતીય જળસીમામાં ઘૂસવાનો પ્રયાસ કરી રહી હતી. હાલમાં ભારતીય કોસ્ટ ગાર્ડના અધિકારીઓએ જણાવ્યું છે કે પાકિસ્તાની ક્રૂને પૂછપરછ માટે પોરબંદર લાવવામાં આવી રહ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની બોટ ભારતીય જળસીમામાં છથી સાત માઈલ અંદર ઘૂસી ગઈ હતી. ભારતીય તટરક્ષક દળના જહાજને પાકિસ્તાની બોટ દેખાતાની સાથે જ તેઓ પાછા ભાગવા લાગ્યા, ત્યારબાદ તેઓ પકડાઈ ગયા
 
જણાવી દઈએ કે આ પહેલા શુક્રવારે જ પંજાબના ફિરોઝપુર જિલ્લામાં બોર્ડર પર BSF દ્વારા પાકિસ્તાનની એક બોટ પકડી લેવામાં આવી હતી. બીએસએફના એક અધિકારીએ જણાવ્યું હતું કે પેટ્રોલિંગ દરમિયાન આંતરરાષ્ટ્રીય સરહદ પર બોટ પકડાઈ હતી. આવી બોટનો ઉપયોગ કરીને ડ્રગ્સના કન્સાઇનમેન્ટની હેરફેર કરવામાં આવે છે. શિયાળા દરમિયાન, પાકિસ્તાનીઓ ડ્રગ્સ સપ્લાય કરવા માટે ગાઢ ધુમ્મસનો લાભ લે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

કાકા અને ભત્રીજા ઘરે બેઠા દારૂ પીતા હતા, પછી તેમની વચ્ચે મોટી અને નાની પેગ બનાવવા બાબતે બોલાચાલી થઈ, મૃત્યુ થઈ

વન્ય પ્રાણીઓના કારણે માનવ કે જાનવરના મોતના મામલામાં ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે.

કોણ છે બેડમિન્ટન કોર્ટમાં ખેલાડીઓનો પીછો કરીને મારનાર મધેપુરાના ADM શિશિર કુમાર?

ગાયે મરઘીને જીવતો ચાવ્યો, વીડિયો જોયા બાદ લોકોએ કહ્યું

પિંક બોલ ટેસ્ટ વિશે આ 5 વાતો જાણો છો ? એડિલેડમાં ભારત-ઓસ્ટ્રેલિયાનો રોમાંચ આમ જ નથી હાઈ

આગળનો લેખ
Show comments