Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજે અમિત જેઠવા હત્યા કેસના આરોપીઓને સજાનું થશે એલાન

Webdunia
ગુરુવાર, 11 જુલાઈ 2019 (08:55 IST)
અમિત જેઠવા હત્યા કેસમાં ગુજરાત હાઇકોર્ટે સાત આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા. આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસમાં ભાજપના પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી તથા તેના ભત્રીજા શિવા સોલંકી સહિત 7 આરોપીઓને સીબીઆઈ કોર્ટે દોષિત જાહેર કર્યા છે. આ તમામ દોષિતોને આજે 11 જુલાઈએ સજા સાંભળવવામાં આવશે. અમિત જેઠવા હત્યા કેસમાં શૈલેષ પંડ્યા, ઉદાજી ઠાકોર, શિવા પચાણ, શિવા સોલંકી, બહાદુરસિંહ વાઢેર (પોલીસ કોન્સ્ટેબલ), સંજય ચૌહાણ અને દિનુબોઘા સોલંકીને દોષિત જાહેર કર્યા છે.
 
20 જુલાઇ 2010ના રોજ અમિત જેઠવાની હત્યા કરી દેવામાં આવી હતી. અમિત ગીર વન ક્ષેત્રમાં ચાલતી ગેરકાયદેસર માઇનિંગ વિરુદ્ધ RTI કરી રહ્યા હતા, તે દરમિયાન તેમની હત્યા થઇ હતી. હત્યા બાદ ગુજરાત પોલીસે તપાસમાં કહ્યું હતું કે, દીનુ સોલંકીની હત્યામાં કોઇ ભૂમિકા નથી.
 
પરંતુ RTI કાર્યકર્તા અમિત જેઠવાના પિતાની પિટિશન પર હાઇકોર્ટે આ કેસ CBIને તપાસ માટે આપ્યો હતો. આ સિવાય સોલંકીના જામીન પર પણ અમિત જેઠવાના પરિવારજનોએ પિટિશન દાખલ કરી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરી 2014મા સોલંકીને જામીન આપી દીધા હતા.
 
- દિનુ સોંલકીની ધરપકડ સુધીનો ઘટનાક્રમ
 
-તા 20મી ઓગષ્ટ 2011ના રોજ અમીત જેઠવાની હાઈકોર્ટ સામે હત્યા થઈ
-17 ઓગષ્ટ 2010ના રોજ સોલા પોલીસ સ્ટેશન પાસેથી તપાસ લઈ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ
- 16 ઓકટોબર 2010ના રોજ ભીખાભાઈ જેઠવાએ આ કેસ સીબીઆઈને સોંપી દેવામાં આવી તેવી અરજી હાઈકોર્ટ સામે કરી
-12 નવેમ્બર2010ના રોજ હાઈકોર્ટે મોહન ઝાના વડપણ હેઠળ એક ખાસ તપાસ પંચ રચવાનો આદેશ આપ્યો
- પરંતુ ખાસ તપાસ દળના કામથી સંતોષ નહીં છતાં હાઈકોર્ટે 25 ઓકટોબર 2012ના રોજ આ કેસ સીબીઆઈને સુપ્રત કર્યો
- તા 5મી નવેમ્બર2013ના રોજ દિનુ સોંલકી સીબીઆઈ સામે હાજર રહ્યા અને તા 7મીના રોજ તેમની ધરપક઼ડ થઈ
-સીબીઆઈએ ચાર દિવસના રીમાન્ડ લીધા અને રીમાન્ડ પુરા થતાં તા 11મી નવેમ્બરના રોજ કાચા કામના કેદી નંબર 8714 પ્રમાણે તેઓ સાબરમતી જેલમાં આવ્યા
- 195 સાક્ષીમાંથી 105 સાક્ષીઓ ફરી જતા સુપ્રીમ કોર્ટે રી ટ્રાયલનો હુકમ કર્યો હતો

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments