Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની અવરજવરમાં 2019ના ડિસેમ્બર કરતાં 2020માં 46.30 ટકાનો ઘટાડો

Webdunia
સોમવાર, 1 ફેબ્રુઆરી 2021 (08:48 IST)
સમગ્ર દેશમાં કોરોનાના કેસો ઘટી રહ્યાં છે. કોરોનાનું સંક્રમણ કાબુમા આવી રહ્યું છે. ત્યારે ફ્લાઈટમાં મુસાફરી કરનારા મુસાફરોની સંખ્યા હજુ પણ વધી નથી. અમદાવાદના એરપોર્ટ પર ગત ડિસેમ્બર દરમિયાન 4.53 લાખ ડોમેસ્ટિક મુસાફરોની અવર જવર નોંધાઈ હતી. જેમાં 2019ના ડિસેમ્બર કરતાં 46.30નો ઘટાડો નોંધાયો છે. બીજી તરફ છેલ્લા ત્રણ મહિનામાં વિદેશ અવર જવર કરનારા 58 હજાર કરતાં વધુ મુસાફરોની અમદાવાદ એરપોર્ટ પર અવર જવર નોંધાઈ છે.અમદાવાદ એરપોર્ટમાં ડિસેમ્બર-2019માં 8 લાખ 44 હજાર 314 મુસાફરો, જ્યારે 6 હજાર487 ફ્લાઈટની અવરજવર નોંધાઈ હતી. ગત વર્ષે પ્રત્યેક ફ્લાઇટમાં સરેરાશ 130 મુસાફરોનું આવાગમન હતું. જેની સરખામણીએ ડિસેમ્બર 2020માં 4945 ફ્લાઇટની અને 4 લાખ 53 હજાર 762 ફ્લાઈટની અવરજવર થઈ હતી. ગત મહિને પ્રત્યેક ફ્લાઇટમાં સરેરાશ 92 મુસાફરો હતા.કોરોનાને પગલે માર્ચ-2020ના ત્રીજા સપ્તાહથી નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ બંધ છે. જાણકારોના મતે, કોરોનાના કેસમાં ઘટાડો થતાં હવે સ્થિતિ પૂર્વવત્ થઇ રહી છે. જાન્યુઆરી માસથી એરટ્રાફિકમાં પણ વધારો થઇ રહ્યો છે. જેના પગલે કેટલીક એરલાઇન્સ દ્વારા આવતા મહિને અમદાવાદથી નવી ફ્લાઇટ પણ શરૃ કરવામાં આવશે. જેમાં શિરડી-ઔરંગાબાદ-નાગપુર-ભોપાલ જેવા રૃટનો સમાવેશ થાય છે.અમદાવાદ એરપોર્ટ ખાતે છેલ્લા 3 મહિનામાં સ્પેશિયલ ઇન્ટરનેશનલ ફ્લાઇટ દ્વારા કુલ 58 હજાર 192 મુસાફરોની અવર-જવર નોંધાઇ છે. જેમાં ઓક્ટોબરમાં 226 ફ્લાઇટમાં 15856 મુસાફરો- નવેમ્બરમાં 253 ફ્લાઇટમાં 17763 મુસાફરો જ્યારે ડિસેમ્બરમાં 307 ફ્લાઇટમાં 24573 મુસાફરોની વિદેશ માટે અમદાવાદથી અવર-જવર નોંધાઇ હતી. આમ, અમદાવાદથી વિદેશ જનારા મુસાફરોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ગત વર્ષે કોરોનાએ પગપેસારો કર્યો નહોતો ત્યારે અમદાવાદ એરપોર્ટ ખાતે ડિસેમ્બર 2019માં 2 લાખ 12 હજાર 331 વિદેશના મુસાફરોની અવર-જવર હતી.

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments