Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં ત્રણ દિવસીય ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેરનો પ્રારંભ, 27 રાજ્યો અને 23 દેશોએ લીધો ભાગ

Webdunia
શનિવાર, 31 ઑગસ્ટ 2019 (12:00 IST)
ટીટીએફ (ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેર) અમદાવાદનું તેની 2019ની એડીશન માટે આગમન થયું છે. ત્રણ દિવસ ચાલનાર આ શો અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી એક્ઝીબિશન હૉલ ખાતે શરૂ થઈ ગયો  છે. વિવિધ શહેરોમાં યોજાતો ટીટીએફ સૌથી મોટો ટ્રેડ શો છે. ટીટીએફથી  દિવાળીની રજાઓની સિઝન માટે બિઝનેસનો પ્રારંભ કરશે. ભારતના 27 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો તથા 23 દેશ ટીટીએફ અમદાવાદમાં સામેલ થયા છે અને સમગ્ર ગુજરાત તથા પશ્ચિમ ભારતના ટ્રાવેલ ટ્રેડ માટે બિઝનેસની તકો ખૂલી છે. ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેરનું ઉદ્ઘાટન ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર આઇ.એ.એસ. જેનુ દેવન હસ્તે કરવામાં આવ્યું હતું.
ટીટીએફમાં વિદેશના જે એક્ઝીબિટર્સ સામેલ થયા છે તેમાં શ્રીલંકા, ઈન્ડોનેશિયા અને નેપાળ, પાર્ટનર કન્ટ્રીઝ તરીકે જોડાયા છે, જ્યારે શ્રીલંકા ટુરિઝમ પ્રમોશન બ્યૂરો સૌથી મોટો પેવેલિયન છે. ચીન, આ ટ્રેડ શોમાં ફીચર કન્ટ્રી તરીકે હાજરી આપી રહ્યું છે. ટીટીએફ અમદાવાદમાં જે અન્ય દેશોનું પ્રતિનિધિત્વ છે તેમાં ભૂતાન, હોંગકોંગ, મલેશિયા, માલદિવ્ઝ, મોરેશ્યસ, ઓમાન, રશિયા, સિંગાપુર, દક્ષિણ આફ્રિકા, થાઈલેન્ડ, તુર્કી, યુએઈ, યુક્રેન, યુનાઈટેડ કીંગ્ડમ, ઉઝબેકિસ્તાન અને વિયેતનામનો સમાવેશ થાય છે.
 
ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઓડીશા, કેરાલા, કર્ણાટક, ગોવા અને રાજસ્થાન ટીટીએફ અમદાવાદમાં પાર્ટનર સ્ટેટસ તરીકે સામેલ થયાં  છે. દરેક રાજ્ય આ ટ્રેડ શોમાં તેમના  વિસ્તારની મોટી હોટલો અને એજન્ટો સાથે જોડાઈ રહ્યું છે. ટીટીએફ અમદાવાદના ફીચર્સ સ્ટેટસમાં મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, બિહાર, પંજાબ, પોંડિચેરી, આંદામાન- નિકોબાર, મણિપુર અને મેઘાલયનો સમાવેશ થાય છે. ટીટીએફમાં આ રાજ્યોના કલરફૂલ પેવેલિયન્સ જોવા મળશે. યજમાન રાજ્ય તરીકે ગુજરાતની મહત્વપૂર્ણ હાજરી જોવા મળશે.
આ વખતે ટીટીએફ અમદાવાદમાં ગોરખાલેન્ડ ટેરિટોરિયલ એડમિનિસ્ટ્રેશન પણ ફીચર ડેસ્ટીનેશન તરીકે જોડાયું છે. ટીટીએફમાં નિયમિત રીતે સામેલ થતુ ભારત સરકારનું પ્રવાસન મંત્રાલય'મહાત્મા ગાંધીજીની ઉજવણીનાં 150 વર્ષ' વિષયે  તેના ખાનગી સહયોગીઓ  સાથે સામેલ થયું છે. આ વખતે અગાઉની તુલનામાં  મંત્રાલયની મોટી  હાજરી વર્તાઈ રહી છે. આ શોના પ્રથમ બે દિવસ (શુક્રવાર અને શનિવાર) ટ્રાવેલ ટ્રેડ માટે અનામત રખાયા છે, જ્યારે છેલ્લો દિવસ (રવિવાર) સામાન્ય મુલાકાતીઓ માટે ખૂલ્લો રહેશે.
 
ભારતના 8 શહેરોની ટીટીએફ સિરીઝમાં ટીટીએફ અમદાવાદ વધુ એક વખત સૌથી મોટો શો બની રહેશે, કારણકે તેમાં અમદાવાદ અને ગુજરાતના ધમધમતા બજારનો લાભ મળવાનો છે. આ સમારંભમાં નજીકના વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, વલસાડ, નવસારી, વાપી, ભરૂચ, અંકલેશ્વર, આણંદ વગેરે શહેરોના ટ્રાવેલ એજન્ટો અને ટુર ઓપરેટરો પણ લોકલ ટ્રાવેલ ટ્રેડ એસોસિએશનના સહયોગથી મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે. ટીટીએફ અમદાવાદ માટે 6,000 થી વધુ ટ્રેડ બાયર્સે તેમના નામ અગાઉથી નોંધાવ્યા છે. 10,000 જેટલા ટ્રાવેલ ટ્રેડના સભ્યો અને 5,000 જનરલ વિઝીટર્સ પણ ટીટીએફ અમદાવાદની મુલાકાત લેશે તેવી અપેક્ષા છે. 
 
ત્રણ દિવસનો આ ટ્રાવેલ ફેર સ્ટેટ ટુરિઝમ બોર્ડઝ, નેશનલ ટુરિસ્ટ ઓફિસીસ, હોટેલિયર્સ, એરલાઈન્સ, ટુર ઓપરેટર્સ અને ટ્રાવેલ એજન્ટસ તથા ઓનલાઈન ટ્રાવેલ કંપનીઓ, રેલવેઝ અને ક્રૂઝ લાઈન્સને એક જ સ્થળે બીટુબી પરામર્શ માટે એકત્ર કરે છે. મુલાકાતીઓને પણ તે આગામી રજાઓમાં મુલાકાતનું આયોજન કરવાની તક પૂરી પાડે છે.
 
ટીટીએફ અમદાવાદને યજમાન રાજ્ય ગુજરાતના ટુરિઝમ વિભાગનો તથા અન્ય રાજ્યોના ટુરિઝમ વિભાગોનો સહયોગ પ્રાપ્ત થયો છે. ભારત સરકારનું પ્રવાસન મંત્રાલય અને કેટલાક દેશોની નેશનલ ટુરિસ્ટ ઓફિસો, પ્રાઈવેટ એક્ઝીબીટર્સ અને ટ્રેડ એસોસિએશનનો પણ આ શોને સહયોગ પ્રાપ્ત થયો છે. સતત સહયોગ મળી રહેવાના કારણે ટીટીએફ અમદાવાદ દેશભરના બાયર્સ અને સેલર્સ માટે સૌથી મોટું પ્લેટફોર્મ બની રહે છે અને બિઝનેસની  લેટેસ્ટ ઓફરો ઉપરાંત લાંબા ગાળાના બિઝનેસના સંબંધોનું નિર્માણ થાય છે. 
 
ટીટીએફ અમદાવાદને ઈન્ક્રેડિબલ ઈન્ડીયા તથા TAAI, ADTOI, OTOAI, ATOAI, IATO, IAAI, SKAL INTERNATIONAL, ETAA, SATA, TAG, ATAA, TAAS, SGTCA, RAAG અને GTAAનો સહયોગ પ્રાપ્ત થયો છે.ટીટીએફ અમદાવાદ પછી તા.6 થી 8 સપ્ટેમ્બર દરમ્યાન ટીટીએફ સુરતનું પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઈનડોર સ્ટેડિયમ, સુરત ખાતે આયોજન કરવામાં આવ્યું છે.
 
ભારે માંગને કારણે આ વર્ષે અમદાવાદમાં ટીટીએફ સમરનું પણ આયોજન કરવામા આવ્યું હતું, જેથી  એક્ઝીબિટર્સને સમર ટ્રાવેલનો મોટો બિઝનેસ મળી શકે . વર્ષ 2020માં ટીટીએફ સમર અમદાવાદનું આયોજન 8 થી 9 ફેબ્રુઆરી સુધી કરાયુ છે.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments