Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદ: કાંકરિયામાં મોટી દૂર્ઘટના, રાઇડ તૂટતા 3 લોકોના મોત,26થી વધુ ઇજાગ્રસ્ત

Webdunia
રવિવાર, 14 જુલાઈ 2019 (20:05 IST)
અમદાવાદના કાંકરિયામાં બાલવાટિકામાં ડિસ્કવરી રાઇડ તૂટતા 3 લોકોના મોત થવાના સમાચાર છે જ્યારે આ દૂર્ઘટનામાં 26થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. રવિવારને કારણે કાંકરિયા બાલવાટિકામાં ભારે ભીડ જોવા મળી હતી જેને કારણે આ દૂર્ઘટના સર્જાઇ હોવાનું જાણવા મળે છે.ઇજાગ્રસ્તમાં બાળક-મહિલાઓનો સમાવેશ થાય છે.
ગૌરીવ્રત અને રવિવારને કારણે કાંકરિયા બાલવાટિકામાં રાઇડ્સમાં ભારે ભીડ જોવા મળી હતી. સંચાલકોની મેઇન્ટેન્સની બેદરકારીને કારણે આ રાઇટ ભારે વજનને કારણે તૂટી ગઇ હતી. જેમાં 3 લોકોના મોત થયા હતા. ઘટનાની જાણ થતા જ 5 એમ્બ્યુલન્સ અને ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોચી ગયા હતા અને ફસાયેલાઓને બચાવવાની કામગીરી હાથ ધરી હતી.
 
આ ઘટના બાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા ઘટનાસ્થળે પહોચ્યા હતા અને વધુ તપાસના આદેશ આપ્યા છે. વિજય નેહરાએ કહ્યું કે, એફએસએલની ટીમને પણ બોલાવવામાં આવી છે અને આ દૂર્ઘટના કઇ રીતે બની તેની તપાસ કરવામાં આવશે અને એફઆઇઆર નોંધવામાં આવશે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

વધુ જુઓ..

નવીનતમ

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

આગળનો લેખ
Show comments