rashifal-2026

હીરાબાના નિધન બાદ આખું વડનગર શોકમગ્ન, વેપારીઓએ બે દિવસ બંધ પાળ્યો

Webdunia
શુક્રવાર, 30 ડિસેમ્બર 2022 (11:10 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું છે. હીરાબાના નિધનથી વતન વડનગરમાં શોકમગ્ન છે. લોકોએ હીરાબાના નિધન પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, વડનગર સાથે હીરાબાની અનેક યાદો જોડાયેલી છે તેઓ વડનગરમાં નીડર મહિલા તરીકે ઓળખ ધરાવતા હતા. વડનગરના વેપારીઓ 2 દિવસ બંધ પાળી તેમને શદ્ધાંજલિ આપશે. મહેસાણા જિલ્લાના વડનગરના વેપારીઓ દ્વારા હીરાબાના નિધનને લઈ શ્રદ્ધાંજલિ આપવા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વડનગર હાલ હીરાબાના નિધનને પગલે શોકમગ્ન છે. આ તરફ વડનગરના સ્થાનિકોએ હીરાબાના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. મહત્વનું છે કે, વડનગર સાથે હીરાબાની અનેક યાદો જોડાયેલી છે. જેને લઈ હવે વડનગરના વેપારીઓ 2 દિવસ બંધ પાળી શ્રધાંજલિ આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વહેલી સવારે રાયસણ પંકજભાઈના ઘરે પહોંચી ગયા હતા. જ્યાં વડાપ્રધાન મોદીએ તેમના અંતિમ દર્શન કર્યા હતા અને ત્યારપછી તેમને અંતિમ સંસ્કાર માટે લઈ જવાયા હતા. સેક્ટર 30 સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. અંતિમ વિધિમાં મોદી પરિવાર ભાવુક થઈ ગયો હતો. મોદી પરિવારે હીરાબાની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવા કહ્યું હતું.
વધુ જુઓ..

જરૂર વાંચો

શિયાળાના ડાયેટ પ્લાનમા જરૂર સામેલ કરો આ બીજ, શરીર બનશે લોખંડ જેવું મજબૂત

Winter food for skin - સુંદરતા વધારવા માટે તમારે શું ખાવું જોઈએ? શિયાળામાં કયા ભારતીય ખોરાક તમારા ચહેરાને ચમકાવવામાં મદદ કરે છે.

Ghee At Home- દેશી ઘી બનાવવાની રીત

માગશર મહિનામાં જન્મેલી છોકરીઓ માટે દેવી લક્ષ્મીના કેટલાક સુંદર અને અર્થપૂર્ણ નામો -

દાળ ભુખારા

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - મારી પત્ની મારાથી ગુસ્સે છે

ગુજરાતી જોક્સ - મન કી ભડાસ

હેમા માલિનીએ ધર્મેન્દ્રના નિધનના 3 દિવસ પછી કરી પહેલી પોસ્ટ, પુત્રીઓ સાથે પિતાની ફોટો, કહ્યુ - ખાલીપો.. જીવનભર

ધર્મેન્દ્રની 450 કરોડની સંપત્તિનો અસલી વારસદાર કોણ ? 6 બાળકોમાં કોને મળશે સૌથી વધુ ભાગ.. જાણો શુ કહે છે કાયદો

ગુજરાતી જોક્સ - ઇન્ટરવ્યૂમાં મિત્રતા

આગળનો લેખ
Show comments