Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં ‘બાળ વિધાનસભા’નો નવો પ્રયોગ, જુલાઈમાં વિશેષ સત્રનું આયોજન કરાશે

Webdunia
મંગળવાર, 24 મે 2022 (17:49 IST)
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્ય દ્વારા એક આવકારદાયક પ્રયોગ હાથ ધરવા માટે મંજૂરી માંગવામાં આવી છે. જેમાં આગામી જુલાઈ મહિનામાં વિધાનસભાના વિશેષ સત્રનું આયોજન કરવામાં આવશે. એક દિવસના આ વિશેષ સત્રમાં ધારાસભ્યની જગ્યાએ 182 બાળકો સ્થાન લશે.નવી પેઢીને લોકશાહીની સમજ આપવા માટે આ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવનાર છે. આ મોક વિધાનસભામાં ગૃહમાં બાળકોને રાખીને કાર્યક્રમ રાખવા માટે મંજૂરી માંગવામાં આવી છે.

આ બાળ વિધાનસભામાં સરકાર અને વિપક્ષની ભૂમિકા બાળકો જ ભજવશે. આ વિધાનસભા સત્ર એટલા માટે પણ મહત્ત્વનું છે કારણ કે, તેમાં વિધાનસભાના અધ્યક્ષ, મુખ્યમંત્રીથી લઈને મંત્રીમંડળના સભ્યો ઉપરાંત વિપક્ષ અને સત્તાપક્ષના ધારાસભ્ય ઉપરાંત વિધાનસભામાં કામ કરતાં કર્મચારીઓની જગ્યાએ ગુજરાતની સ્કૂલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને સ્થાન આપવામાં આવશે. જ્યારે વિધાનસભાના અધ્યક્ષ, મુખ્યમંત્રી સહિતના ધારાસભ્યો પ્રેક્ષેક ગેલેરીમાં જોવા મળશે.આ માટે અમદાવાદની સ્કૂલ દ્વારા 200 જેટલા બાળકો સાથે 182 ધારાસભ્યો બનાવી મોક વિધાનસભાની કાર્યવાહી કરવા માટે મંજૂરી માંગવામાં આવી છે. જો કે હજુ સુધી વિધાનસભા કાર્યાલય દ્વારા મંજૂરી અપાઈ નથી. અગાઉ કોઈ રાજ્યમાં આવું થયું છે કે કેમ? તેનો અભ્યાસ કરવામાં આવશે. જે બાદ યોગ્ય વિચારણાના અંતે નિર્ણય કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

ઉનાળામાં શુગર લેવલ વધવું એ છે ખતરાની ઘંટડી, બાબા રામદેવના આ ઘરેલું ઉપાયોથી ડાયાબિટીસ રહેશે કંટ્રોલ

નાસ્તામાં ખાઓ આ 5 પ્રકારના ફ્રૂટ સલાડ, તમારું વજન ઘટશે અને ગરમી પણ કોઈ નુકસાન નહીં કરે

ગરમીમાં કરમાઈ રહ્યા છે છોડ તો રસોડાની આ વસ્તુથી ફરીથી થશે લીલાછમ

Summer Health Care હીટ સ્ટ્રોકથી બચવાના ઉપાય

લેમન રાઇસ રેસીપી

Jokes- હા, કંજૂસ તો છે

રણબીર કપૂરની એનિમલથી આગળ નીકળી લાપતા લેડીઝ, 900 કરોડી ફિલ્મને આ મામલે પાછળ ઘકેલી

શાહરૂખખાનને લૂ લાગવાથી ડીહાઇડ્રેશન થતા અમદાવાદની KD હોસ્પિટલમાં દાખલ કરાયા

ગુજરાતી જોક્સ- મજેદાર જોકસ જ જોક્સ

Pahle bharat Ghumo- Goa જાણો ગોવામાં 5 દિવસના હનીમૂન માટે કેટલો ખર્ચ થશે

આગળનો લેખ
Show comments