Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતમાં બે વર્ષથી MD તરીકે ક્લિનિક ચલાવતો 12 પાસ યુવક 30 લાખની લોન લેવા ગયોને ઝડપાયો

A 12-year-old youth
Webdunia
શનિવાર, 19 ફેબ્રુઆરી 2022 (10:48 IST)
સુરતમાં 30 લાખની લોન લેવાના ચક્કરમાં નકલી ડોકટરનો ભાંડો ફુટયો છે. બોગસ એમડીની ડીગ્રી બનાવી ક્લિનિક ચલાવતા સમીર ફિરોઝ મીઠાણીને રાંદેર પોલીસે શુક્રવારે ક્લિનિક પરથી ઝડપ્યો હતો. પોલીસે મોટી માત્રામાં દવા, ઇન્જેકશન, દર્દીઓને આપવાની ફાઇલો, પ્રિસ્ક્રિપ્શનના કોરા લેટર પેડ કબજે કર્યાં હતાં. સમીર મીઠાણી 2 વર્ષથી બોગસ ડીગ્રી આધારે ક્લિનિક ચલાવતો હતો. બોગસ ડોકટર સમીર મીઠાણીએ 30 લાખની લોન લેવા બેંકમાં ગુજરાત કાઉન્સિલ અમદાવાદ અને મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ન્યૂ દિલ્હીનું ખોટું પ્રમાણપત્ર લોનમાં મૂક્યું હતું. બેંકના સ્ટાફે ડોકટરના સર્ટિફિકેટની તપાસ કરાવતાં બોગસ હોવાનું બહાર આવતાં મામલો પોલીસ કમિશનર સુધી પહોંચ્યો હતો. કમિશનરે તપાસનો આદેશ કરતાં રાંદેર પોલીસે ફરિયાદ લઈ નકલી ડોકટર સમીર ફિરોઝ મીઠાણી(37)(રહે,પ્રિન્સ પાર્ક રો હાઉસ,રાંદેર,મૂળ રહે, ચોગઠગામ,ભાવનગર)ને પકડી પાડી ધરપકડની તજવીજ કરી છે. પોલીસે વધુમાં કહ્યું હતું કે આરોપી ડોકટર સમીર મીઠાણીએ ધો.12 કોમર્સ પાસ કરેલું છે અને તે ઓટોમોબાઇલ્સના ધંધા સાથે સંકળાયેલો હતો. કોરોનાને કારણે આર્થિક સંકડામણને કારણે સમીર મીઠાણી ઓટોમોબાઇલ્સનો ધંધો છોડી દુકાનમાં ક્લિનિક ખોલ્યું હતું. નકલી ડોકટર સમીર સુરતમાં 5 વર્ષથી રહેતો હતો. નકલી ડોકટર પાસેથી કિરણ હોસ્પિટલનો આઈ કાર્ડ પણ મળી આવ્યો હતો. ક્લિનિક પર આવતા પેશન્ટોને તે કિરણ હોસ્પિટલનો ડોકટર હોવાનું કહેતો હતો. આ બાબતે તપાસ કરતાં કિરણ હોસ્પિટલમાં સમીર મીઠાણી નામનો કોઈ ડોકટર કાર્યરત ન હતો અને તેણે કિરણ હોસ્પિટલનું આઈકાર્ડ પણ બોગસ બનાવેલું હતું. નોકરી માટે નકલી ડોકટર મીઠાણી યુવકોને પોતાના લેટરપેડ પર ફિટનેશ સર્ટિફિકેટ બનાવી આપતો હતો. આવા કેટલાક ડોક્યુમેન્ટો પણ પોલીસને હાથ લાગ્યા છે. લોકડાઉનમાં ઓટોમોબાઇલ્સનો ધંધો બંધ હોવાથી સમીરને મુશ્કેલી પડતી હતી. બીજી તરફ કોરોનામાં માત્ર દવાખાનાઓમાં દર્દીઓની ભીડ હોવાથી સમીરે નકલી ડોકટર બની કમાણી કરવા ક્લિનિક ખોલ્યું હતું. સમીરે એમડીની ડીગ્રી માટે ગુજરાત કાઉન્સિલ અમદાવાદ અને મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ન્યૂ દિલ્હીનું બીજાના નામનું સર્ટિફિકેટ ગૂગલ પરથી શોધી એમાં એડિટ કરી પોતાનું નામ લખી ક્લિનિકમાં લટકાવી દીધું હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ડુંગળી અને લસણ વગરની સ્વાદિષ્ટ મખાના કોફ્તા ગ્રેવી તૈયાર કરો, આ રહી વાયરલ રેસીપી.

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

વધુ જુઓ..

નવીનતમ

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

આગળનો લેખ
Show comments