Webdunia - Bharat's app for daily news and videos

Install App

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બટરફ્લાય ગાર્ડનમાં 70 પ્રજાતિઓના પતંગિયાઓ જોવા મળશે

Webdunia
સોમવાર, 2 સપ્ટેમ્બર 2024 (15:49 IST)
Butterfly Garden at the Statue of Unity
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સતત નવા પ્રવાસન આકર્ષણો વિકસિત કરવામાં આવી રહ્યા છે. જે પ્રવાસીઓને એક સુખદ પ્રવાસનો અનુભવ આપે છે. બટરફ્લાય ગાર્ડન! આ ગાર્ડનમાં પ્રવાસીઓ વિવિધ પ્રજાતિના પતંગિયાઓને નિહાળી શકે છે. 10 એકરમાં ફેલાયેલા બટરફ્લાય ગાર્ડનમાં પતંગિયાઓની 70 વિવિધ પ્રજાતિઓ તેમજ પરાગ રજકણો અને યજમાન છોડની 150 પ્રજાતિઓ આવેલી છે. આ પરાગ રજકણો અને યજમાન છોડ પતંગિયાઓને પોષણ તેમજ તેમના ઇંડા મૂકવા માટેનું સ્થાન પ્રદાન કરે છે. 
Butterfly Garden at the Statue of Unity
વડાપ્રધાન મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ગુજરાતમાં એકતા નગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટરની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની સ્થાપના કરવામાં આવી છે. વડાપ્રધાને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આસપાસના પરિસરને આકર્ષક પ્રવાસન સ્થળ તરીકે વિકસિત કરવાનું વિઝન આપ્યું હતું જે આજે સાકાર થયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ, એકતા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવા અને તેમનો અનુભવ સુખદ બનાવવા સતત કાર્યરત છે. 
 
બટરફ્લાય ગાર્ડનની વિશેષતાઓ
 
પરાગ રજકણો અને યજમાન છોડ
પતંગિયાની પ્રત્યેક પ્રજાતિનો પોતાનો એક યુનિક યજમાન છોડ હોય છે. બટરફ્લાય ગાર્ડનમાં રહેલી પતંગિયાઓની 70 વિવિધ પ્રજાતિઓ માટે તેમની વિવિધ આવશ્યકતાઓને પૂરી કરવાના હેતુસર 70 અલગ-અલગ યજમાન છોડવાઓ ઉગાડવામાં આવ્યા છે. ઉહાદરણ તરીકે, પ્લેઇન ટાઇગર બટરફ્લાય અકરા નામના છોડ તરફ આકર્ષિત થાય છે, કોમન ક્રૉ નામનું પતંગિયું કનેર છોડને પસંદ કરે છે, એવી જ રીતે લાઇમ બટરફ્લાય લીંબુડી પ્રત્યે આકર્ષિત થાય છે. 
 
પતંગિયાઓની વિવિધ પ્રજાતિઓ
બટરફ્લાય ગાર્ડનમાં પતંગિયાની વિવિધ 70 પ્રજાતિઓ પ્રવાસીઓને જોવા મળે છે, જેમાં કોમન ક્રૉ, પ્લેઇન ટાઇગર, બ્લૂ ટાઇગર, સ્ટ્રાઇપ્ડ ટાઇગર, ગ્લાસી ટાઇગર, મોટલ્ડ એમિગ્રન્ટ, લેમન પેન્સી, ચોકલેટ પેન્સી, પીકોક પેન્સી, કોમન રોઝ, ક્રિમસન રોઝ, બ્લેક રાજા, ઇન્ડિયન જેઝબેલ, એગફ્લાય, પેઇન્ટેડ લેડી, પ્લેઇન ક્યુપિડ, સનબીમ, લાઇમ સ્વેલોટેઇલ, રેડ હેલન, બ્લૂ મોરમોન, ઇવનિંગ બ્રાઉન, રેડ પેરોટ વગેરે જેવી પ્રજાતિઓનો સમાવેશ થાય છે. 
 
પતંગિયાઓનું જીવનચક્ર:
બટરફ્લાય ગાર્ડનમાં પ્રવાસીઓ પતંગિયાઓનું આખું જીવનચક્ર નિહાળી શકે છે. પતંગિયાઓનું જીવન ઇંડાથી શરૂ થાય છે, જેમાંથી થોડાક જ સમય પછી નાનકડી ઇયળ બહાર આવે છે. ખૂબ જ ઝડપથી વૃદ્ધિ પામે છે અને પતંગિયામાં પરાવર્તિત થવા માટે તૈયાર થાય છે.લગભગ 25 દિવસ પછી તેમાંથી એક સંપૂર્ણ પતંગિયું બનીને બહાર આવે છે. પતંગિયાઓનું આયુષ્ય 2 થી 4 અઠવાડિયાનું હોય છે, જે દરમિયાન તેઓ પરાગનયનની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બટરફ્લાય ગાર્ડનમાં ‘ઘૂઘરા’ અને ‘હાથી સૂંઢી’ નામના બે વિશિષ્ટ પ્રકારના છોડ છે, જે ફક્ત નર પતંગિયાઓને જ આકર્ષે છે. 
 
બટરફ્લાય ગાર્ડન ખાતે ફોટો પોઇન્ટ
બટરફ્લાય ગાર્ડનમાં ત્રણ ફોટો પોઇન્ટ્સ આવેલા છે, 1) સેલ્ફી પોઇન્ટ, 2) બટરફ્લાય લાઇફ સાયકલ અને 3) બટરફ્લાય ગાર્ડનનું પ્રવેશદ્વાર. પ્રવાસીઓ આ પોઇન્ટ્સ પર ફોટા પાડીને પોતાના યાદગાર અનુભવો તસવીરમાં કેદ કરી શકે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - આંખો બંધ કરું

Lakheswer Mahadev Temple - લાખેશ્વર મહાદેવ

Bhimashankar- ભીમાશંકર જ્યોતિર્લિંગ કેવી રીતે પહોંચવું

ગુજરાતી જોક્સ - હોઠ પર પટ્ટી

ફિલ્મ નિર્દેશક શ્યામ બેનેગલના નિધન પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને PM મોદીએ શોક વ્યક્ત કર્યો, જાણો અન્ય નેતાઓની પ્રતિક્રિયા

વધુ જુઓ..

નવીનતમ

Chrishtmas Special - આ છે ક્રિસમસ સાથે સંકળાયેલી અનોખી પરંપરાઓ, બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે

Christmas tree- ક્રિસમસ ટ્રીને સજાવવા વપરાતી વસ્તુઓનુ છે અનોખુ મહત્વ, જાણો આ તહેવારની અનેક અનોખી અને રસપ્રદ પરંપરાઓ

Benefits of Tulsi Leaves - તુલસીના પાન સ્વાસ્થ્ય માટે લાભકારી, આ રીતે કરશો સેવન તો ડાયાબિટીસ થશે કંટ્રોલ અને લીવરને કરશે ડિટોક્સીફાઈ

Christmas Special Santa Story: સાન્તા ફિનલેન્ડમાં રહે છે, વાર્તા વાંચો

Chinese Garlic - ચાઈનીઝ લસણ આરોગ્ય માટે છે હાનિકારક, જાણો દેશી લસણ અને ચાઈનીઝ લસણ વચ્ચે અંતર અને નુકશાન

આગળનો લેખ
Show comments