Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત 24 કલાક ધમધમતા માર્કેટવાળું પ્રથમ રાજ્ય બન્યું

Webdunia
ગુરુવાર, 2 મે 2019 (14:35 IST)
ગુજરાત સરકારે ગુમાસ્તા ધારા (ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, 2019)ની અમલવારીનું જાહેરનામું ગેઝેટ દ્વારા બહાર પાડી દીધું છે. ગુજરાતનાં મોટાં શહેરો, રાષ્ટ્રીય ધોરીમાર્ગો(નેશનલ હાઇવે), રેલવે પ્લેટફોર્મ, એસટી બસ સ્ટેશનો પર હોસ્પિટલો કે પેટ્રોલપંપો પરની તમામ દુકાનો, હોટેલો, રેસ્ટોરન્ટ, સિનેમાગૃહો, દવાખાનાં કે અન્ય વ્યાવસાયિક સંસ્થાનો ચોવીસ કલાક ખુલ્લાં રાખી શકાશે. હવેથી પોલીસ કે અન્ય કોઇ સત્તાતંત્ર આ દુકાનોને બંધ કરવા ફરજ પાડી શકશે નહીં. જો કે નાના શહેરો, ગ્રામ્ય વિસ્તારોમાં દુકાનો, હોટેલો કે અન્ય સંસ્થાનો ખુલ્લા રાખવા માટેનો સમયગાળો ચોવીસ કલાક નહીં રહે. ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાએ જણાવ્યું કે રાજ્યપાલ પાસેથી મંજૂરી મળ્યાં બાદ આ કાયદાના અમલીકરણ માટે અમે ચૂંટણી પંચની મંજૂરી માગી હતી. આ મંજૂરી મંગળવારે જ મળી જતાં હવે મધરાતથી જ આ કાયદો અમલમાં આવી ગયો છે. આરામકક્ષ, ઘોડિયાઘર, અલગ ટોઇલેટ, જાતીય સતામણીથી મુક્ત વાતાવરણ અને ઘરથી વ્યવસાયના સ્થળ અને પરત ઘરે આવવા વાહનની સગવડ મળે તો નાઇટ શિફ્ટમાં મહિલા કર્મચારીઓ પાસે કામ કરાવી શકાય. કોઇ પણ કર્મચારીને દિવસના નવ અથવા અઠવાડિયાના અડતાલીસ કલાકથી વધુ કામની ફરજ પાડી શકાય નહીં. જો ઓવરટાઇમ કરવાનો આવે તો મૂળભૂત વેતનના બમણાં જેટલું વળતર આપવાનું રહેશે. શહેરોમાં કામના કલાકોના લીધે ખરીદીનો સમય મળતો નથી. 24 કલાકો દુકાનો ખુલ્લી રહે તો તેમને શોપિંગમાં અનુકૂળતા રહે એ માટે રાજ્ય સરકારે કાયદામાં સુધારો કર્યો છે. શહેરી વિસ્તારોમાં પોલીસ કમિશનર, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં SPની જવાબદારી રહેશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આ વસ્તુઓની ઉણપથી હાડકાં પડી જાય છે નબળા, ફ્રેક્ચર થવાનું વધે છે જોખમ, Strong Bones માટે કરો આ કામ

સૂકા ચણા

ગુજરાતી કપલની અનોખી લવસ્ટોરી! વર્ષો જૂનું સપનું 80 વર્ષની ઉંમરે પૂરું થયું

ચિકન ફીટર્સ

ગુજરાતી લગ્નમાં મંગલ મુહૂર્ત

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ઘર કેવી રીતે ચલાવવો

Salman Khan: ગેલેક્સી હુમલા પર પહેલીવાર બોલ્યા સલમાન, કહ્યુ જેટલી ઉંમર લખી છે એટલી તો રહેશે જ

શિલ્પા શિરોડકરે ગુજરાતના અંબાજી માતા શક્તિપીઠ મંદિરમાં પૂજા કરી, ફિલ્મ 'જટાધારા' માટે આશીર્વાદ લીધા

ઐશ્વર્યા રાયની લક્ઝરી કાર સાથે બેસ્ટની બસની ટક્કર, અકસ્માત સમયે બચ્ચનની વહુ કારમાં નહોતી

ગુજરાતનું આ અદ્ભુત સ્થળ બની રહ્યું છે પ્રવાસીઓની પહેલી પસંદ, ઝડપથી તમારી ટ્રીપ પ્લાન કરો

આગળનો લેખ
Show comments