Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં ફૂટપાથ પર સૂતેલા પરિવાર પર કાર ફરી વળતાં 2નાં મોત, 4 ઈજાગ્રસ્ત

Webdunia
શનિવાર, 4 ફેબ્રુઆરી 2017 (11:38 IST)
શાસ્ત્રીનગર પેટ્રોલપંપ પાસે આવેલા મુખ્યમંત્રી આવાસ યોજનાના ગેટની બહાર શુક્રવારે રાત્રે ફૂટપાથ પર સુતેલા પરીવાર પર પુરઝડપે આવી રહેલી આઈ10 કારના પૈડા ફરી વળતા 2 વ્યક્તિઓના મોત નિપજ્યાં હતાં. જ્યારે 4 લોકોને ગંભીર ઈજા થતા તેમને સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. ઘટનાના સમાચાર મળતા નારણપુરા પોલીસ ઘટના સ્થળ પર પહોચી  કારના ચાલક નિરવ શાહની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી. નારણપુરા પોલીસની પ્રાથમીક તપાસમાં નિરવ શાહ બહારગામ ગયો હતો. જ્યારે શુક્રવારે મોડી રાતે પરત અમદાવાદ આવ્યો હતો. શુક્રવારે રાતે 1 વાગે નિરવ શાસ્ત્રીનગર પેટ્રોલપંપ પાસેથી આઈ 10 કાર પુરઝડપે ચલાવી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને ઝોંકુ આવી જતા તે કાર પરથી કાબુ ગુમાવી બેઠો હતો. અને કાર મુખ્યમંત્રી આવાસ યોજનાના ગેટની બહાર આવેલા 8 ઝૂંપડા તરફ ફંટાઈ હતી. જેમાં 8માંથી છેલ્લા 2 ઝૂંપડા બહાર સુતેલા પરીવાર પર કારના પૈડા ફરી વળ્યાં બાદ ગાડીનું આગળનું ટાયર ફાટી જતા કાર ઉભી રહી ગઈ હતી. અકસ્માતમાં ઝૂંપડા બહાર સુતેલા શ્રમીક પરીવારના ભગાભાઈ મારવાડી  અને તેમની પત્નીનું ઘટના સ્થળ પર મોત નિપજ્યું હતું.

જ્યારે અન્ય 4 લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેમને 108 મારફતે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે કારચાલક આશરે 80 થી વધુની સ્પીડે કાર હંકારતો હતો. જેવા લોકોને અડફેટે લીધા કે તરત જ ડિવાઈડર સાથે ગાડી અથડાતા કારનું ટાયર ફાટી ગયું.પોલીસ અને સ્થાનિકના કહેવા મુજબ કાર ચાલક ને ઊંઘ આવી જતા તેનાથી અકસ્માત સર્જાયો. નીરવ સુરતથી નીકળી તેના ભાઈને નરોડા ઉતારીને ઘરે જતો હતો. કાર ચાલાક રાણીપમાં જવેલર્સનો વેપાર કરે છે અને હાલ તેને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ઉદયપુરમાં 5 લોકોના મોત, ડ્રાઈવરની બેદરકારીના કારણે કાર અકસ્માતનો ભોગ બન્યો

LIVE IND vs AUS 1st Test Day 1 - પર્થમાં ટીમ ઈન્ડિયાની હાલત ખરાબ, લંચ બ્રેક સુધી 51 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી

Telecom New Rule- ટેલિકોમનો આ નિયમ 1 જાન્યુઆરીથી બદલાશે, Jio, Airtel, BSNL, Viને સીધી અસર થશે

ઠંડી, ધુમ્મસ અને વરસાદ...દિલ્હી સહિત દેશભરમાં હવામાનની સ્થિતિ

IPL 2025 Mega Auction: શોર્ટલિસ્ટેડ ખેલાડીઓમાં વધુ એક ની એન્ટ્રી, કરોડો રૂપિયાની લાગી શકે છે બોલી

આગળનો લેખ
Show comments