Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં એક વર્ષમાં 2.29 લાખ વિદ્યાર્થીઓએ ખાનગીમાંથી સરકારી સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો

Webdunia
સોમવાર, 12 ઑગસ્ટ 2024 (11:48 IST)
ગુજરાતમાં વર્ષ 2024-25માં બાલવાટિકાથી ધોરણ-12 સુધી કુલ 2,29,747 વિદ્યાર્થીઓએ ખાનગીમાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. જેમાં અમદાવાદ મહાનગરપાલિકામાં સૌથી વધુ કુલ 37776 વિદ્યાર્થીઓએ ખાનગીમાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે; જ્યારે સુરત મહાનગરપાલિકાના કુલ 22892 વિદ્યાર્થીઓ, વડોદરા મહાનગરપાલિકામાં કુલ 10602 વિદ્યાર્થીઓ અને રાજકોટ મહાનગરપાલિકામાં કુલ 6204 વિદ્યાર્થીઓએ ખાનગીમાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે.
 
ખાનગી શાળા છોડીને સરકારી શાળાને પ્રાધાન્ય આપ્યું
બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ  10,228 વિદ્યાર્થીઓ,  મહેસાણામાં 8267 વિદ્યાર્થીઓ, ભાવનગરમાં કુલ 8242 વિદ્યાર્થીઓ, જૂનાગઢમાં 7892 વિદ્યાર્થીઓ, આણંદમાં 7269 વિદ્યાર્થીઓ, અમદાવાદ ગ્રામીણમાં કુલ 6910 વિદ્યાર્થીઓ  રાજકોટમાં કુલ 6881 વિદ્યાર્થીઓ, ગાંધીનગરમાં 6811 વિદ્યાર્થીઓ, કચ્છમાં 5952 વિદ્યાર્થીઓ,  ખેડામાં 5910 વિદ્યાર્થીઓ, અને સુરતમાં 5777 વિદ્યાર્થીઓએ ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. આમ રાજ્યમાં તમામ જિલ્લાઓ, નગરપાલિકાઓ અને ચાર મહાનગરપાલિકામાંથી કુલ 2,29,747 વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓની સાપેક્ષે સરકારી શાળામાં પ્રવેશ મેળવવાને પ્રાધાન્ય આપ્યું છે. 
 
રાજ્યની સરકારી શાળાઓ ગુણવત્તાયુકત શિક્ષણ આપે છે
રાજ્યની સરકારી શાળાઓ ગુણવત્તાયુકત શિક્ષણ તો  આપી જ રહી છે સાથોસાથ પીવાના પાણી, કોમ્પ્યુટર લેબ, પુસ્તકાલય, રમત-ગમત મેદાન, પોષણયુક્ત મધ્યાહન ભોજન, ગણવેશ, સ્માર્ટ ક્લાસ, ઓરડા, અને સ્વચ્છતા જેવી શ્રેષ્ઠ માળખાગત સુવિધાઓ આજે સરકારી શાળાઓમાં મળી રહી છે. રાજ્ય સરકારે શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓના હિતમાં દર વર્ષે બજેટમાં ઉત્તરોતર વધારો કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ માટે ગત વર્ષ 2023-24 બજેટની જોગવાઈ કરતાં 11463કરોડના વધારા સાથે કુલ 55114 કરોડની માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે.
 
ગુજરાતમાં એક લાખથી વધુ સ્માર્ટ ક્લાસ કાર્યરત 
શિક્ષણમાં ગુણવત્તાયુક્ત પરિવર્તન કરવાની દિશામાં ખૂબ અસરકારક અને પરિણામલક્ષી  કામગીરી રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓ આજના સમયમાં ટેક્નોલોજીયુક્ત શિક્ષણ મેળવી શકે તે માટે ગુજરાતમાં એક લાખથી વધુ સ્માર્ટ ક્લાસ કાર્યરત છે અને પાંચ હજારથી વધુ સ્માર્ટ ક્લાસનું કાર્ય પ્રગતિ હેઠળ છે. રાજ્યના બાળકોને કોમ્પ્યુટરયુકત શિક્ષણ મળી શકે તે માટે 16 હજાર શાળાઓમાં 2 લાખ 40 હજાર જેટલા કોમ્પ્યુટર આપવામાં આવ્યા છે. જ્યારે વધુ ચાર હજાર શાળાઓમાં 70 હજાર જેટલા કોમ્પ્યુટર આપવાનું કાર્ય પ્રગતિ હેઠળ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

IPL 2025 Mega Auction: શોર્ટલિસ્ટેડ ખેલાડીઓમાં વધુ એક ની એન્ટ્રી, કરોડો રૂપિયાની લાગી શકે છે બોલી

Pakistan terrorist attack - પાકિસ્તાનમાં મોટો આતંકવાદી હુમલો, સતત ગોળીબાર, અત્યાર સુધીમાં 50 લોકોના મોત

Russia Ukraine War: રશિયાએ યૂક્રેનને આપ્યો ઝટકો, બ્રિટિશ સ્ટૉર્મ શૈડો' મિસાઈલથી કર્યો અટેક

LIVE: મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભા ચૂંટણી પરિણામ 2024ની લાઈવ કોમેન્ટ્રી

Jharkhand Election Result LIVE: ઝારખંડ વિધાનસભા ચૂંટણી પરિણામ 2024 - પક્ષવાર સ્થિતિ

આગળનો લેખ
Show comments