Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતની 1606 સ્કૂલોમાં એક જ શિક્ષક ભણાવે છે, સરકાર ઘટ પૂરવા જ્ઞાન સહાયક નિમશે

Webdunia
સોમવાર, 12 ફેબ્રુઆરી 2024 (18:23 IST)
-શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરે કબૂલાત કરી 
-ગુજરાતમાં 1606 પ્રાથમિક શાળાઓ માત્ર એક જ શિક્ષકના સહારે
-રાજ્યમાં એક જ શિક્ષકવાળી 1606 પ્રાથમિક શાળાઓ છે

આજે વિધાનસભા સત્રમાં શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરે કબૂલાત કરી છે કે, ગુજરાતમાં 1606 પ્રાથમિક શાળાઓ માત્ર એક જ શિક્ષકના સહારે ચાલી રહી છે. યુનેસ્કો દ્વારા જાહેર કરાયેલા ‘નો ટીચર, નો ક્લાસ - સ્ટેટ ઓફ ધી એજ્યુકેશન રિપોર્ટ ફોર ઇન્ડિયા 2021’માં જાહેર કરવામાં આવેલી આંકડાકીય માહિતી મુજબ રાજ્યમાં માત્ર એક જ શિક્ષકથી ચાલતી સ્કૂલની સંખ્યા 1275 હતી અને રાજ્યની 17 ટકા શાળાઓમાં શિક્ષકોની જગ્યાઓ ફાજલ પડી હતી જ્યારે વર્તમાન સમયમાં 1606 જેટલી પ્રાથમિક સ્કૂલમાં માત્ર એક જ શિક્ષક છે. બેથી ત્રણ વર્ષના સમયગાળામાં એક જ શિક્ષક પર ચાલતી સ્કૂલોની સંખ્યામાં 331 સ્કૂલોનો વધારો થયો છે.
 
રાજ્યમાં એક જ શિક્ષકવાળી 1606 પ્રાથમિક શાળાઓ છે
આજે વિધાનસભા ખાતે રાજ્યમાં એક જ શિક્ષક ધરાવતી પ્રાથમિક સ્કૂલની વધુ શિક્ષકો મૂકવા અંગેના પ્રશ્નોના ઉત્તરમાં શિક્ષણમંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરે ઉમેર્યું કે, રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ફાળવણી RTE એક્ટ હેઠળ કરવામાં આવે છે. જેમાં 30 વિદ્યાર્થી દીઠ 1 શિક્ષકની ફાળવણી કરવામાં આવે છે. વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોય એવી શાળાઓ પણ વધુ છે. જેના પરિણામે એક જ શિક્ષક ધરાવતી પ્રાથમિક શાળાઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. સંખ્યા આધારિત શિક્ષકોની ભરતી સત્વરે કરવામાં આવશે. રાજ્યમાં એક જ શિક્ષકવાળી 1606 પ્રાથમિક શાળાઓ છે તેમાં સત્વરે શિક્ષકો મૂકવામાં આવશે. 
 
રાજ્યની કુલ શાળાઓમાંથી 77 ટકા ગ્રામ્ય વિસ્તારોમાં
તેમણે વધુમાં કહ્યું હતું કે,રાજ્યની કુલ શાળાઓમાંથી 77 ટકા ગ્રામ્ય વિસ્તારોમાં છે. 98 ટકા શાળાઓ પાકા રસ્તાઓથી જોડાયેલી છે. તમામ શાળાઓમાં પીવાના પાણીની પૂરતી સુવિધાઓ છે. 76 ટકા શાળાઓમાં લાઈબ્રેરીની જ્યારે 67 ટકા શાળાઓમાં ઇન્ટરનેટની સુવિધા છે. 76 ટકા શાળાઓમાં મફતમાં પુસ્તકો મળે છે. 96 ટકા શાળાઓમાં છોકરાઓ માટેનું શૌચાલય જ્યારે 97 ટકા શાળાઓમાં છોકરીઓ માટેનું શૌચાલય ચાલું સ્થિતિમાં છે. રાજ્યની તમામ શાળાઓમાં વીજળીની સુવિધા ઉપલબ્ધ છે. 76 ટકા શાળાઓમાં ક્લાસરૂમની સ્થિતિ સારી છે એટલે કે 24 ટકા ક્લાસ રૂમ સારી સ્થિતિમાં નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મુરાદાબાદમાં મહિલાનું ગળું કાપીને હત્યા... માથું 30 મીટર દૂરથી મળ્યું, બાળકનો મૃતદેહ પણ મળ્યો

દિલ્હીના શાહદરામાં ઘરમાં આગ, 2 લોકોના મોત

રાજસ્થાનના જયપુરમાં RSSના કાર્યક્રમ દરમિયાન છરી અને લાકડીઓથી હુમલો, 8 સ્વયંસેવકો ઘાયલ, હોસ્પિટલમાં દાખલ.

યુપીના બહરાઈચમાં શુક્રવારની નમાજ પહેલા સુરક્ષા સઘન, બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ

કારખાનામાં આગ, 3 કારખાના બળીને રાખ; બહાદુરગઢમાં ભયાનક અકસ્માત

આગળનો લેખ
Show comments