Webdunia - Bharat's app for daily news and videos

Install App

બિન અનામત વર્ગો માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત, 58 જાતિઓને થશે ફાયદો

Webdunia
શુક્રવાર, 10 ઑગસ્ટ 2018 (17:48 IST)
બિનઅનામત નિગમની વિવિધ યોજનાઓ અંગે આજે જાહેરાત કરીને સરકાર લોકસભાની ચૂંટણી પૂર્વે સરકાર તમામ સમાજોને એક સાથે રાખવાનો પ્રયત્ન કરી રહી છે. ગામડામાં ભાજપની પકકડ ઘટતી જાય છે. શહેરી મતદારોના ભરોસે બેસવાને બદલે ભાજપે ગ્રામીણોને પણ રીઝવવાનો પ્રયત્ન કર્યો છે. લોકસભાની ચૂંટણીમાં ગામડાના મતદારોની નારાજગી ભાજપને ભારે પડી શકે છે. ભાજપે હવે તમામ આંદોલનને એક સાથે દાબી દેવા માટે માસ્ટરપ્લાન ઘડ્યો છે.
બિનઅનામત નિગમની વિવિધ યોજનાઓ અંગે રાજ્યના ડે.CM નીતિન પટેલે એક કોન્ફરન્સ કરીને પત્રકારો સાથે વાતચીત કરી હતી. જો કે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા આ જાહેરાત કરતા જણાવાયું કે અનામતને કોઇ નુકસાન ન થાય અને સવર્ણ સમાજને ન્યાય મળી રહે તેવા પ્રકારની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, સંપુર્ણ અભ્યાસ કર્યા અને મંથન બાદ આ યોજના લાગુ કરવામાં આવી છે. રાજ્યમાં આશરે દોઢ કરોડ લોકોને અનામત નથી મળી રહી. તમામને સરખી વ્યવસ્થા મળે તે પ્રકારનો સરકારનો પ્રયાસ છે.
સરકારની યોજના પર વાત કરતા નીતીન પટેલે જણાવ્યું કે, નિગમની એક કમિટી દ્વારા છ મહિનાથી વધુ સમયથી આ યોજનાઓ પર ચર્ચા કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવી છે.  તમામ યોજના લાભ વિદ્યાર્થી સરળતાથી મેળવી શકે તે માટે તમામ પ્રક્રિયા ઓનલાઇન હશે.
સરકારની મોટી જાહેરાત

    ધોરણ 12માં 60 ટકા કરતાં વધુ મેળવનાર વિદ્યાર્થીઓને મળશે લાભ
    કુંટુંબની વાર્ષિક આવક ત્રણ લાખ કરતાં ઓછી હોવી જોઇએ
    સ્વરોજગાર લક્ષી યોજનાઓ માટે 10 લાખ રૂપિયા સુધીની સહાય
    4 ટકા લેખે સાદા વ્યાજે મળશે લોન
    આવક મર્યાદા 3 લાખથી ઓછી હોય તેને મળશે સહાય
    તમામ સહાય વિદ્યાર્થીઓે જ ચૂકવવામાં આવશે.
    સંસ્થા કે ટ્યૂશન ક્લાસીસને ચૂકવવામાં આવશે નહીં.
    તમામ યોજનાનો લાભ આ વર્ષથી જ મેળવી શકાશે.
    અહીં અભ્યાસ માટે 10 લાખ રૂપિયા જ્યારે વિદેશ અભ્યાસ માટે રૂ.15 લાખની લોન 4 ટકાના સાદા વ્યાજે
    છાત્રાલયમાં રહી અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને મળશે
    તબીબ, વકીલ અને ટેક્નીકલ સ્નાતકો માટે આપવામાં આવશે સહાય
    અહીં અભ્યાસ માટે 10 લાખ અને વિદેશ માટે 15 લાખ રૂપિયાની લોન
    જો કે 12માં ઘોરણમાં લઘુત્તમ 60 ટકા માર્ક હોવા જરૂરી
    બિન અનામત વર્ગો માટે સરકારની મોટી યોજના
    સ્વરોજગાર લક્ષી યોજનાઓ માટે 10 લાખ રૂપિયા સુધીની સહાય
    4 ટકા લેખે સાદા વ્યાજે મળશે લોન
    આવક મર્યાદા 3 લાખથી ઓછી હોય તેને મળશે સહાય
    ચાર ટકાનાં સાદા વ્યાજે આપવામાં આવશે લોન
    નવા શૈક્ષણીક સત્રથી જ નવી યોજના અમલવામાં આવશે
    યુવતીઓને તમામ સ્થળે મફત શિક્ષણ આપવામાં આવશે
    ઉચ્ચ અભ્યાસમાં મોટો ખર્ચો થતો હોય છે જેમાં સહાય અપાશે
    વાર્ષિક આવક ત્રણ લાખથી ઓછી હશે તેને લોન મળવા પાત્ર
    ઇજનેરી, ટેક્નોલોજી, ફાર્મસી, આક્રિટેક્ચર સહિતનાં તમામ અભ્યાસક્રમ માટે લોન

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મરાઠી ફિલ્મોની અભિનેત્રીની કારે બે મજૂરોને મારી ટક્કર, એકનુ થયુ મોત એક ઘાયલ

Happy Birthday Salman Khan: ફિટનેસથી લઈને ફેમિલી લાઇફ સુધી, સલમાન ખાન આ 5 બાબતોમાં અસલી હીરો

Kalaram mandir Nashik -કાલારામ મંદિર નાસિક

ગુજરાતી જોક્સ - ત્રણ જણની સવા

ગુજરાતી જોક્સ - ટ્યુશનની વાત

વધુ જુઓ..

નવીનતમ

રોજ પીવો આમળાનુ પાણી, જાણો આ નેચરલ ડ્રિંકને પીવાથી આરોગ્ય પર શુ પડે છે અસર ?

Rattanatata's birth anniversary - રતન ટાટાના 10 સફળતાના મંત્ર

Dates With Milk - ગરમ દૂધ અને ખજૂર, ઔષધીય ગુણોથી ભરપૂર આ હેલ્ધી ડ્રીંક શિયાળામાં સ્વાસ્થ્ય માટે છે એનર્જી બુસ્ટર

Coffee- હોટેલ જેવી ફોમ કોફી ઘરે બનાવવાની સરળ રેસીપી

Baby Girl Name from B - બ ઉપર છોકરીઓના નામ અર્થ સાથે

આગળનો લેખ
Show comments