Biodata Maker

રમજાનનો પવિત્ર તહેવાર

Webdunia
N.D

રમજાન ઈસ્લામી હિજરી સનનો નવમો મહિનો છે. ઈસ્લામના બધા મહિનાઓમાં રમજાનને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. આ જ મહિનામાં કુરાન નાઝિલનો જન્મ થયો હતો. પૈગંબર હજરત મોહમ્મદ પર આકાશવાણી થઈ હતી અને તેમણે અલ્લાહનો પૈગામ તેમના બંદાઓને જણાવ્યો. આ જ કુરાન છે. રમઝાનની 27મી તારીખે કુરાન મુકમ્મિલ થઈ હતી. કુરાનમાં જ રમઝાન-રોઝાનો ઉલ્લેખ છે. રોઝા ફક્ત ભુખ-તરસની પરિક્ષા નથી પણ અલ્લાહની ઈબાદત પણ છે. જ્યારે કોઈ રોઝા કરે છે તો તે સમજે છે કે તે અલ્લાહના આદેશોનું પાલન કરે છે.

રોજાના વિશે પૈગમ્બર સાહેબનું ફરમાન છે કે ' સર્વ આધા ઈમાન હૈ ઔર રોજા આધા સબ્ર હૈ '. જો કે રોઝા ઈબાદતનો દરવાજો છે. હજરત આઈશા સિદ્દીકાથી રવાયત છે કે ' સ્વર્ગનો દરવાજો ખખડાવ્યા કરો '. લોકોએ પુછ્યું કઈ વસ્તુથી, ફરમાવ્યું ભુખ (રોજા)થી. રોઝાની અંદર રોઝાદાર સવારે (ભોર)થી સાંજે (સુર્યાસ્ત) સુધી કઈ પણ ખાધા-પીધા વિના ભુખ્યો રહે છે. રોજાની અંદર તે વાતનું ધ્યાન રાખવું પડે છે કે તમે કોઈને દગો તો નથી કરી રહ્યાં ને! જુઠ્ઠુ તો નથી બોલી રહ્યાં ને અને કોઈનું નુકશાન તો નથી કરી રહ્યાં ને! જો તમે કોઈની નિંદા કરી રહ્યાં હોય તો તે પણ અપરાધ છે.

રમઝાનમાં સવારે સહેરીનો આદેશ છે અને સાંજે ઈફ્તાર પણ જરૂરી છે. સેહરી ફરજની નમાઝ પહેલા અને ઈફ્તાર મગરિબની નમાઝ બાદ કરવામાં આવે છે. બંને સમયે યોગ્ય માત્રામાં ખાવાનો હુક્મ મળે છે કેમકે રોઝા ઈબાદતની સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ જરૂરી છે. રોઝામાં રોઝાદારની આત્માની સાથે સાથે તેના શરીરની પણ બધી જ બિમારીઓ પવિત્ર થઈ જાય છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Mooli leaves Dhokla Recipe- મૂળાના પાનનો ઢોકળા અજમાવો, રેસીપી

Chrishtmas Special - આ છે ક્રિસમસ સાથે સંકળાયેલી અનોખી પરંપરાઓ, બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે

Kids Story - વાંદરો અને ઋષિ

Hindu Baby Names Starting With R- R અક્ષરથી શરૂ થતા હિન્દુ બાળકોના નામ

Christmas special recipe Plum cake - ક્રિસમસ ફ્રૂટ કેક

વધુ જુઓ..

નવીનતમ

Chrishtmas Special - આ છે ક્રિસમસ સાથે સંકળાયેલી અનોખી પરંપરાઓ, બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે

Pradosh Vrat Upay: વર્ષના છેલ્લા પ્રદોષ વ્રતનાં દિવસે કરો આ ઉપાય, ભોલેનાથ બધી કામના કરશે પૂરી

Budh Pradosh Vrat katha- બુધ પ્રદોષ વ્રત કથા

શું નદીમાં સિક્કા ફેંકવાથી ખરેખર કોઈ ઈચ્છા પૂર્ણ થાય છે? ફક્ત ધર્મ વિશે જ વિચારશો નહીં, તેની પાછળનું વિજ્ઞાન શીખો.

Ganesh atharvashirsha- ગણેશ અથર્વશીર્ષ

આગળનો લેખ
Show comments