Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોટી બહેનને નાની બહેનનો પત્ર

અલ્કેશ વ્યાસ
મારી વ્હાલા બહેન,
તમારા પત્રથી આ સ્પષ્ટ થાય છે કે આ વખતે તમને રક્ષાબંધન ઉપર તમારા જનમસ્થળ, તમારા પિયર પર આવવાનું મન નથી થતું. તમારા તરફથી મન ન બનવા માટે આપેલાં પ્રત્યક્ષ-અપ્રત્યક્ષ કારણોથી હું પણ બધી રીતે સહમત છું. વાસ્તવમાં, આજે આ મોંઘવારીના આ દોરમાં તમારા-અમારા જેવા મધ્યમ આવક વર્ગના પરિવારની વહુ-દીકરીઓને આટલી દૂરથી આવવા- જવા માટે કે લોક-લાજને, માન-મર્યાદા અને રીતિ-રિવાજોને નિભાવવા માટેનું લેવડ-દેવડ ખૂબજ ભારે પડે છે!

તમારૂં આ વિચારવું પણ એકદમ બરોબર છે કે દાદા-દાદીના ગુજરી ગયા પછી ગયાં વર્ષે ત્રણેય ભાઇઓના કુટુંબમાં ઊભા થયેલા વ્યક્તિગત મતભેદો, એક જ છાપરાની નીચે પણ અધૂરા મને અલગ-અલગ રીતે રક્ષાબંધન મનાવવાના ઘટનાક્રમથી તો મન કસાયેલું બન્યું હતુ. તમારૂં આ લખવું સાચું બને છે કે ત્રણ ભાઇઓના કુટુંબમાં તેમની દીકરીઓને પર્ણાવ્યાં બાદ આપણી સરખી ઉંમરની બહેનપણીઓ જેવી ભાભીઓના આપણી પ્રત્યે બનેલાં વહેવારમાં તે આત્મીયતા રહી નથી કે જે આપણને દર રક્ષાબંધને પિયર આવવા માટે પ્રેરિત કરે.


સાચું જ છે બહેન, ભાઇ-ભાભીઓ તરફથી આપણે બહેનો માટે રક્ષાબંધન પર સામાન્ય રીતે લેવું-દેવું અને પોતપોતાની દીકરીઓ સાથે તેમની વિદાઇ પર વિશેષ રીતે લેવું-દેવું - આ રીતે વ્યવહારમાં થયેલું વિભાજન પણ દરેક સંવેદના રાખતી સ્ત્રીને ડંખ મારે છે! આ પણ એક હકીકત છે બહેન કે નવી પીઢીના, આપણા ખોળાઓમાં રમેલા ભત્રીજાં-ભત્રીજીઓ પણ વાત-વાતમાં આપણી મજાક ઉડાવે છે, જ્યારે કે તે લોકો ઘણી વખતે આપણને 'આઉટ-ડેટેડ' સમઝીને પણ 'ઇગ્નોર' કરે છે. તમારૂ કહેવું યોગ્ય છે બહેન કે હવે પીયર-કુટુંબ માટે અમે લોકો બેટીથી બહેન, બહેનથી ફોઇ બનતાં મંચથી નીચે આવી ગયાં છીએ અને તેના કારણે તમારૂ પિયરથી મોહ ખતમ થયું છે.

બહેન, બધાં ઘટનાક્રમને જો તમે એક દાર્શનિકની દૃષ્ટિએ જુઓ અને સમઝો તો સમયની સાથે-સાથે હાલાત અને તેમના વહેવારમાં થયાં આ બદલાવની મારફત પ્રકૃતિના કાયદા પ્રમાણે બધું સ્વાભાવિક રીતે બની રહ્યું છે. આ પ્રકૃતિનું જ કામ બને છે- મોહને દૂર કરવો, તેની મારફત કોઇ પણ જણ મુખ્ય ભૂમિકામાં અમુક પળો સુધી જ રહે છે, બાકી તો આપણે બધાંયને વધુ કરીને તેનાથી દૂર જ રહેવું હોય છે.

ભાભીઓ અને ભાઇઓના વહેવારમાં બદલાવ આવવું પણ એક સાધારણ પ્રક્રિયા સાથેનો ભાગ છે. તમે પોતાને તેમની જગ્યાએ મૂકતાં, તેમની માનસિકતા પ્રમાણે વિચારો તો તમને સમજાશે કે તે લોકો પણ આપણી જેમ જ પરિસ્થિતીઓથી હૈરાન થયાં છે. આપણાં ભાઇઓની તેમના કુટૂંબો સાથે પણ તેમની જવાબદારીઓ વધી છે અને તેઓની પ્રાથમિકતાઓ પણ તો હવે બદલાઇ ગઇ છે.


યાદ કરો બહેન, જ્યારે આપણાં નવાં-નવાં લગ્ન થયાં હતા ત્યારે દાદા-દાદી પણ દીકરીઓને ખાસ રીતે અને આપણી મોંટી ઉંમરની ફોઇબાઓને સાધારણ રીતે રાખડીનું લેવું-દેવું કરીને વિદા કરતાં હતા.

બહેન, તમને પણ યાદ હશે કે જ્યારે અપણે નાના હતા, ત્યારે ગામડેથી આવેલી આપણી સીતા ફોઇ સાથે કેટલી બધી મજા કરી હતી. ત્યાએ શું આપણે બન્ને અબોધ અને માસૂમ બાળકો તે ઉંમરમાં ફોઇના પિયરના મોહને સમઝી શક્યાં હતાં, તો પછી આપણાં અબોધ ભત્રીજાં અને ભત્રીજીઓ પણ પિયર સાથે આપણાં મોહને શી રીતે સમજશે? ભાઇઓ વચ્ચેના મતભેદ, અબોલા અને છેવટે કુટૂંબની સંપત્તિને વેંચવા માટે એક જ છાપરાંની નીચે અલગ-અલગ વિભાગો બનાવીને રહેવાની મજબૂરી- આ બધું તો બહેન દરેક ઘરની કથા છે. આ બધાંય સામે અમે બહેનોને શું લાગે-વળગે? ભાભીઓ વચ્ચે હવે આપણાંથી વધુ તેમની દીકરીઓ સામે મોહનું બનવું પણ યોગ્ય છે. તમે બહેનોની પણ તો એ જ કથા છે.

જ્યારે તમે પરણ્યાં હતાં, ત્યારે તમારો ભાવ હતો કે સાસરિયું પારકું ઘર છે અને પિયર પોતાનું ઘર અને હવે તો ધીરે-ધીરે સમયની સાથે આ મનોદશા બની છે કે સાસરિયું આપણું ઘર છે, જ્યારે કે પિયર રિફ્રેશિંગ ઘર બન્યું છે.

દરેક સ્ત્રી સાસરિયાને, એક પારખાં ઘરને પોતાનું ઘર માનતાં આ મુશ્કેલ રાહ અને મુશ્કેલ જવાબદારીના રસ્તે જીવન-યાત્રા શરૂં કરે છે અને વહુથી ભાભી, ભાભીથી માં, તેમજ માંથી સાસુ બનવા સુધીની યાત્રા કરતાં છેવટે તે પારકાં ઘરને પોતાનું ઘર બનાનવાનું મુશ્કેલ દાયિત્વ નિભાવી લે છે. બહેન, મને તો એવું લાગે છે કે પ્રકૃતિએ સમાજનું સારી રીતે સંચાલન કરવા માટે, સમાજના બંધાણ માટે તેની ઇમારતમાં આધારનું સ્તંભ બનવા ખાતર જ આ જરૂરી દાયિત્વ સ્ત્રીઓના કાંધાં પર મૂક્યું છે. ત્યારે જ તો આપણાં જનમસ્થળ પિયરને પારકું અને પારકાં ઘરને આપણું ઘર બનાવવા માટેનું સૌથી અઘરૂં કામ આપણે સ્ત્રીઓના ભાગમાં આવ્યું છે! આ મુશ્કેલ ફરજિયાતને નિભવવામાં ક્યાંક પોતાના મૂળ સ્ત્રોત, પોતાની જડથી કપાયાં પછી આપણે સ્ત્રીઓની આત્મા સુખાઇ ન જાય.

આ તથ્યને જોતાં જ પ્રકૃતિએ સમાજના બંધારણમાં રક્ષાબંધંન અને ભાઇબીજ જેવાં તહેવારનો સમાવેશ કર્યો છે.

તમારી નાની બહેન,
અનામિકા

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Shani Trayodashi 2024: શનિ ત્રયોદશીના દિવસે શનિદેવને સાઢેસતીથી મુક્તિ મેળવવા માટે શું ચડાવી શકાય?

સરસ્વતી પૂજા વ્રત કથા / વસંત પંચમી કથા Saraswati Puja Ki Katha

Saphala Ekadashi 2024:વર્ષની છેલ્લી અગિયારસ પર ભગવાન વિષ્ણુને આ 5 વસ્તુઓ કરો અર્પણ, હર્ષ સાથે થશે નવા વર્ષની શરૂઆત

Merry Christmas Wishes Cards Download: નાતાલની શુભેચ્છાઓ, તમારા મિત્રો અને સંબંધીઓને મોકલો ક્રિસમસ શુભેચ્છા સંદેશ

Tulsi Pujan Diwas 2024 - તુલસી પૂજાના દિવસે આ રીતે કરશો તુલસી પૂજા તો ઘરમાં આવશે ભરપૂર પૈસો

Show comments