ધર્મયાત્ર ાની આ વખતની કડીમાં અમે તમને લઈ જઈએ છીએ મધ્યપ્રદેશના સૌથી મોટા શનિ મંદિરમાં. આ મંદિર વિધ્યાચલની મનોહર ટેકરીઓ પર આવેલ બાઈ નામના ગામમાં આવેલું છે. બાઈ ઈંદોરથી લગભગ 30 કિમી. દૂર આવેલુ છે.
આમ તો મંદીર નવુ જ છે, પરંતુ તે ખૂબ જ ભવ્ય છે અને તેના બનવા પાછળની સ્ટોરી પણ એટલી જ રસપ્રદ છે. મંદિરના પૂજારી નંદકિશોર મીણાએ જણાવ્યુ કે જયપુર નિવાસી મધુબાલા સુરેન્દ્રસિંહ મીણાનુ સાસરિયું બાઈ નામના ગામમાં હતુ. સ્વભાવથી દાનવીર હોવાને કારણે તેમણે જનકલ્યાણને માટે અહી એક ધર્મશાળા બનાવવાનો વિચાર કર્યો. ધર્મશાળાનુ નિર્માણ હજુ શરૂ જ થયુ જ હતુ કે ખોદકામમાં ભગવાન શનિ મહારાજની મૂર્તિ મળી આવી. મૂર્તિ કાઢ્યા પછી મધુબાલા સુરેન્દ્રસિંહ મીણાએ ઘણા વિદ્વાનો સાથે વિચાર-વિમર્શ કર્યો અને છેવટ આ નિર્ણય પર પહોંચ્યા કે અહીં ધર્મશાળાને બદલે ભવ્ય શનિ મંદિરનુ નિર્માણ કરવામાં આવે.
મંદિરના નિર્માણમાં લગભગ 2 કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો. 27 એપ્રિલ 2002ના રોજ મંદિરમાં શનિદેવની ભવ્ય મૂર્તિની સ્થાપના કરવામાં આવી. મંદિરમાં શનિદેવને સાથે સાથે સૂર્ય,રાહુ, કેતુ, મંગલ, બુધ, ગુરૂ, શુક્ર, ચંદ્ર કુલ નવગ્રહોને સ્થાપના થઈ. મંદિરમાં અત્યંત દુર્લભ ઉત્તરમુખી ગણેશ અને દક્ષિણ મુખી હનુમાનની મૂર્તિઓ પણ બિરાજમાન છે.
W.D
દર વર્ષે શનિ જયંતી પર અહીં 5 દિવસીય મેળાનુ આયોજન કરવામાં આવે છે, જેમા લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવે છે. શનિ અમાવસ પર અહીં લાખો લોકો આવે છે.
મંદિર ટ્રસ્ટે ગામમાં ધર્મશાળા અને સ્કુલ બનાવવામાં પણ પૂરો સહયોગ આપ્યો છે. શ્રાવણ મહિનામાં જ્યારે કાવડ યાત્રી ઓંકારેશ્વર પર જળાભિષેક કરવા માટે આવે છે તો મંદિરનું ટ્રસ્ટ તેમના રહેવાની પૂરી વ્યવસ્થા કરે છે.
કેવી રીતે પહોંચશો :
સડક માર્ગ : ઈન્દોર (30 કિમી) અને ખંડવા (100 કિમી)થી બાઈ પહોંચવા માટે બસ અને ટેક્સીઓ સરળતાથી મળી રહે છે.
રેલ માર્ ગ : નજીકનુ રેલવે સ્ટેશન ચોરલ લગભગ 10 કિમી.ના અંતરે આવેલુ છે. ચોરલ ઈન્દોર-ખંડવા મીટરગેજ લાઈન પર આવેલુ છે.
વાયુમાર્ ગ : નજીકનુ એયરપોર્ટ દેવી અહિલ્યા એયરપોર્ટ લગભગ 40 કિમી.ના અંતરે આવેલુ છે.