ધર્મયાત્રામાં અમે આ વખતે તમને દર્શન કરાવી રહ્યા છે સૌના આરાધ્ય દૈવ શિરડીના સાઁઈબાબાના. જી હા, આ વખતે અમારી સાથે યાત્રા કરો શિરડીના સાઁઈબાબાના મંદિરની. સૌના માલિક ફકત એક છે.... આ ગૂઢ મંત્ર આપનારા શિરડીના સાઈબાબા(1918....) ભારતમાં ગુરૂ, યોગી અને એક ફકીરના રૂપમાં હિન્દુ અને મુસ્લિમ શ્રદ્ધાળુઓ વચ્ચે ખૂબ જ સન્માનીય છે. કેટલાક હિન્દુ શ્રદ્ધાળુઓને વિશ્વાસ છે કે સાઁઈબાબા શિવ કે દત્તાત્રેય ભગવાનનો અવતાર છે. તેમને સતગુરૂનુ સન્માન પણ મળ્યુ અને કબીરનો અવતાર પણ માનવામાં આવ્યા.
' સાઁઈબાબા' નામ ફારસી અને ભારતીય પાસેથી લેવામાં આવ્યુ છે. 'સાઁઈ' એક ફારસી શબ્દ છે જેનો અર્થ છે પવિત્ર કે સંત, જ્યારે કે ભારતીય ભાષાઓમાં 'બાબા' શબ્દનો પ્રયોગ પિતાને માટે કરવામાં આવે છે. આ રીતે સાઁઈબાબાનો અભિપ્રાય પવિત્ર પિતાથી છે. જન્મથી લઈએ સોળ વર્ષ સુધીની ઉમંરનું તેમનુ જીવન અસ્પષ્ટ છે, તેથી તેમના પ્રારંભિક જીવનથી જોડાયેલા ઘણા બધા અનુમાન અને દંતકથાઓ સાંભળવા મળે છે. પોતાના જીવનકાળમાં તેમણે હિન્દુ અને ઈસ્લામ ઘર્મની એકતા પર બળ આપ્યું છે. લોકની માન્યતા છે કે તેઓ જીવનભર એક મસ્જિદમાં રહ્યા અને તેમના મૃત્યુ પછી તેમનો અંતિમ સંસ્કાર એક મંદિરમાં થયો હતો. આ રીતે તેમણે હિન્દુ અને મુસ્લિમ બંને જ વર્ગોની પરંપરાઓને નવુ રૂપ આપ્યું. આ તીર્થસ્થાનનું મૂળ સુત્ર 'અલ્લાહ માલિક' છે એટલે કે ઈશ્વર જ સ્વામી છે.
W.D
W.D
સાઈબાબાએ પ્રેમ, દયા, સહિષ્ણુતા, ક્ષમા, શાંતિ અને ભક્તિ જેવા સિધ્ધાંતોનો પાઠ ભણાવ્યો. તેઓ અદ્વૈતવાદ દર્શનના અનુયાયી હતા અને તેમણે ભક્તિ અને ઈસ્લામ, બંનેની ઘારાઓમાં શિક્ષાઓ આપી. મહારાષ્ટ્ર, દક્ષિણી ગુજરાત અને આંધ્રપ્રદેશમાં તેમની લોકપ્રિયતા અપાર છે, પણ તેમના મૂળને લઈને આજે પણ વિવાદ છે.
શિરડીમાં મુખ્ય જોવાલાયક સ્થળો ત્રણ : સમાધિમંદિર, સાંઇબાબા જે સ્થાનમાં રહેતા તે સ્થાન દ્વારકામાઇ, ને સાંઇબાબાનું રુસ્થાન-જ્યાં તેમના ગુરુ પ્રકટ થયા તે સ્થાન. તદ્દ ઉપરાંત ચાવડી, લેંડીબાગ સંગ્રહાલય અને ખંડોબા મંદિર તો ખરાજ..
W.D
W.D
સમાધિમંદિર ખૂબ જ વિશાળ ને સુંદર છે. એ સ્થળે શિરડીના સિદ્ધપુરુષ સાંઇબાબાએ સમાધિ લીધી છે. એ વાતને તો વરસો વીતી ગયાં, પણ કોઇ ભક્ત પુરુષે પાછળથી હજારો રૂપિયા ખરચીને આજનું સમાધિમંદિર બંધાવ્યું છે. તે અત્યંત આકર્ષક છે. સમાધિમંદિરમાં સામે જ સાંઇબાબાની ખુલ્લી સમાધિ છે. સમાધિ પર ફૂલમાળાઓ પડેલી હોય છે. એક બાજુ અખંડ અગ્નિ સળગ્યા કરે છે. તે જ તરફ સાંઇબાબાની ચરણપાદુકા છે. સામે સાંઇબાબાનું મોટું તૈલચિત્ર છે. સમાધિમંદિરમાં નાતજાતના ભેદ વિના સૌ કોઇ પ્રવેશી શકે છે. પૂજા કરવાનો પણ સૌને અધિકાર છે. સવારે લગભગ સાડાદસ કે અગિયાર વાગે પૂજા થાય છે. તે વખતનું દ્રશ્ય સુંદર હોય છે. પૂજારી ને બીજા ભક્તો સાંઇબાબાની સ્તુતિ ગાય છે ને ખૂબ જ ભાવથી પૂજા પૂરી કરે છે.
પૂજામાં ભાગ લઇને અમે દ્વારકામાઇનાં દર્શને ગયાં. દ્વારકામાઇ એક મસ્જીદ છે એમ કહેવાય છે, પરંતુ મસ્જીદ જેવો તેનો આકાર નથી દેખાતો. નાનું સરખું મકાન છે. તેનાં પગથિયાં ચઢીને અમે ઉપર પ્રવેશ કર્યો. ઉપર સાંઇબાબાનું મોટું તૈલચિત્ર છે. તેમાં સાંઇબાબાની બેઠેલી આકૃતિ છે. આકૃતિ ખૂબ જ આકર્ષક છે.
W.D
W.D
દ્વારકામાઇમાં પણ એકબાજુ અખંડ અગ્નિ જલ્યા કરે છે. સાંઇબાબા અગ્નિ રાખતા ને તેની ભસ્મ સૌને આપતા. તેમની સ્મૃતિમાં આજે પણ ભસ્મ અને અગ્નિ જોવા મળે છે. એક કબાટમાં સાંઇબાબાની પહેલાંની બે ત્રણ કફની છે. એ ઝભ્ભા જાડા કાપડના ને સાદા છે. બીજી બાજુ દિવાલમાં તેમની જૂની ચલમો હારબંધ જડેલી છે.
સાંઇબાબા ચલમ પીતા એ વાત પ્રસિદ્ધ જ છે. એની સાથે સાથે યાત્રીઓને સાંઇબાબાનાં બે ત્રણ વાસણો પણ જોવા મળે છે. એક ખૂણામાં ઘંટી તથા એક કોથળો છે. એ વિશે એમ કહેવાય છે કે શિરડીમાં દુકાળ પડતો ત્યારે સાંઇબાબા પોતે અનાજ દળતા ને તે વખતે આ ઘંટીને ઉપયોગમાં લેતા. દળેલા ઘઉંનો લોટ તે ગામબહાર આવેલી નદીમાં ફેંકાવી દેતા. ગોદાવરી નદીમાં લોટ પધરાવવાથી કે એ જાતના સાંઇબાબાના આશીર્વાદથી શિરડીમાંથી દુકાળની અસર દૂર થઇ જતી. કોથળામાં અનાજ ભરેલું આજે પણ કાયમ છે. એ વસ્તુઓ ઉપરાંત સાંઇબાબાની બીજી સ્મૃતિ પણ જોવા જેવી છે. તેમની રેશમી જેવી છત્રી. બહાર જતાં કેટલીક વાર સાંઇબાબા આ છત્રીનો ઉપયોગ કરતા. એક ભક્તે તેમને છત્રી પણ ઓઢાડી છે. એ દ્રશ્ય મોટા તૈલચિત્રમાં અહીં જોવા મળે છે.
W.D
W.D
દ્વારકામાઇનું સ્થળ સુંદર છે. જ્યારે એ સ્થળમાં સાંઇબાબા જેવા સિદ્ધપુરુષ વિરાજતા હશે ત્યારે એનો મહિમા કેવો અદ્દભુત હશે !
દ્વારકામાઇનું દર્શન કરીને બહાર આવતાં સામે જ દિવાલ પાસે એક મોટો પત્થર છે. એ પત્થર પર કેટલીક વાર સાંઇબાબા બેસતા. તેવો એક ફોટો પણ તેમનો મળે છે. સાંઇબાબા કહેતા કે ‘દ્વારકામાઇનાં પગથિયાં પર જે ચઢ્યો તેનાં બધાં જ દુઃખદર્દ મટી ગયાં એમ જ સમજવાનું. તેની જવાબદારી હું સહર્ષ ઉપાડી લઉં છું,’ એ શબ્દો આ સ્થાનમાં આવતાંવેંત યાદ આવે છે.
દ્વારકામાઇની બહાર દિવાલ પર એક બોર્ડ છે. એ બોર્ડ પર થોડીક સૂચનાઓમાં એક સૂચના એવી છે કે ‘દ્વારકામાઇ કે સમાધિ મંદિરના ભાગમાં કોઇ પણ માણસે કોઇ હાડમાંસના માણસને પ્રણિપાત ના કરવા. તેવા માણસને સાષ્ટાંગ દંડવત્ કરવા તે સાંઇબાબાનું અપમાન કર્યા બરાબર છે.’ એ સૂચના જરા વિચિત્ર લાગે છે. સાંઇબાબા તો સર્વ પ્રકારના ઉચ્ચ-નીચ કે મોટા-છોટાના ભેદથી પર ને વિશાળ હૃદયના હતા. તેમના જેવા મહાન પુરુષના સ્થળમાં પાછળથી આવી સૂચના લખવામાં આવે એ એક રીતે જોઇએ તો શ્રી સાંઇબાબાના આદર્શનું અપમાન જ છે. લેભાગુ સાધુઓ સાંઇબાબાના સ્થાનમાં બેસીને પૂજાવાનું શરૂ કરે ને ભોળા માણસો તેમના પાશમાં સપડાઇ ના જાય તે માટે ટ્રસ્ટીમંડળને આ સૂચના લખવી કદાચ જરૂરી લાગી હશે. તેટલા પૂરતી તે સમજી શકાય છે.
W.D
W.D
અહીંયા ત્રણ મુખ્ય તહેવારો ઉજવાય છે - શ્રી રામનવમી, ગુરૂપૂર્ણિમાં અને વિજયાદશમી.... હવે બોલો જવું છે ને... શિરડીના સાંઇબાબાને મળવા...
કેવી રીતે જશો તમે ત્યાં ? - 1. તમે મુંબઈ રેલ્વે, બસ કે વિમાન દ્વારા જઈ શકો છો. મનમાડ અહીંનુ નજીકનુ રેલવે સ્ટેશન છે. તમે મનમાડ જે અહીંનું નજીકનું રેલ્વે સ્ટેશન છે, ત્યાં પહોંચીને તમારા તીર્થધામ માટે રેલ લઈ શકો છો.
2. મનમાડથી બસ કે ટેક્સી પણ કરી શકો છો.
3. મહારાષ્ટ્ર રાજ્ય પરિવહન બોર્ડ પણ આ સ્થાન સુધી પહોંચવા માટે બસ સેવા પૂરી પાડે છે. સાથે સાથે પ્રાઈવેટ બસ સેવા પણ અહીં સુધીની મળી રહે છે.
4. તમે મુંબઈથી સીધા ટેક્સી કરીને પણ જઈ શકો છો. ( જો તમે વિદેશી પર્યટક છો, તો પહેલા ડ્રાઈવરના લાઈસેંસ અને પ્રારંભિક જાણકારીઓની છાનબીન કરી લો).