Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોઢેરાનુ વિશ્વ પ્રસિધ્ધ સૂર્યમંદિર

ભીંકા શર્મા અને જનકસિંહ ઝાલા

Webdunia
ધર્મયાત્રાની આ વખતની કડીમાં અમે તમને લઈ જઈએ છીએ મોઢેરાના વિશ્વ પ્રસિધ્ધ સૂર્ય મંદિરમાં, જે અમદાવાદથી લગભગ સો કિલોમીટરના અંતરે પુષ્પાવતી નદીના કિનારે આવેલુ છે. એવુ અનુમાન છે કે આ મંદિરનુ નિર્માણ સમ્રાટ ભીમદેવ સોલંકી પ્રથમ (ઈસા પૂર્વ 1022-1063માં) એ કરાવ્યુ હતુ. જેની પૂર્તિ એક શિલાલેખ કરે છે. જે મંદિરના ગર્ભગૃહની દિવાલ પર છે, જેમા લખવામાં આવ્યુ છે કે વિક્રમ સંવંત 1083 અર્થાત (1025-1026 ઈસ પૂર્વ) આ એજ સમય હતો જ્યારે સોમનાથ અને તેની આસપાસના વિસ્તારોને વિદેશી આક્રમણકર્તા મહેમૂદ હમદ ગઝનીએ પોતાના કબ્જે કરી લીધી હતી. ગજનીના આક્રમણના પ્રભાવના આધીન થઈને સોલંકીઓએ પોતાની શક્તિ અને વૈભવને ગુમાવી દીધી હતી.

સોલંકી સામ્રાજ્યની રાજઘાની કહેવાતી 'અહિલવાડ પાટણ' પણ પોતાની મહિમા, ગૌરવ અને વૈભવને ગુમાવતી રહી હતી, જેને મેળવવા માટે સોલંકી રાજ પરિવાર અને વેપારીઓ એક થયા અને તેમણે સંયુક્ત રૂપથી ભવ્ય મંદિરોના નિર્માણને માટે પોતાનુ યોગદાન આપવુ શરૂ કર્યુ.

W.D
સોલંકી, 'સૂર્યવંશી' હતા, તેઓ સૂર્યને કુળદેવતાના રૂપમાં પૂજતા હતા તેથી તેમણે પોતાના આદ્ય દેવતાની આરાધના માટે એક ભવ્ય સૂર્ય મંદિર બનાવવાનો નિર્ણય કર્યો અને આ પ્રકાર મોઢેરાના સૂર્ય મંદિરે આકાર લીધો. ભારતમાં ત્રણ સૂર મંદિર છે, જેમા પહેલા ઉડીસાનુ કોણાર્ક મંદિર, બીજુ જમ્મુમાં સ્થિત માર્તંડ મંદિર અને ત્રીજુ ગુજરાતનુ મોઢેરાનુ સૂર્ય મંદિર.

શિલ્પકલાન અદ્દભૂત ઉદાહરણ રજૂ કરનારુ આ વિશ્વપ્રસિધ્ધ મંદિરની સૌથી મોટી ખાસિયત એ છે કે સમગ્ર મંદિરના નિર્માણમાં ક્યાય પણ ચૂનાનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. ઈરાની શૈલીમાં નિર્મિત આ મંદિરને ભીમદેવને બે ભાગોમાં બનાવડાવ્યુ હતુ. પહેલો ભાગ ગર્ભગૃહનો અને બીજુ સભામંડપનુ છે. મંદિરના ગર્ભગૃહના અંદરની લંબાઈ 51 ફૂટ અને 9 ઈંચ અને પહોળાઈ 25 ફૂટ 8 ઈંચ છે.

મંદિરના સભામંડપમાં કુલ 52 સ્તંભ છે. આ સ્તંભો પર શ્રેષ્ઠ કારીગરીના વિવિધ દેવી-દેવતાઓના ચિત્રો અને રામાયણ અને મહાભારતના પ્રસંગોને કોતર્યા છે. આ સ્તંભોને નીચેની તરફ જોતા તેઓ અષ્ટકોણાકાર અને ઉપરની તરફ જોતા એ ગોળ દેખાય છે.

આ મંદિરનુ નિર્માણ કંઈક એ રીતે કરવામાં આવ્યુ છે કે જેમા સૂર્યોદય થતા સૂર્યની પહેલી કિરણ મંદિરના ગર્ભગૃહ પર પડે. સભામંડપની આગળ એક વિશાળ કુંડ આવેલુ છે. જેને લોકો સૂર્યકુંડ કે રામકુંડના નામે ઓળખે છે.

અલ્લાઉદ્દીન ખિલજીએ પોતાના આક્રમણ દરમિયાન મંદિરને ખૂબ જ નુકશાન પહોંચાડ્યુ અને મંદિરની મૂર્તિઓ તોડફોડ કરી. વર્તમાનમાં ભારતીય પુરાતત્વ વિભાગે આ મંદિરને પોતાના સંરક્ષણમાં લઈ લીધુ છે.

W.D
ઈતિહાસમાં પણ મોઢેરાનો ઉલ્લેખ

સ્કંદ પુરાણ અને બ્રહ્મ પુરાણના મુજબ પ્રાચીન સમયમાં મોઢેરાની આસપાસનો સમગ્ર વિસ્તાર 'ઘર્મરન્ય'ના નામે ઓળખાતો હતો. પુરાણો મુજબ ભગવાન શ્રીરામે રાવણના સંહાર પછી પોતાના ગુરૂ વશિષ્ઠને એક એવુ સ્થાન બતાવવા માટે કહ્યુ જ્યા જઈને તેઓ પોતાની આત્માની શુધ્ધિ અને બ્રહ્મ હત્યાના પાપથી મુક્તિ મેળવી શકે. ત્યારે ગુરૂ વશિષ્ઠે શ્રીરામને 'ધર્મરન્ય' જવાની સલાહ આપી હતી. આ જ ક્ષેત્ર આજે મોઢેરાના નામે ઓળખાય છે.

કેવી રીતે જશો ?

રોડ દ્વારા - આ મંદિર અમદાવાદથી 102 કિલોમીટરના અંતરે આવેલુ છે. અમદાવાદથી અહી જવા માટે બસ અને ટેક્સીની સુવિદ્યા પણ મળી રહે છે.

રેલમાર્ ગ - નજીકનુ રેલ્વે સ્ટેશન અમદાવાદ લગભગ 102 કિમીના અંતર પર આવેલુ છે.

વાયુમાર્ ગ - નજીકનુ એયરપોર્ટ અમદાવાદ છે.

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

Show comments