rashifal-2026

પાટીદાર આંદોલન - મોરબી જીલ્લામાં ત્રણ એસટી બસો સળગાવી, સુરક્ષાની ધ્યાનમાં રાખતા એસટી સેવા બંધ

Webdunia
બુધવાર, 21 ઑક્ટોબર 2015 (12:13 IST)
અનામત આંદોલન સમિતિના કન્‍વીનર હાદિક પટેલની ધરપકડના વિરોધમાં મોરબી જિલ્લા તોફાની ટોળાઓ દ્વારા આગજની સહિતના અનિચ્‍છનીય બનાવો ગતરાત્રીના પણ બનવા પામ્‍યા હતા અને મોરબી જિલ્લામાં તોફાની ટોળાઓએ ત્રણ એસ.ટી. બસને નિશાન બનાવી સળગાવી નાખી હતી અને રસ્‍તો બ્‍લોક કરનાર ટોળાને વિખેરવા જતાં પોલીસ પર પણ પથ્‍થરમારો થયો હતો. જેમાં બે પીએસઆઇને ઇજાઓ થઇ હતી. બે પોલીસની જીપના કાચ તોડી નાખવા સહિત વાહનમાં તોડફોડ કરી હતી. તોળાને વિખેરવા પ્રતિકારરૂપે પોલીસે ચાર રાઉન્‍ડ રબ્‍બર સેલના છોડયા હતા.
 
      પ્રાપ્‍ત વિગતો મુજબ ગતરાત્રીના રવાપર ગામ પાસે એકઠા થયેલા તોફાની ટોળાએ રવાપરથી લાલપર ગામે જતો રસ્‍તો બ્‍લોક કરી દેતાં અને પોલીસને તેની જાણ થતાં તે રસ્‍તો ખુલ્લો કરાવવા પોલીસ ઘટના સ્‍થળે પહોંચી હતી અને રસ્‍તો ખુલ્લોરાવ્‍યો હતો. દરમિયાનમાં થોડેદુર અંદાજે ૫૦૦ લોકો એકઠા થયેલા ટોળાએ પોલીસ પર એકાએક પી.એસ.આઇ. એ.બી.પટેલ પર પથ્‍થર મારો કરતા ઇજાઓ થઇ હતી અને પી.એસ.આઇ. પી.એમ.જાડેજા પણ મુંઢમારનો ભોગ બન્‍યા હતા. તોફાની ટોળાએ પથ્‍થરાવમાં બે પોલીસ જીપનાં કાચ તોડવા સાથે વાહનમાં તોડફોડ કરી હતી. પોલીસ પ્રતિકારરૂપે ચાર રાઉન્‍ડ રબ્‍બર સેલના છોડયા હતા.
 
      રાત્રીના એક વાગ્‍યાની આસપાસ અંતરીયાળ હાઇવે પર મોરબીના ભરતનગર પાસે, આંદરાણા પાસે અને માળીયા (મીં)ના રાપર પાસે બસો સળગાવાઇ હતી. બસો સળગાવાતા ત્રણ-ત્રણ બસના મુસાફરો રઝળી પડયા હતા અને રાત્રીના અંધકારમાં ખૂબ મુશ્‍કેલીનો સામનો કરવો પડયો હતો.
 
      મોરબી જિલ્લા પોલીસવડા રાજનસુશ્રા, સીટી પી.આઇ. સોનારા, ઇજાગ્રસ્‍ત પીએસઆઇઓ સીહતના પોલીસ કાફલાએ રાતભર દોડધામ કરી હતી. મોરબી શહેરી વિસ્‍તારમાં હાલમાં સંપૂર્ણ શાંતિ પ્રવર્તે છે. કોઇ અનિચ્‍છનીય બનાવ ન બને તે માટે મોરબીમાં ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત ગોઠવી દેવામાં આવ્‍યો છે.
      હાર્દિક પટેલની ધરપકડના વિરોધમાં સૌરાષ્‍ટ્ર શાંત રહ્યા બાદ મોરબી પંથકમાં ગઇકાલે રાત્રે અચાનક તોફાનો શરૂ થતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. જોકે, આજ સવારથી મોરબી શહેર અને જિલ્લામાં અજંપાભરી શાંતિ પ્રવર્તે છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Baby New Names- બાળકોના નવા સુંદર નામ

Biryani Recipe For Bachelors: હવે બેચલર પણ 10 મિનિટમાં ઘરે બિરયાની બનાવી શકે છે, અહીંથી નોંધ લો સરળ રેસીપી

લગ્ન કરતા પહેલા, તમારા જીવનસાથીને આ 5 પ્રશ્નો ચોક્કસ પૂછો, જવાબો જાણ્યા પછી જ, જીવનનો નિર્ણય લો.

International Women’s Day 2026- આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે છે? જાણો આ દિવસ શા માટે ઉજવવામાં આવે છે.

Women's Day 2026: માસિક ધર્મના દુખાવાને "નોર્મલ" કહીને અવગણશો નહિ, કેટલું જોખમી છે? જાણી લો .

વધુ જુઓ..

નવીનતમ

આજના રમુજી જોક્સ: પત્નીના મૃત્યુ પછી, પતિએ રડતા રડતા કંઈક કહ્યું, તે વાંચીને તમે ખૂબ હસશો.

ગુજરાતી જોક્સ - ફક્ત ૫૦૦ રૂપિયા

પ્રિયંકા ચોપડાએ અમેરિકામાં ખૂબ રમી ધૂળેટી, પતિ નિક જોનસ સાથે શેર કરી મસ્તીની તસ્વીર

Holi 2026- હોળીના રંગબેરંગી જોક્સ

ગુજરાતી જોક્સ - છોકરીઓ પારકી થાપણ તો છોકરાઓ ?

Show comments