rashifal-2026

ઉપવાસનાં છઠ્ઠા દિવસે હાર્દિકે જળ ત્યાગ કર્યો, ચાર કિલો વજન ઘટ્યું

Webdunia
ગુરુવાર, 30 ઑગસ્ટ 2018 (17:24 IST)
પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલના ઉપવાસનો આજે છઠ્ઠો દિવસ છે. હાર્દિક પટેલે બુધવારે ફેસબૂક પર લાઈવ થઈને જનતાને જણાવ્યું હતું કે તે ઉપવાસનાં છઠ્ઠા દિવસથી પાણીનો પણ ત્યાગ કરશે.  હાર્દિક પટેલે આજે તેનાં ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કર્યું છે કે ‘સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે જનતંત્રમાં જનતાનાં અવાજને કોઈ પણ સરકાર દબાવી ન શકે. જો જનતાના અવાજને દબાવવામાં આવશે તો મોટો ધડાકો થશે. ગુજરાતમાં પણ આવી જ રીતે જનતાનાં અવાજને દબાવવામાં આવી રહ્યો છે. હું દાવા સાથે કહું છું કે, આ સંપૂર્ણ લોક ક્રાંતિનું આહવાન છે. જનતાનો અવાજ દબાવાઈ રહ્યો છે. સત્તા વિરુદ્ધ જનતા જરૂરથી એક દિવસ વિસ્ફોટ કરશે.’
હાર્દિક પટેલે આજે રાજદ્રોહનાં કેસની સુનાવણી વખતે કોર્ટમાં હાજર રહેવાનું હતું પરંતુ હાર્દિકનાં વકીલે કોર્ટમાં જણાવ્યું કે હાર્દિકની તબિયત સારી ન હોવાનાં કારણે તે સુનાવણી દરમિયાન હાજર રહી શકે તેમ નથી. વકીલની આ રજૂઆતને કોર્ટે માન્ય રાખીને વિશેષ સુનાવણી ૧૪ સપ્ટેમ્બરનાં રોજ રાખી છે. કોર્ટે ૧૪ સપ્ટેમ્બરનાં રોજ તમામ આરોપીઓને હાજર રહેવા માટેનો આદેશ આપ્યો છે. 
ઉપવાસનાં પાંચમાં દિવસે જ હાર્દિકને શારીરિક અશક્તિ આવી ગઈ હતી. પાંચમાં દિવસે હાર્દિક પોતાની જાતે ઉભો થઈ શકવા માટે પણ સક્ષમ નહતો. પાંચમાં દિવસે હાર્દિક પટેલનું વજન એક કિલો કરતા વધુ ઘટી ગયું હતું. સોલા સિવિલના તબીબો દ્વારા મેડિકલ ચેકઅપ કર્યા બાદ જણાવાયું હતું કે, જો હાર્દિક ફ્રૂટ અને જ્યુસ નહીં લે તો કિડની પર વિપરીત અસર થઇ શકે છે. ગઈ કાલે કરાવેલ બ્લડ ચેકઅપ અને યુરીન રિપોર્ટ નોર્મલ આ‌વ્યો હતો. 
હાર્દિકની સારવાર લઈ રહેલ ડોક્ટરે જણાવ્યું કે શરીરમાં એસીટોનનું પ્રમાણ વધી ગયું છે જેની અસર કિડની અને હ્રદય પર થઈ શકે છે. હાર્દિકને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. તેમ જ તેનાં મગજ પર અસર થઈ શકે છે તેમજ તેનાં હ્રદયનાં દબકારા પણ અનિયમિત થઈ શકે છે. ગઈ કાલનાં વજનની સરખામણીએ આજે હાર્દિકનાં વજન ૬૦૦ ગ્રામ જેટલું ઘટ્યું છે. ડૉક્ટરે તેને પાણી અને લિક્વિડ લેવાની સલાહ આપી છે.  આ પાંચ દિવસમાં હાર્દિકનું વજન લગભગ ચાર કિલો જેવું ઘટ્યું હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પ્લેટમાં કંઈક ખાસ પીરસો. આ મૂંગ દાળ પાલક પુરી

Health Tips: ભૂલથી પણ આ લોકોએ ખાલી પેટે ચા ન પીવી જોઈએ, મોડું થાય તે પહેલાં જાણી લો

સવારે ખાલી પેટ કેસર પાણી પીવાથી શું ફાયદા થશે ? તમારું શરીર સ્ટીલ જેવુ બનશે મજબૂત

શુ ખરેખર વધુ પડતી painkiller ખાવાથી કિડની ખરાબ થઈ જાય છે ? જાણો શુ કહે છે વિશેષજ્ઞ

નવરાત્રીના ઉપવાસમાં આ રીતે બનાવો સાબુદાણા કબાબ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

ગુજરાતી જોક્સ -સાબુ આપો

Dhurandhar: The Revenge review - રણવીર સિંહનો વિસ્ફોટક અંદાજ અને દમદાર ફિલ્મી સફર

લગ્નના 20 વર્ષ પછી દિવ્યાંકા ત્રિપાઠીએ આપી ગુડ ન્યુઝ, પતિ વિવેક દહિયા સાથે શેર કરી સ્પેશ્યલ તસ્વીરો, ખુશીથી ઝૂમી ઉઠ્યા ફેંસ

ગુજરાતી જોક્સ - કેમ નાચી રહ્યા છે

આગળનો લેખ
Show comments