Webdunia - Bharat's app for daily news and videos

Install App

શાબાશ, સલામ અભિનવ....

જયદીપ કર્ણીક

જયદીપ કર્ણિક
મંગળવાર, 12 ઑગસ્ટ 2008 (18:35 IST)
બેશક આ સોનાની ચમક ઘણી વધારે છે. આ એક પ્રતિભાશાળી ખેલાડીની શકિતનું સન્માન નથી પરંતુ આ એક અરબ લોકોના સ્વપ્નને હકીકતમાં ફેરવનાર સોનેરી કિરણ છે. કહેવામાં તો આ ભારતના ખાતામાં પહેલો વ્યકિતગત સુવર્ણ પદક છે. પરંતુ આ કરોડો લોકોની પોતાના દેશ માટે સુવર્ણ ચંદ્રક ન જીતી શકવાના મહેણા ઉપરનો મલમ છે.

NDN.D
દુનિયામાં આપણી હોકીની ધાક ઓથી થયા બાદ ઓલિમ્પિકમાં જન-ગણ-મણ સાંભળવા માટે કાન તરસી રહ્યા હતા. આજે અભિનમ બિન્દ્રાને પહેલા નંબર ઉપર ઉભો જોઇ જન-ગણ-મણની ધુન પર આપણો તિરંગો સૌથી ઉપર ઉડતો જોઇ એક રોમાંચક અનુભવ થયો હતો. આનાથી જોડાયેલી ભઆવનાઓનું શબ્દોમાં નિરૂપણ કરી શકાય તેમ નથી. આ અવિસ્મરણીય ક્ષણ આંખને અંદરથી ભીની કરી ગઇ અને મનથી આ નીકળતું હતું કે, અભિનંદન, સલામ શાબાશ અને ઝિન્દાબાદ અભિનવ.

અભિનવની આ સિધ્ધિ એટલા માટે પ્રશંસનીય છે કે, તેણે એવા દેશનું પ્રતિનિધિત્વ કરી આ મેડલ પ્રાપ્ત કર્યો છે, જ્યાં ક્રિકેટ સિવાય અન્ય રમતમાં જોડાવુ એ, ન જોડાવા બરાબર છે. અન્ય રમતો માં પોતાની જાતને સાબિત કરવા માટે એક ક્રિકેટરથી દસ ગણી વધુ ઉર્જા, સાહસ અને આત્મબળ જોઇએ. આ એક એવા દેશની ઉપલબ્ધિ છ. જ્યાં ક્રિકેટ ધર્મ કરતાં પણ વધુ છે. જ્યાં એક મહિલા વેઇટ લીફટરને ગંદા રાજકારણનો શિકાર થવું પડે છે અને ઓલિમ્પિકમાં ભાગ લેવાથી વંચિત થવું પડે છે. અભિનવે આ સિધ્ધિ એક એવા દેશ માટે હાસિલ કરી છે જ્યાં તમામ રમત સંઘોના અધિકારીઓ એવા વ્યક્તિઓ છે જે રમતની બાબતમાં કંઇ જાણતા નથી.

નિશાનેબાજી એમ પણ મોંઘી રમત છે અને આ એક મહત્વપૂર્ણ તથ્ય છે કે અભિનવ એક સંપન્ન ઔદ્યોગિક પરિવારમાંથી આવી રહ્યો છે. જો તે એક સામાન્ય પરિવારમાંથી આવતો તો શુ તે અહીં સુધી પહોંચી શકત? આ એક મોટો સવાલ છે. જે આ હર્ષોલ્લાસ વચ્ચે દેશના તમામ રમતપ્રેમીઓ અને ખાસ કરીને દેશના રમત સંગઠનોથી જોડાયેલા લોકોએ જાતને પુછવો જોઇએ.

અભિનવને પોતે પણ આ જીત બાદ ભાવુકતાથી બચી એક મહત્વની વાત કહી, હું કેવળ એ જ ઉમ્મીદ રાખું છું કે આ પછી ભારતમાં ઓલિમ્પિક રમતોની સ્થિતિ અને આપણા વિચારો બદલાશે. ઓલિમ્પિક રમતો આજે પણ આપણી પ્રાથમિકતા નથી, ભારતમાં પહેલો વ્યક્તિગત સુવર્ણ પદક વિજેતાના આ વાક્યોમાં છુપાયેલા દર્દને જો આપણે નહીં જાણી શકીએ તો પછી ચંદ્રકની આશા રાખવી બેકાર છે. પછી તો આવા અભિનવ અને રાજ્યવર્ધનસિંહ રાઠોર આપણે ખુશીની કેટળીક ક્ષણો આપી શકશે. જે આપણી રમત વ્યવસ્થાના મોહતાજ નથી.

જ્યારે આપણે થાઇલેન્ડ જેવા નાના દેશોને પણ સુવર્ણ અને ઝીમ્બામ્વે જેવા દેશોને રજત અને અન્ય પદક મેળવતા જોઇએ છીએ ત્યારે મન વ્યથિત થઇ જાય છે. આજે અભિનવે મેળવેલી સિદ્ધિથી સમગ્ર ભારતવાસીયો ઝુમી ઉઠ્યા હતાં. આ સિદ્ધિ થકી અભિનવની આંતરિક શક્તિની ઓળખ થાય છે.

રાષ્ટ્રગીત સાથે સાથે તિરંગાને લહેરાતા દેખતા પણ તેઓ શાંત હતાં, પરંતુ તેમના ભાવને વાંચી શકાતાં હતાં. આતો મત્ર બીજિંગમાં રાષ્ટ્રગીત વાગવાની શરૂઆત છે, હજી તો સાઈના નેહવાલ, સાજ્યવર્ધન રાઠોડ, અને પેસ-ભૂપતિની જોડી પણ બીજિંગમાં લહેરાતાં તિરંગાની સાથે રાષ્ટ્રધૂન ગણગણાવે એવી આશા દરેક ભારતવાસીઓને છે. એકવાર ફરી અભિનવને ખુબ ખુબ અભિનંદન....

હિતેન કુમાર અને કાજલ ઓઝા વૈદ્ય દ્વારા અભિનિત ગુજરાતી ફિલ્મ ‘તારો થયો 17 જાન્યુઆરીએ રીલિઝ થશે

Baidyanath Jyotirlinga Temple- વૈદ્યનાથ જ્યોતિર્લિંગ

ગુજરાતી જોક્સ - લંડનમાં કામ કરે છે

ગુજરાતી જોક્સ - સારું ભોજન મળશે

ગુજરાતી જોક્સ - કંજૂસ મિત્રો

Dehydration Symptoms - શું તમે પણ શિયાળામાં પાણી ઓછું પીવો છો ? આ 5 લક્ષણ બતાવી દેશે શરીરમાં થઈ રહી છે પાણીની કમી

શિયાળામાં આ ઉંમરના લોકોએ રહેવું સાવધ, નહિ તો બની જશો હાર્ટ એટેકનાં શિકાર, જાણો કેવી રીતે પોતાની બચવું

રામાયણની વાર્તા - લક્ષ્મણજી 14 વર્ષ સુધી ઉંઘ્યા નથી

mutton nihari - ઘરે કેવી રીતે બનાવીએ દિલ્હીની પ્રખ્યાત મટન નિહારી

Gota Patti Sarees : આ Festive Season માટે છે એક પરફેક્ટ ચૉઈસ

Show comments