Webdunia - Bharat's app for daily news and videos

Install App

navratri puja samagri - નવરાત્રી પૂજન સામગ્રી અને વિધિ

Webdunia
સોમવાર, 12 સપ્ટેમ્બર 2022 (15:36 IST)
શારદીય  નવરાત્રી હિંદૂ ધર્મમાં ખાસ મહત્વ ધરાવે  છે. આ પર્વ શરૂ થતા તેને લાગતી તૈયારીઓ જોવા મળે છે.   આ વખતના નવરાત્રીની વાત કરીએ તો અમે તમને પહેલા જ જણાવી દઈએ કે આ વખતે નવરાત્રી 6 એપ્રિલ શરૂ થઈ રહેશે. 
 
ઘટ સ્થાપના અને પૂજન માટે મહત્વની સામગ્રીવસ્તુઓ.. 
માટીનું પાત્ર અને જવ ના 11 કે 21 દાણા 
શુદ્ધ ચોખ્ખી કરેલી માટી જેમા પત્થર ન હોય 
શુદ્ધ જળથી ભરેલી માટી, સોનુ, ચાંદી, તાંબુ કે પીત્તળનું કળશ 
અશોક કે કેરીના 5 પાન 
કળશને ઢાંકવા માટે માટીનું ઢાંકણ 
આખા ચોખા, લાલ દોરો 
એક પાણીવાળુ નારિયળ 
પૂજામાં કામ આવનારી સોપારી 
કળશમાં મુકવા માટે સિક્કા 
લાલ કપડુ કે ચુંદડી 
ખોયા મીઠાઈ 
લાલ ગુલાબના ફૂલોની માળા 
કેવી રીતે કરશો ઘટ સ્થાપના 
 
સવારે સ્નાન કરો. લાલ વસ્ત્રો ધારણ કરો. ઘરના સ્વચ્છ સ્થાન પર માટીથી વેદી બનાવો. વેદીમાં જવ અને ઘઉ બંને બીજ આપો. એક માટી કે કોઈ ધાતુના કળશ પર રોલીથી સ્વસ્તિકનુ ચિન્હ બનાવો. કલશ પર લાલ દોરો લપેટો. જમીન પર અષ્ટદળ કમળ બનાવો. તેના પર કળશ સ્થાપિત કરો. 
કળશમાં ગંગાજળ, ચંદન, દૂર્વા, પંચામૃત, સોપારી, આખી હળદર, કુશા, રોલી, તલ, ચાંદી નાખો. કળશના મોઢા પર 5 કે 7 કેરીના પાન કે  આસોપાલવના પાન મુકો. તેના પર ચોખા કે જવથી ભરેલુ કોઈ પાત્ર મુકી દો. 
એક પાણી ભરેલા નારિયળ પર લાલ ચુંદડી કે વસ્ત્ર બાંધીને લાકડીના પાટલા કે માટીની વેદી પર સ્થાપિત કરી દો. 
 
નારિયળને ઠીક દિશામાં મુકવો ખૂબ જરૂરી છે. તેનુ મોઢું સદા તમારી તરફ અર્થાત સાધક તરફ હોવુ જોઈએ. નારિયળનુ મુખ તેને કહે છે જે તરફ તે ડાળખી સાથે જોડાયેલુ હોય છે. પૂજા કરતી વખતે તમે તમારુ મોઢુ સૂર્યોદય તરફ મુકો. ત્યારબાદ ગણેશજીનુ પૂજન કરો. 
વેદી પર લાલ કે પીળુ કપડુ પાથરીને દેવીની પ્રતિમા કે ચિત્ર મુકો. આસન પર બેસીને ત્રણ વાર આચમન કરો. હાથમાં ચોખા અને પુષ્પ લઈને માતાનુ ધ્યાન કરો અને મૂર્ત કે ચિત્ર પર સમર્પિત કરો.  આ ઉપરાંત દૂધ, ખાંડ, પંચામૃત, વસ્ત્ર, માળા, નવૈદ્ય પાનનુ પાતુ આદિ ચઢાવો. દેવીની આરતી કરીને પ્રસાદ વહેંચો અને ફળાહાર કરો. . 
અથવા આ રીતે પણ કળશ સ્થાપના કરી શકો છો. 
 
નવરાત્રના પ્રથમ દિવસે કળશ  સ્થાપના કરી વ્રતનો સંકલ્પ લેવો જોઈએ. કળશના મુખમાં વિષ્ણુજીનો નિવાસ , કંઠમાં રૂદ્ર અને મૂળમાં બ્રહ્મા સ્થિત છે અને કળશના મધ્યમાં દેવીય માતૃશક્તિઓ નિવાસ કરે છે. કળશના ચારે બાજુ ભીની માટી લગાવીને એમાં જવ વાવવા જોઈએ. જવ ચારે તરફ પાથરી દો જેથી કળશના નીચે ન દબાય એની ઉપર ફરી માટીની એક પરત પાથરો. હવે કળશના કંઠ પર લાલ દોરો બાંધી દો. પછી કળશમાં શુદ્ધ જળ, અથવા ગંગાજળ કંઠ સુધી ભરી દો. કળશમાં આખી સોપારી, દૂર્વા, ફૂલ નાખો. 
હવે કળશમાં થોડુ અત્તર નાખો. કળશમાં પંચરત્ન નાખો. કળશમાં થોડા સિક્કા નાખી દો. કળશમાં અશોકના  કે કેરીના પાન મુકી દો. હવે કળશનું  મુખ માટી/ સ્ટીલની વાટકીથી

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

દાદીમાના નુસ્ખા - નાભિમાં સરસવનું તેલ લગાવવાથી શું થાય છે, જાણો આવું કરવાથી શું ફાયદો થાય ?

Happy Valentines Day Wishes in Gujarati - વેલેન્ટાઇન ડેની શુભેચ્છાઓ

Valentine Special - હાર્ટ શેપ પિઝા રેસીપી

Moral Short Story- સંયમ

Glowing Skin - ચાંદ જેવી ચમક મેળવવા માટે અઠવાડિયામાં બે દિવસ આ કામ કરો

વધુ જુઓ..

નવીનતમ

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

Mahakumbh Magh Purnima Pavitra Snan Live: આજે મહાકુંભમાં થઈ રહ્યું છે માઘ પૂર્ણિમાનું પવિત્ર સ્નાન, અત્યાર સુધીમાં 73.60 લાખ ભક્તો કરી ચુક્યા છે સ્નાન

આગળનો લેખ
Show comments