Biodata Maker

Navratri 2023 Upay Day 4: નવરાત્રિના ચોથા દિવસે કરો લવિંગ-કપૂરના આ ઉપાય

Webdunia
બુધવાર, 18 ઑક્ટોબર 2023 (08:08 IST)
Navratri 2023 Upay Day 4: નવરાત્રીના ચોથા દિવસે દેવી દુર્ગાના ચોથા સ્વરૂપ મા કુષ્માંડાની પૂજા કરવામાં આવશે. આ દિવસે માતા કુષ્માંડાની સાચા મનથી પૂજા કરવી જોઈએ. ત્યારબાદ મનને અનાહત ચક્રમાં સ્થાપિત કરવા માટે માતાના આશીર્વાદ લેવા જોઈએ. એવું માનવામાં આવે છે કે મા કુષ્માંડાની પૂજા કરવાથી રોગો અને દોષોથી મુક્તિ મળે છે.   જાણો નવરાત્રિના ચોથા દિવસે કયા ઉપાય કરવાથી તમે તમારી મનોકામના પૂર્ણ કરી શકો છો.
 
મા કુષ્માંડાના ઉપાયો (Maa Kushmanda Upay)
 
- નવરાત્રિ દરમિયાન પીપળના ઝાડ નીચેથી માટી લાવીને તમારા ઘરમાં મુકો. માટી પર દૂધ, દહી, ઘી, અક્ષત, રોલી અર્પણ કરો અને તેની સામે દીવો કરો. બીજે દિવસે પીપળના ઝાડ નીચે માટી પાછી મૂકી દો. આમ કરવાથી કોઈપણ કામમાં આવતી અડચણો સમાપ્ત થઈ જશે. માટીની પૂજા કર્યા પછી, અવરોધ નિવારણ મંત્રની માળા એટલે કે 108 વાર જાપ કરો.
 
-  જો તમને સંતાન પ્રાપ્તિ ન થઈ શકે તો આજે તમે દાડમના દાણાને લવિંગ અને કપૂરમાં ભેળવીને મા દુર્ગાને અર્પણ કરવાથી સંતાનનું સુખ પ્રાપ્ત થશે. અર્પણ કરતા પહેલા, સામગ્રી પર પાંચ જપમાળા અવરોધ નિવારણ મંત્રનો પાઠ કરો.
 
- જો તમારો ધંધો સારો નથી ચાલી રહ્યો તો આજે તમે લવિંગ અને કપૂરમાં અમલતાશના ફૂલ મિક્સ કરી લો, જો આમળાતશ ન હોય તો કોઈપણ પીળા ફૂલ ઉમેરી દો. ત્યારબાદ મા દુર્ગાને બલિ ચઢાવો. સામગ્રીને અર્પણ કરતા પહેલા તેના પર અવરોધ દૂર કરવાના મંત્રની માળાનો જાપ કરો.
 
- જો તમારો ધંધો સારો નથી ચાલી રહ્યો તો આજે તમે લવિંગ અને કપૂરમાં અમલતાશના ફૂલ મિક્સ કરી લો, જો આમળાતશ ન હોય તો કોઈપણ પીળા ફૂલ ઉમેરી દો. ત્યારબાદ મા દુર્ગાને આહુતિ ચઢાવો. સામગ્રીને અર્પણ કરતા પહેલા તેના પર અવરોધ દૂર કરવાના મંત્રની માળાનો જાપ કરો.
 
- જો તમારા પરિવારમાં કોઈને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા હોય તો 152 લવિંગ અને 42 કપૂરના ટુકડા લો, તેમાં નારિયેળની ગીરી, મધ અને ખાંડ મિક્સ કરો અને તેની સાથે હવન કરો.ઉલ્લેખનિય છે કે  - આહુતિ આપતા પહેલા સામગ્રી પર અવરોધ દૂર કરવાના મંત્રના પાંચ ફેરા જાપ કરો.
 
- જો તમારા પરિવારના કોઈ સભ્યના લગ્નમાં અડચણો આવી રહી હોય તો તેને દૂર કરવા માટે 36 લવિંગ અને 6 કપૂરના ટુકડા લઈને તેમાં હળદર અને ચોખા મિક્સ કરીને માતા દુર્ગાને અર્પણ કરો. અર્પણ કરતા પહેલા લવિંગ અને કપૂર પર અવરોધ નિવારણ મંત્રના અગિયાર ફેરા જાપ કરો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

જો તમે 30 દિવસ સુધી રોજ ગ્રીન ટી પીશો તો તમારા શરીર પર તેની શું થશે અસર ?

મૂળાની ચટણી કેવી રીતે બનાવવી?

એલ્યુમિનીયમ ફોયલમાં ગરમાગરમ રોટલી, સુરક્ષિત કે ઝેરી, જાણો શું કહે છે એક્સપર્ટ

Peanut Chikki Easy Recipe- ચીક્કી બનાવવાની સરળ ટિપ્સ

યુવાનીમાં જ વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો સમજી લો દિલ ગઈ ગયું છે કમજોર, નહિ કરો કંટ્રોલ તો ગમે ત્યારે આવી શકે છે હાર્તેતેક

વધુ જુઓ..

નવીનતમ

Shiv Chalisa Video - શિવ ચાલીસા વાંચો ગુજરાતીમાં

Aditya Hrudayam Lyrics In Gujarati - આદિત્ય હૃદય સ્તોત્રમ્‌ નો પાઠ

Ganesh Chalisa - ગણેશ ચાલીસા

શ્રી ગણપતિ અથર્વશીર્ષ - Ganesh Atharvashirsha Path In Gujarati

Shiva Tandava Stotram - રાવણ રચિત શિવ તાંડવ સ્‍તોત્રમ

આગળનો લેખ
Show comments