Webdunia - Bharat's app for daily news and videos

Install App

નવરાત્રી - ગરબા રમવાથી થતા શારીરિક ફાયદા જાણી લો

Webdunia
સોમવાર, 24 સપ્ટેમ્બર 2018 (14:07 IST)
ગુજરાતીઓનો મનગમતો તહેવાર એટલે નવરાત્રિ. નાના છોકરા-છોકરીઓથી લઈને મોટી ઉંમરનાં બધાં લોકો આ તહેવારનો આનંદ ઉઠાવે છે. આ તહેવારનાં કેટલાક ફાયદા પણ છે. જેમાંથી કેટલાંક ફાયદા નીચે આપ્યા છે. 
 
આપણે દરરોજનાં કામકાજમાં રોટેશન મુવમેન્ટનો ઉપયોગ કરતાં નથી. ગરબામાં ગોળ ફરીને, હાથ-પગ, ખભા, કમર, ગળા વગેરે જેવા શરીરનાં અંગોનો ઉપયોગ કરીએ છીએ, જે સંપૂર્ણ શરીર માટે ફાયદાકારક છે.
 
ગરબા રમતાં આપણે જ્યારે આગળ કે પાછળની બાજુમાં ઝુકીએ છીએ, જેથી કરોડરજ્જુ વધારે ફ્લેક્સીબલ બનતાં કરોડરજ્જુ સંબંધિત બિમારીઓથી છુટકારો મળે છે.
 
ગરબા રમવાથી વજન ઓછું થાય છે, ચરબી ઉતરે છે. એટલે કે પાતળા પણ થવાય છે અને પેટ સપ્રમાણ રહે છે. ફીટ રહે છે. ઝુકીને આગળ તાળી લેવાના ગરબા રમવાથી પેટની પણ જરૂરી કસરત થઇ જાય છે. 
 
ગોળ ફરીને પગનાં પંજા પર ઠેસ લેવાના ગરબાથી પગની કસરત પણ થાય છે. જુતા વગર ગરબા રમતી વખતે પગ સીધા જ જમીનને સ્પર્શતા હોવાથી એક અનોખુ એકયુપ્રેશર થાય છે. 
 
ગરબા રમતી વખતે તાલ અને લયનો પુરો ખ્યાલ રાખવામાં આવે છે. ક્યારેક ધીમો, કયારેક મધ્યમ તો તેજ. આ પ્રક્રિયાથી હ્રદયની ગતિ પણ વધે છે. બ્લડ પ્રેશર નિયંત્રણમાં આવે છે. વેઈટ લીફ્ટીંગ કરતાં ગરબા વધુ ઉપયોગી છે. 
 
નીચે ઝુકીને ગરબા રમવાનાં દરેક સ્ટેપ્સ કરવાથી પેટનાં સ્નાયુઓ માટે ખુબ ઉપયોગી છે. ગરબા રમતાં રમતાં રાઉન્ડ લગાવીએ છીએ, જે મગજ અને લોહીના પરીભ્રમણ માટે ખુબ સારૂં છે. જેનાથી ચક્ચર આવવાની બિમારી થતી નથી.
 
ગરબા રમતી વખતે જ્યારે આપણે આગળ-પાછળ ફુટબોલની જેમ કીક મારીએ છીએ, તેનાથી પગનાં સ્નાયુઓને ખુબ કસરત મળે છે. 
 
ગરબામાં જ્યારે સાઈડ, બેક અને ડાઉન બેન્ડીંગ સ્ટેપ્સ લઈએ છીએ. તેને કારણે મોટી ઉંમરે કમર અને ઢીંચણની બિમારી થતી નથી. 
 
સંગીતથી માનસિક રીતે માણસ પ્રસન્ન રહે છે. સંગીત વગર કસરત કરવાથી દસ મિનિટ બાદ થાક લાગે છે. તેથી ગરબા રમતી વખતે થાક લાગતો નથી, કારણ કે તેમાં સંગીત વાગતું હોય છે. 
 
જ્યારે ડાંડીયા રમવાથી પણ ફાયદા થાય છે. કાંડુ વધુ ફ્લેક્સીબલ બને છે. ગ્રીપ મજબૂત બને છે. આંખો, હાથોમાં બરાબર કોન્ટેક્ટ થવાથી શરીરનાં દરેક ભાગમાં એકદમ બરાબર કો ઓર્ડીનેશન થાય છે.
 
ગાડી ચલાવતી વખતે બ્રેક, ગીઅર, રેસ વગેરેનો ઉપયોગ કરવાનો હોય છે. જેથી હાથમાં દર્દ થાય છે. પણ ડાંડીયા રમવામાં આવે તો આ સમસ્યા ઓછી થાય છે. ટેનિસ એલ્બોની સમસ્યા પણ ઓછી થઈ શકે છે. જેને ખૂબ ઝડપથી શરદી, ખાંસી થતી હોય, તે પણ ઓછી થઈ જાય છે. 
 
ગરબા સાથે જોડાયેલા રોચક તથ્ય...
 
એક કલાક સતત ગરબા રમવાથી શરીરની 300 કેલેરી બળી જાય છે
 
હ્રદયની બિમારી સામાન્ય રીતે 72 હોય છે, જે 100-120 થઈ જાય છે.
 
જે લોકો ડિપ્રેશન કે હતાશામાંથી પસાર થતાં હોય, તેમના માટે ગરબા મૂડ એલિવેશન જેવા છે. 
 
કેટલીક ધ્યાનમાં રાખવા જેવી બાબતો...
 
ગરબા કે ગરબાની પ્રેક્ટીસમાં જતાં પહેલાં સ્ટ્રેચિંગ એક્સરસાઈઝ કરવાનું ન ભુલવું. ખાસ કરીને કાંડુ, ખભા અને પગને ક્લોકવાઈઝ, એન્ટી ક્લોકવાઈઝ, ઉપર-નીચેની દિશામાં ફેરવીને કસરત કરવી. અને, ઉપરોક્ત બધા ફાયદા જોઈતાં હોય તો ગરબા રમવા જાવ. અને, દરરોજ ઘરમાં જ કસરત કરતાં રહો.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

માગશર મહિનાના ગુરુવાર ની આરતી

Utpanna Ekadashi - ઉત્પત્તિ એકાદશી વ્રત કથા

Kharmas 2024 - કમુરતા ક્યારે છે, કમુરતામાં લગ્ન અને શુભ કાર્ય કેમ થતાં નથી

કમુરતા શા માટે થાય છે/ kharmas katha

Pigeon food- રોજ કબૂતરને ચણ ખવડાવો અને પછી જુઓ ચમત્કાર

આગળનો લેખ
Show comments