Biodata Maker

મા ચંદ્રઘંટાની ઉપાસનાથી આધિ, વ્યાધિ, ઉપાધિ શમી જાય છે

Webdunia
મંગળવાર, 4 ઑક્ટોબર 2016 (09:07 IST)
નવરાત્રિનું ત્રીજું નોરતું મા ચંદ્રઘંટાને સમર્પિત છે. મા ચંદ્રઘંટાનું ત્રીજે નોરતે ષોડ્શોપચારે પૂજન કરનારના જીવનમાં આવતા પ્રત્યેક ધખારા શમી જાય છે. જેમ પૂનમને ચંદ્ર ઊગતાં દરેક વનસ્પતિ સહિત જગતનો દરેક જીવ ચેતનવંતો બની જાય છે. પ્રાણશકિતથી ભરપૂર બની જાય છે. તેમ મા ચંદ્રઘંટાનું પૂજન કરનાર જગતનો દરેક જીવ જીવનમાં ખૂબ શીતળતા ધારણ કરે છે.

જો કોઇ મનુષ્ય જગદંબાના આ ત્રીજા સ્વરૂપની નિત્ય ઉપાસના કરે છે તો તેના જીવનમાં સદૈવ ચંદ્રના જેવી શીતળતા વ્યાપી રહે છે. તેને કદી અશાંતિ કે ઉદ્વેગ સ્પર્શતો નથી, બલકે એમ કહો કે મા ચંદ્રઘંટાના સાધક પ્રત્યેક માર્ગ એકદમ શીતળ થઇ જાય છે. તેના ત્રિવિધ તાપ જેવા કે આધિ, વ્યાધિ, ઉપાધિ શમી જાય છે.

જગતજનની મા અંબિકા સૌનું કલ્યાણ કરવા સર્જાયાં છે. અરે જેમણે તેમના ઉપર કાવાદાવા કર્યા તેમને પામવા ઉધામા કર્યા તે શુભ, નિશુંભ, મહિષાસુર વગેરેનો વધ કરીને અંતેે તો પોતાને હાથે જ તેમણે મોક્ષ કર્યો છે. આ જગત જનની મા અંબિકાનું જ ત્રીજું સ્વરૂપ મા ચંદ્રઘટા છે. જેનો દુર્ગાસપ્તશતિમાં પણ ઉલ્લેખ છે.

જેમ મા પોતાનાં બાળકોનું અહિત થવા દેતી નથી તેમ મા ચંદ્રઘંટા પણ તેને ભજનારાનું કદી અહિત થવા દેતી નથી. મા ચંદ્રઘંટા મહદંશે સિંહ ઉપર સવારી કરતાં જોવા મળે છે. તો ઘણી વખત પક્ષીઓમાં શ્રેષ્ઠ એવા ગરુડજી ઉપર પણ આરૂઢ થાય છે. જેમ કોઇ વખત કોઇ સ્થળે ઝડપથી જવા માટે પ્રવાસી વિમાન કે સુપર ફાસ્ટ ટ્રેનનો ઉપયોગ કરે છે તેમ મા ચંદ્રઘંટા કોઇ ભકત ઉપર ભયંકર આપદા આવી પણ હોય તો તેના જીવનમાંથી વિઘ્ન દૂર કરવા ગરુડજી ઉપર સવાર થઇને તેની વહારે દોડે છે.
જોકે મા ચંદ્રઘંટા મનોવેગી છે. તેમને વાહનની કોઇ જરૂર જ પડતી નથી. છતાં વાહનથી ઐશ્વર્ય જરૂર વધતું જતું હોય છે. ભકત પણ માની આવવાની તીવ્રતા જોઇ અડધું દુઃખ ત્યાં જ ભૂલી જાય છે અને માનાં વધામણાં કરે છે. મા ચંદ્રઘંટા જીવનમાં શીતળતા અર્પે છે. છતાં તેઓ રૌદ્રસ્વરૂપી છે. તેઓ દુર્ગામાનું સ્વરૂપ હોવા છતાં ચંદ્રઘંટા મા તરીકે ખૂબ ખ્યાતિ પામેલાં છે. મા ચંદ્રઘંટાને દસ હાથ છે. જેમના એક હાથમાં કમળ છે, બીજા હાથમાં બાણ છે, ત્રીજા હાથમાં ધનુષ્ય છે, મા ચંદ્રઘંટાનો ચોથો અને પાંચમો હાથ હંમેશાં ભકતોનાં કલ્યાણ માટે સદૈવ વરદ મુદ્રામાં જ ઊંચકાયેલો હોય છે. છઠ્ઠા હાથમાં દુષ્ટોના વિનાશ માટે ત્રિશૂળ તેમણે ધારણ કરેલું છે. તો સાતમા હાથમાં શત્રુના માથા ધડથી જુદાં કરનારી અસિ અર્થાત તલવાર છે. આઠમા હાથથી ભકતગણનું સદૈવ કલ્યાણ કરે છે. નવમા હાથમાં શંખ ધારણ કરેલ છે. તો દસમા હાથમાં તેમણે જગતને શીતળતા અર્પણ કરવા કમંડળ ધારણ કરેલ છે. આવી અદ્ભુત ક્રાંતિ ધરાવનાર દેવીનું પરમ ધ્યાન ધરનારનું સદૈવ કલ્યાણ જ થાય છે. કલ્યાણ જ થાય છે. કલ્યાણ જ થાય છે.

મા ચંદ્રઘંટાને સમર્પિત છે. મા ચંદ્રઘંટાનું ત્રીજે નોરતે ષોડ્શોપચારે પૂજન કરનારના જીવનમાં આવતા પ્રત્યેક ધખારા શમી જાય છે. જેમ પૂનમને ચંદ્ર ઊગતાં દરેક વનસ્પતિ સહિત જગતનો દરેક જીવ ચેતનવંતો બની જાય છે. પ્રાણશકિતથી ભરપૂર બની જાય છે. તેમ મા ચંદ્રઘંટાનું પૂજન કરનાર જગતનો દરેક જીવ જીવનમાં ખૂબ શીતળતા ધારણ કરે છે.

જો કોઇ મનુષ્ય જગદંબાના આ ત્રીજા સ્વરૂપની નિત્ય ઉપાસના કરે છે તો તેના જીવનમાં સદૈવ નવરાત્રિનું ત્રીજું નોરતું ચંદ્રના જેવી શીતળતા વ્યાપી રહે છે. તેને કદી અશાંતિ કે ઉદ્વેગ સ્પર્શતો નથી, બલકે એમ કહો કે મા ચંદ્રઘંટાના સાધક પ્રત્યેક માર્ગ એકદમ શીતળ થઇ જાય છે. તેના ત્રિવિધ તાપ જેવા કે આધિ, વ્યાધિ, ઉપાધિ શમી જાય છે.

જગતજનની મા અંબિકા સૌનું કલ્યાણ કરવા સર્જાયાં છે. અરે જેમણે તેમના ઉપર કાવાદાવા કર્યા તેમને પામવા ઉધામા કર્યા તે શુભ, નિશુંભ, મહિષાસુર વગેરેનો વધ કરીને અંતેે તો પોતાને હાથે જ તેમણે મોક્ષ કર્યો છે. આ જગત જનની મા અંબિકાનું જ ત્રીજું સ્વરૂપ મા ચંદ્રઘટા છે. જેનો દુર્ગાસપ્તશતિમાં પણ ઉલ્લેખ છે.

જેમ મા પોતાનાં બાળકોનું અહિત થવા દેતી નથી તેમ મા ચંદ્રઘંટા પણ તેને ભજનારાનું કદી અહિત થવા દેતી નથી. મા ચંદ્રઘંટા મહદંશે સિંહ ઉપર સવારી કરતાં જોવા મળે છે. તો ઘણી વખત પક્ષીઓમાં શ્રેષ્ઠ એવા ગરુડજી ઉપર પણ આરૂઢ થાય છે. જેમ કોઇ વખત કોઇ સ્થળે ઝડપથી જવા માટે પ્રવાસી વિમાન કે સુપર ફાસ્ટ ટ્રેનનો ઉપયોગ કરે છે તેમ મા ચંદ્રઘંટા કોઇ ભકત ઉપર ભયંકર આપદા આવી પણ હોય તો તેના જીવનમાંથી વિઘ્ન દૂર કરવા ગરુડજી ઉપર સવાર થઇને તેની વહારે દોડે છે.

જોકે મા ચંદ્રઘંટા મનોવેગી છે. તેમને વાહનની કોઇ જરૂર જ પડતી નથી. છતાં વાહનથી ઐશ્વર્ય જરૂર વધતું જતું હોય છે. ભકત પણ માની આવવાની તીવ્રતા જોઇ અડધું દુઃખ ત્યાં જ ભૂલી જાય છે અને માનાં વધામણાં કરે છે. મા ચંદ્રઘંટા જીવનમાં શીતળતા અર્પે છે. છતાં તેઓ રૌદ્રસ્વરૂપી છે. તેઓ દુર્ગામાનું સ્વરૂપ હોવા છતાં ચંદ્રઘંટા મા તરીકે ખૂબ ખ્યાતિ પામેલાં છે. મા ચંદ્રઘંટાને દસ હાથ છે. જેમના એક હાથમાં કમળ છે, બીજા હાથમાં બાણ છે, ત્રીજા હાથમાં ધનુષ્ય છે, મા ચંદ્રઘંટાનો ચોથો અને પાંચમો હાથ હંમેશાં ભકતોનાં કલ્યાણ માટે સદૈવ વરદ મુદ્રામાં જ ઊંચકાયેલો હોય છે. છઠ્ઠા હાથમાં દુષ્ટોના વિનાશ માટે ત્રિશૂળ તેમણે ધારણ કરેલું છે. તો સાતમા હાથમાં શત્રુના માથા ધડથી જુદાં કરનારી અસિ અર્થાત તલવાર છે. આઠમા હાથથી ભકતગણનું સદૈવ કલ્યાણ કરે છે. નવમા હાથમાં શંખ ધારણ કરેલ છે. તો દસમા હાથમાં તેમણે જગતને શીતળતા અર્પણ કરવા કમંડળ ધારણ કરેલ છે. આવી અદ્ભુત ક્રાંતિ ધરાવનાર દેવીનું પરમ ધ્યાન ધરનારનું સદૈવ કલ્યાણ જ થાય છે. કલ્યાણ જ થાય છે. કલ્યાણ જ થાય છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

15 દિવસ સુધી ખાલી પેટ મેથીનુ પાણી પીવાથી શુ થશે ? અહી જાણી લો શરીર પર શુ અસર પડશે

Kunafa Barfi Recipe For Eid 2026- ઈદ માટે બનાવો સરળ કુનાફા બરફી

Chaitra Navratri Recipe- બદામની બરફી

Chaitra Navratri Recipe- નવરાત્રી માટે સ્વસ્થ વાનગીઓ સાબુદાણા ફ્રૂટ કસ્ટર્ડ રેસીપી

પંચતંત્રની વાર્તા- 'દેડકા અને સાપ'

વધુ જુઓ..

નવીનતમ

Chaitra Navratri 2026: ચૈત્ર નવરાત્રિમાં 9 દિવસ સુધી શુ ખાવુ જોઈએ અને શુ નહી ? જાણો નવરાત્રિ વ્રતના નિયમ

Chaitra Navratri Fasting Rules: ગરમીમાં નવરાત્રી વ્રત કેવી રીતે કરવુ ? શુ ખાવુ શુ નહી, જાણો 9 દિવસ શરીરને કેવી રીતે રાખશો ફીટ અને એનર્જેટિક

ઈદ ઉલ ફિતર - અલ્લાહ તરફથી રોજેદારોને ભેટ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 19 માર્ચ

Kunafa Barfi Recipe For Eid 2026- ઈદ માટે બનાવો સરળ કુનાફા બરફી

આગળનો લેખ
Show comments