Webdunia - Bharat's app for daily news and videos

Install App

નવરાત્રીના નવ દિવસોમાં માતાની આ રીતે કરો આરાધના અને નવ સમસ્યાઓમાંથી મેળવો મુક્તિ

Webdunia
બુધવાર, 14 સપ્ટેમ્બર 2016 (13:18 IST)
માતાના ગર્ભમાં જન્મ લેવા ઉપરાંત પંચમહાભૂતોના યથાર્થ સુધીની યાત્રા જ જીવનનો નવરંગ છે. 
 
બાળપણથી લઈને મરણોપરાંત સુધી જીવનના નવરંગ આ પ્રકૃતિનો જ ભાગ છે. આ અવસ્થાઓ આપણા બધાના 
જીવનમાં આવે છે અને દરેક અવસ્થા સાથે નવગ્રહ સંબંધ ધરાવે છે. આ જ રીતે નવરાત્રીના નવ રાત્ર જીવનના નવ 
પડાવ છે.  જેનો સંબંધ નવ જુદા જુદા ગ્રહો સાથે છે. આવો સમજીએ કાળચક્રના આ નવરંગને... 
 
નવરાત્રીના દિવસોમાં નવ દેવીઓનુ જીવનમાં જુદુ જુદુ સ્થાન છે. 
 
1. શૈલપુત્રી - માનવ મન પર અધિપત્ય રાખનારી પ્રથમ દુર્ગા ચંદ્ર સ્વરૂપા દેવી શૈલપુત્રી શાશ્વત જીવનમાં  એ નવજાત શિશુનું આ સ્વરૂપ છે જે અબોધ છે, નિષ્પાપ છે જેનુ મન નિર્મલ છે. 
 
ઉપાય - મનોવિકારથી મુક્તિ માટે માં શૈલપુત્રીને સફેદ કરેણના ફુલ ચઢાવો 
 
2. બ્રહ્મચારિણી - તામસિક ઈંદ્રિયો પર વિજય પ્રાપ્ત કરનારી બીજી દુર્ગા મંગળ સ્વરૂપ દેવી બ્રહ્મચારિણી શાશ્વત 
જીવનમાં એ બાળકનું સ્વરૂપ છે જે હવે મોટો થઈ રહ્યો છે. વિદ્યાર્થી છે અને તેનુ જીવન જ જ્ઞાન સ્વરૂપ છે. 
 
ઉપાય - શક્તિ પ્રાપ્તિ માટે મા બ્રહ્મચારિનીને સિંદૂરનો ચોલા ચઢાવો 
 
3. ચન્દ્રઘટા - કામોત્તેજનાને વશમાં રાખનારી ત્રીજી દુર્ગા શુક્ર સ્વરૂપા દેવી ચંદ્રઘટા શાશ્વત જીવનના એ નવયોવનાનુ 
સ્વરૂપ છે જેમા પ્રેમનો ભાવ જાગૃત છે અને જે વ્યસ્કની શ્રેણીમાં આવી ગઈ છે. 
 
ઉપાય - પ્રેમમાં સફળતા માટે મા ચન્દ્રઘટાને ચમેલીનુ અત્તર ચઢાવો 
 
 
4. કૃષ્માંડ - જીવની શક્તિનુ સંચારણ કરતી ચોથી દુર્ગા સૂર્ય સ્વરૂપા દીએ કુષ્માંડા શાશ્વત જીવનના એક વિવાહિત 
સ્ત્રી અને પુરૂષનુ સ્વરૂપ છે જેના ગર્ભમાં નવજીવન પાંગરી રહ્યુ છે અર્થાત જે પ્રેંગનેંટ છે. 
 
ઉપાય - સંતતિ સુખની પ્રાપ્તિ માટે માં કૃષ્માંડાને જાયફળ ચઢાવો 
 
5. સ્કંદમાતા - પાલન શક્તિનુ સંચારણ કરતી પાંચમી દુર્ગા બુદ્ધ સ્વરૂપા દેવી સ્કંદમાતા શાશ્વત જીવનમાં એ મહિલા 
કે પુરૂષનુ સ્વરૂપ છે જે માતા-પિતા બનીને પોતાના બાળકોનુ પાલન પોષણ કરે છે. 
 
ઉપાય - સંતાનની સફળતા માટે સ્કંદમાતા પર મહેંદી ચઢાવો. 
 
6. કાત્યાયની - પારિવારિક જીવનનુ નિર્વાહન કરતી ષષ્ટમ દુર્ગા ગુરૂવાર રૂપાદેવી કાત્યાયની શાશ્વત જીવનમાં એ મહિલા અથવા પુરૂષનુ જે પરિવારમાં રહીને પોતાની પેઢીનુ ભવિષ્ય સુધારી રહ્યા છે. 
 
ઉપાય - પારિવારિક સુખ શાંતિ માટે મા કાત્યાયની પર આખી હળદરની ગાંઠ ચઢાવો 
 
7. કાલરાત્રિ - વૃધ્ધાવસ્થાના અનુભવ માટે સપ્તમ દુર્ગા શનિ સ્વરૂપા દેવી કાલરાત્રિ શાશ્વત જીવનમાં એ મહિલા અને સ્ત્રીનું સ્વરૂપ છે જે નાતિન અથવા પૌત્રોનુ સુખ લરી રહી છે અને કાળ સામે લડી રહ્યા છે. 
 
ઉપાય - મૃત્યુ ભયથી મુક્તિ માટે મા કાલરાત્રિ પર કાળા ચણાનો ભોગ લગાવો 
 
8. મહાગૌરી - મૃતાવસ્થાના કપડા પહેરેલ અષ્ટમ દુર્ગા રાહુ સ્વરૂપા દેવી મહાગૌરી શાશ્વત જીવનમાં આ સ્વરૂપ એ મરણોત્તર પ્રાપ્ત વૃદ્ધ મહિલા અથવા પુરૂષનુ છે જે કફન પહેરેલ છે અથવા અર્થી પર સવાર મૃત છે. 
 
ઉપાય - સદ્દગતિની પ્રાપ્તિ માટે માં મહાગૌરીને સૂંઠ ચઢાવો 
 
9. સિદ્ધિદાત્રી - સિધ્ધાર્થ પ્રાપ્ત પંચમહાભૂતમાં વિલીન નવમ દુર્ગા કેતુ સ્વરૂપા સિદ્ધિદાત્રી શાશ્વત જીવનમાં દેહત્યાગ કરી ચુકેલ એ આત્માનું સ્વરૂપ છે જેણે જીવનમાં સર્વ સિદ્ધિ પ્રાપ્ત કરીને ખુદને પરમેશ્વરમાં વિલીન કરી લીધુ છે. 
 
ઉપાય - મોક્ષની પ્રાપ્તિ માટે માં સિદ્ધિદાત્રી પર કેળાનો ભોગ લગાવો. 

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Jokes- હા, કંજૂસ તો છે

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

આગળનો લેખ
Show comments