Webdunia - Bharat's app for daily news and videos

Install App

નવરાત્રિ પહોંચી અંતિમ તબક્કામાં, જામી રહી છે ધૂમ

Webdunia
P.R

અમદાવાદ સહિત રાજ્યમાં નવરાત્રી બરાબર જામી છે અને ખેલૈયાઓ રાસ-ગરબા રમવાનો પૂરેપૂરો આન6દ લઈ રહ્યા છે. આવતીકાલ તા. 22મીના રોજ નવરાત્રીની આઠમ છે. જેનુ સવિશેષ મહત્વ ધરાવે છે. આવતીકાલે મંદિરોમાં હોમ-હવનનું ખાસ આયોજન કરવામાં આવ્યુ છે. આઠમની આરતીનું પણ વિશેષ મહત્વ છે. આ વર્ષે નવરાત્રીમાં એક દિવસ ઓછો હોવાથી તે માત્ર આઠ દિવસની છે અને તા. 24મીના રોજ દશેરા ઉજવવામાં આવશે.

સમગ્ર વર્ષમાં ચાર નવરાત્રી આવે છે અને હાલમાં શારદીય નવરાત્રી ચાલી રહી છે. નવરાત્રી એટલે આદ્યશક્તિની સાધના-આરાધનાનું દિવ્ય, અનેરુ અને પાવનકારી પર્વ છે. નવરાત્રીમાં દેવીભક્તો ચંડીપાઠ, ગાયત્રી અનુષ્ઠાન, યજ્ઞ, દાન, જાપ-તપ, મંત્રલેખન, નવ દિવસ સુધી નકોરડા ઉપવાસ કરે છે. અમદાવાદમાં કલબો, સોસાયટીઓ,પોળો અને શેરીઓમાં રાસ-ગરબા જામ્યા છે. હવે નવરાત્રીના બે જ દિવસ બાકી રહ્યા છે. યુવક યુવતીઓ ટ્રેડીશનલ ડ્રેસમાં રોજ રાસ-ગરબાની મજા માણી રહ્યા છે.

આ વખતે નવો ટ્રેંડ જોવા મળ્યો છે. ખેલૈયાઓ ક્લબોમાં ગરબા માણવા જાય છે. અને ત્યાં રાત્રે 12 વાગ્યા સુધી ગરબા પૂરા થાય કે તેમની સોસાયટીઓમાં પહોંચી જાય છે. પોલીસની ઓછી કનડગતને કારણે સોસાયટીઓમાં રાતના 3 વાગ્યા સુધી ગરબા રમી શકાય છે. આ વર્ષે શહેરોમાં સંખ્યાબંધ સ્થળોએ વિદેશીઓ પણ હોંશે હોંશે ગરબામાં ભાગ લઈ રહેલા જોવા મળે છે.

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

Show comments